________________
૬ શ્રીમદ્ યશોવિજયજી અને કવિવર બનારસીદાસ
શ્રીમદ્દ યશવિજ્યજી મહોપાધ્યાય તાંબર સંપ્રદાયમાં એક સમર્થ સૈદ્ધાંતિક, નૈયાયિક અને મહા વિદ્વાન સાધુ થઇ ગયા છે. તેમનું સ્વર્ગગમન સં. ૧૭૪૫માં ડભોઈ (દર્ભ વતિ)માં થયું હતું, એ નિર્વિવાદ છે, જ્યારે તેમને જન્મ સમય નિશ્ચિત ન હોવાથી બીજી કેટલીક હકીકતના અનુમાનથી સ. ૧૬૮૦ માં હે જેઉએ એવું મેં મારા તે સંબંધેના Shrimad Yashovijayaji નામના અંગ્રેજી લેખ (કે જે પુસ્તકાદાર પ્રસિદ્ધ થયેલ છે તે) માં પ્રતિપાદિત કરેલું છે. બનારસીદાસનો જન્મ સં. ૧૬૪૩ માં થયેલ તેમજ તે સં. ૧૬૯૮ સુધી હયાત હતા તે નિર્ણત છે. પરંતુ તેમને પરલોકવાસ કયારે થયો તે નિર્ણત નથી. આથી બંને સમકાલીન હતા, એટલું જ નહિ પરંતુ બનારસીદાસનું સમયસાર નાટક શ્રી યશોવિજયજીના વાંચવામાં આવેલું અને તે પર તેમની પ્રીતિ પણ થયેલી એ વાત, નીચેની હકીકત પરથી જણાય છે.
બનારસીદાસના સમયસારમાંથી સુંદર અને અર્થગંભીર દુકાઓમાંના કેટલાક લઈ શ્રી યશોવિજયજીએ એકપદ રચ્યું છે (જુઓ જશ વિલાસ પદ ૬૭ મું) કે જેનું પહેલું ચરણ નવું એ મૂકયું છે–
ચેતન ! મોહક સંગ નિવાર, જ્ઞાન સુધારસ ધારો –ચે. ૧ હવે તેનાં દરેક ચરણ લઈ તે કયા દેહ છે અને સમયસારના જૈન પ્રકરણ રત્નાકરના પહેલા ભાગમાં પ્રસિદ્ધ થયેલા પુસ્તકના કયા પૃષ્ઠ પર તે દોહા છપાયેલા છે તે બતાવીએ – જ્ઞાતાનું અબધપણું.
મોહ મહાતમ મેલ દૂરરે, ધરે સુમતિ પરકાસ મુક્તિ પંથ પરગટ કરેરે, દીપક જ્ઞાનવિલાસ.
ચેતન : ૨ જ્ઞાની જ્ઞાન મગન રહેરે, રાગાદિક ભલે ખેય, ચિત્ત ઊદાસ કરની કરે, કર્મબંધ નહિ હોય.
ચેતન: ૩ જુઓ સમયસાર પૂ. ૬૫૬ નં. ૨૧૪ અને ૨૧૩ મૂઢ વ્યવસ્થા
લીન ભય વ્યવહારમેં રે, યુક્તિ ન ઉપજે કોય, દીન ભયે પ્રભુપદ જપેરે, મુગતિ કહાં સે હોય.
ચે. ૪ પ્રભુ સમરે પૂજે પહે, કરો વિવિધ વ્યવહાર, મેક્ષ સ્વરૂપી આતમાર, જ્ઞાન ગમન નિરધાર.
એ. ૫ પૂ. ૬૫૧-૨ દેહા નં. ૧૯૮ અને ૨૦૦ [ સમયસારમાં જ્ઞાનગમનને બદલે “જ્ઞાન ગમ્ય' છે તેજ એગ્ય લાગે છે. લહિયાની કે પ્રેસની ભૂલને લીધે જ્ઞાન ગમન લખાયેલ છે.] મેક્ષની સમય પ્રાપ્તિ
જ્ઞાન કલા ઘટ ઘટ વસેરે, જોગ જુગતિકે પાર, નિજ નિજ કલા ઉઘાત કરેરે, મુગતિ હેય સંસાર