________________
શ્રાવક-કવિ ઋષભદાસ.
૪૦૩
વિષ્ણુ મૂરતિ અનઈ વેદીઆ, વેષધારી નઈ બહુ વરતીઆ, વિચિત્ર વિવહારી વસઈ, વિવહાર ચૂક નવિ ચૂકઈ કઈ. વયણ શુદ્ધ નઇ વિધાવંત, વણકર તણે ન લાભઈ અંત. વસન દાન શીલ તપ ધણી, વિચિત્રાઈ વરઘેડા તણી. વાળ વહઈલ અનઈ વીજણ, વાનર વાઘ રાવ અંગણિ ઘણા, વિદુમ વૃક્ષ નઈ નિર્મલ વારિ, છાંટાઈ રાજાનેં દરબારિ. વાછત્ર વેધાલિ બહુ મલઇ, વ્યાકરણી વચને નવિ ષલઈ. વયાગીનું કરૂં વખાણું, વસઈ લોક પર વેદ ન જાણ. વિવિધ વસ્ત ઝાલી જિહાં મલઇ, નર સમુદ્ર પાટણ કુણુ કલઈ, એકવાર એક સ્ત્રી ભરતાર, જોવા પાટણ વિસ્તાર, સાંઝઈ સાંથઈ ચોહુઈ ચઢયા, કમ સગઈ ભૂલાં પડ્યાં. રોતી રડવડતી સોનારી, પુહુતી ભૂપતિ ભવન મઝારિ, ગઈ તિહાં વીનવીઉં રાય, કામની ભાષિઈ કર્મ કથાય. સ્વામી તાહરા નગર મઝારિ, ભૂલાં પડયું એ નરનારી, સો સ્વામી પણિ નહિ જડયો, વિણરન જિમ સાયર પડે. સ્વામી નામિઈ રાણે એહ, ડાબી આંબઈ કાણો તેહ, એ ગઈ ઇંધાણે મુઝ ભરતાર, રાય કરે મુઝ નરની સાર. રાઈ ગઈ વજાવ્યો પઢા, રાંણા કાંણો આવી ચઢો. સકલ એકઠા થાઓ આજ, નૃપનઈ કાંઈ પુછયાનું કામ. રાણા કાંણુ દાબી આંષિ, ન વસઈ નવાણુ ભાષિ, મિલ્યા એકઠા નૃપ દરબારિ, ભૂપઈ તેડાવી સાનારિ. સાધી લિઈ તું તાહરૂ ધણી, તુઝ કારણિ ઘપ કીધી ઘણી નૃપ વચને તે સોધઈ નાર, પુરૂષ ન દીસઈ તેણઈ ઠારિ. સામી ! એહમાં નહી મુઝ કંત, રાય વિનોદ તિહાં થયે અત્યંત. ફિરી પઢા વાવ્યો જસઈ, રાંણે આ તસઈ. નારિ ઓલિષી લિઈ ભરતાર, પંડિત કવિઅણ કરઈ વિચાર, નર સમુદ્ર એ પાટણ સહી, નર નારી સંખ્યા નવિ લહી. જેણે નગરઈ છ નાટિક નૃત્ય, પંડિત જન પાંઈ બહુ વૃત્તિ. રાસ રમઈ તિલી મહું બાલકી, સુર માહી ૨હંઈ સ્વર્ગ થકા.. પાન ફૂલ તણું ભોગીઆ, જેણઈ નગરિ કે નહીં રેગીઆ, કામિની કંતમાં સબલો પ્રેમ, સુર ઘરિ ઇંદ્ર ઇંદ્રાણી જેમ. ભમર ભેગ પુરંદર ઘણા, વાસ બહુ લધુ માલિણ તણા, મૃગનયની નાર પદ્મની, વસઈ હસ્તની નઈ ચિત્રણી જ્યાગી જિહાં ગડઈ નિશાણ, વસઈ લેક પરવેદ ન જાણું. મયગલ માતા નઈ મદ ભર્યા, ઘુઘર ઘંટ સિણગાર્યા કર્યા. અસી નગરની ઉપમ કહું, ઇંદ્રપુરીથી અધિકી લહે, જેહને સ્વામી નૃપ વનરાજિ, ત્રિણિ ભુવન જસ માંનઈ લાજ. જેહનઈ ગજ રથ ઘોડા બહુ, જેહન સીસ નમાવઈ સહ. જેહનઈ ઝાઝી અંતેઉરી, જેહનઈ ઘરિ બહુ લામી ભરી. નગર અનેપમ વાસું ગામ, ગોવાલીઆનું રાણું નામ. અણહિલવાડું પાટણ ગામ, વસઈ લેક વારૂ અભિરામ.
– કુમારપાલરાસ,