________________
vvvvvvvvvvvvvvvvvvv
શ્રાવક-કવિ ષભદાસ.
૩૯૧ ભાદ્રપદ શુદિ ૧૧ ને દિને ઉના ( અગર ઉન્નત -કાલના ઉના ગામમાં થયો હતો. ત્યાર પછી તેના પટ્ટધર વિજયસેન સૂરિ થયા. તેઓના સમયમાં કવિએ આદિનાથ વિવાહ અને તેમનાથ રાજીમતિ સ્તવન (સં ૧૬ ૬૭ નું) રચેલ છે. તેમાં તેમનું નામ આપ્યું છે. તેઓએ ઋષભદાસને શિષ્ય તરીકે ઘણું શાસ્ત્રાધ્યયન કરાવી તેના પર પરમ ઉપકાર કર્યો જણાય છે, એટલું જ નહિ પણ તેની કૃતિ પણ જોઈ તપાસી શોધી આપેલ છે. કુમારપાલ રાસને અંતે કવિ પોતે જણાવે છે કે --
“ોલ સંવરિ જાણિ વર્ષ સિત્તરિ ભાદ્રવા શુદિ શુભ બીજ સારી, વાર ગુરૂ ગુણ ભર્યો રાસ ઋમિં કર્યો, શ્રી ગુરૂ સદ્ધિ બહુ બુદ્ધિ વિચારી. કર પુ
ઋષભદાસે પણ તેમને જ પિતાના ગુરૂ તરીકે સ્વીકાર્યા છે. તે ગુરૂનું વર્ણન આપી પિતે કહે છે કે “તે જયસિંહ ગુરૂ માહરો રે.” આમાં જયસિંહ તે વિજયસેન સૂરિનું અપરનામ યા મૂલનામ છે. [ જુઓ વિજય પ્રશસ્તિ, હીરસૈભાગ્ય વગેરે. ] તેમનું વર્ણન આ પ્રમાણે આવે છે –
હીરતણે પાટે હવે, જયસિંહજી ગુણવંત, જિણે અકબરશાહ બૂઝો, દિલીપતિ બળવંત.
જિણે દિલ્હીપતિ દેખતારે, જો વાદ વિવેક, શાહ અકબર રંજીરે, હાર્યા વાદી અનેક. શાહ અકબર એમ કહેર, હીર તણે શિષ્ય સાચ, રહણચળને ઉપરે, તે ય વળી કાચ. જગગુરૂને શિષ્ય એ ખરે દીસે બહુ ગુણગ્રામ, ત્યાં દિલ્હીપતિ થાપરે, સુરિ “ સવાઈ રે નામ. ઋષભ કહે નર તે ભલારે, રાખે પિતાનું નામ, શ્રી આદીશ્વર કુળ જુઓરે, ભરત વધારે મામ. વસુદેવ કુળે કૃષ્ણજીરે, દશરથકુળે શ્રી રામ, નૃપ પાંડુકળે પાંડવારે, જિણે કર્યો ઉત્તમ કામ. ઈણ દષ્ટાંતે જાણજોરે, તે ચેક જગસાર,
નિજ ગુરૂ મા વધારતોરે, સંભારે તે વારંવાર * વિજયસેન સૂરિ—તપાગચ્છની ૫૯ મી પાટે પિતા કર્મશા, માતા કોડમદે. જન્મ સં ૧૬૦૪ નારદપુરીમાં, દીક્ષા ૧૬૧૩. બાદશાહ અકબરે તેમને “કાલિ સરસ્વતી ” એ બિરૂદ આપ્યું. સ્વર્ગગમન સં ૧૬૭૧ જેષ્ઠ વદિ ૧૧ સ્તંભતીર્થે (ઋષભદાસનાજ વતનમાં) થયું. અકબર બાદશાહે સર્વ દશનની પરીક્ષા માટે તે તે દાર્શનિકને બોલાવ્યા તેમાં વિજયસેને જય મેળવ્યો એટલે પાદશાહે કહ્યું કે “ હીરવિજય તે ગુરૂ, અને આ સવાઈ ગુરૂ–એટલે ગુરથી શિષ્ય અધિક છે. * વડ તપ ગચ્છ પાટિ પ્રભુ પ્રગટીઓ, શ્રી વિજયસેન સૂરિ પૂરિ આસ;
ઋષભના નામથી સકલ સુખ પામીએ, કહત કવિતા નર ઋષભદાસે,