________________
૪૨૪ .
.
શ્રી જૈન
. કે. હેરડ.
.
~~-~
વૃદ્ધિસાગરસૂરિ. આમના સંબંધમાં “વૃદ્ધિસાગરસૂરિરાસ’ એ નામની હસ્તલિખિત પ્રતમાંથી જે કંઈ હકીકત પ્રાપ્ત થઈ છે તે જણાવીએ છીએ –
ગુર્જર દેશમાં “ચાંણસમું નગર છે ત્યાં સં. ૧૬૮૦ ના ચૈત્ર શુદિ ૧૧ ને વાર રવિવારે શ્રીમાલી જ્ઞાતિના શાહ ભીમજીને ત્યાં માતા ગમતદેની કુખે આમને જન્મ થયો હતો અને નામ હરજી' પાડયું હતું.
સંવત સોલસીઆ વિષે ચૈત્ર માસ પખિ શુદ્ધ રે.
વાર રવિ વેગ નક્ષત્ર શુભ દિને અગ્યારસિ અવિરૂદ્ધરે. સં. ૧૬૮૯ માં ખંભાત બંદરે પાટણપૂરનિવાસી દેસી રૂપજીએ તેમણે રાજસાગર, સુરિ પાસે દીક્ષા લીધી તેને દીક્ષા મહોત્સવ કર્યો. ગુરૂએ નામ હસાગર રાખ્યું. સં. ૧૬૯૮ માં અમદાવાદમાં પિષ સુદી પૂર્ણિમા ગુરૂવારને દિને હર્ષસાગરને યોગ્ય જાણું રાજસાગરસૂરિએ આચાર્યપદ આપ્યું. શાહ શ્રીપાલસુત શાહથી વાઘજીએ આચાર્યપદ મહત્સવ કર્યો અને ગુરૂજીએ તેમનું નામ વૃદ્ધિસાગરસૂરિ આપ્યું. આ વખતે શાંતિદાસ નગરશેઠ હતા. તેમજ શાહ મનજી પણ શ્રીમંત શેઠ હતા. શેઠની પત્ની દેવકીએ વંદણું મહોત્સવ સંવત ૧૭૦૭ વૈશાખ સુદ છે ને દિને કર્યો.
સાહ સાંતિદાસ મુકુલ મુકામણિ, સાહ પનછ પુણ્ય પવિત્ર ધરમકાજ કીધાં ભલા, જેહનાં અતુલ ચરિત્ર– દેવકી નામિ નાર તસ. નિપુણ સગણ આવાસ. બહુ ધન ખરચી તેણે કીઓ, વાંદણાં મહોત્સવ જાસસંતર સતર સાતે સહી, એ શુભકારજ કીધ
વૈશાખ સુદિ સાતમ દિનિ, માનવભવ ફલ લિધ. પછી ઘણી યાત્રાઓ કીધી.
શેત્રુજ ને ગીરનાર રે અબુદગિરિ ગોહિ, રાણકપુર તારિગ તણુએ સંખેશ્વર પ્રભુ પાસ રે, ઈમ અનેક ઘણી યાત્રા કરિ સોહામણીએ.
સં–૧૭૪૫ના વૈશાખ વદિ ૨ ને મંગળવારે પિતાના શિષ્ય નિધિસાગરને યોગ્ય જાણી વૃદ્ધિસાગરસૂરિએ આચાર્યપદ આપી લક્ષ્મીસાગરસૂરિ નામ પાડયું આને મહત્સવ સાંતિદાસ નગરશેઠના પુત્ર શાહ લખીચરે કર્યો છે.
સાહથી શાંતિદાસ સુત, પ્રબલ પ્રતાપ પપુર, વડવ્યવહારી જાણી, વડ વખતિ વડ નુર. રાજનગર સિણગાર સુભ, સાહશ્રી લખમીચંદ,
બહુ દ્રવ્ય ખરચી તિણિકીઓ, પદ મહોત્સવ આણંદ. સં-૧૭૪૭માં શેષપુર કે જે અમદાવાદનું એક પરૂં હતું (કે જેને સરસપુર-સસપર વગેરે હાલ કહેવામાં આવે છે તે ત્યાં ચાતુર્માસ આવી રહ્યા અને આ વખતે લક્ષ્મીસાગરસૂરિ, વાચક શ્રી ઇસૌભાગ્ય તથા શિષ્યમંડળમાં કાંતિસાગર ઉપાધ્યાય, પ, ફેમસાગર, નયસાગર, હિતસાગરગણિ, વીરસાગરગણિ, કીર્તિસાગર ઇત્યાદિ હતા. અત્ર આશે શુદ ૩ ને &િ ૬૭ વર્ષની ઉમરે સવા પહેર ચઢતે સ્વર્ગવાસ પામ્યા.