________________
શ્રાવક-કવિ રાષભદાસ.
૩૮૯
કેતાએક ગંભીર બેલ, તિહાં માં નાણાં જેહ, કેતાએક પરંપરા વાત, તે જોડી ક્યાં અવદાત. જિનશાસ્ત્ર અનેરા ભલાં તિહાંથી વચન સુણાં કેતલા, રાસ મધ્યે આંધ્યા તેહ, આણ્ય નિતિશાસ્ત્ર વલી તેહ. હેતુ યુક્તિ દષ્ટાંતહ જેહ, શાસ્ત્ર અનુસારિ આપ્યા તેહ, વચન વિરુદ્ધ કહ્યું હોઈ જેહ, મિચ્છા દુક્કડ ભાખું તેહ, કવિતા કાવ્ય શ્લોક નિ દૂહા, કર્યા કવિ જે આગઈ હુઆ, સરસ સુકોમલ આપ્યા નેહ, રાસમાંહિ લેઈ આપ્યા તેહ. એણિપરિ બોલ ઘણું મનિ ધરી, રાજઋષિ ગુણમાલા કરી, સિદ્ધકામકાજ માલી વરી, બહ્મસુતાઈ સાર મુઝ કરી.
-કુમારપાલ રાસ.
(૨) પૂરવિ દેવવિમલ પંન્યાસ, સેલ સરગ તેણેિ કીધા ખાસ,
ત્રિય સહસ નિ પંચ કાવ્ય, કરજેડી કીધાં તેણેિ ભાવ્ય. 'પાંચ હજાર નિ સઈ પાંચ, એકાવન ગાથાવત્પઠને સંચ, નવહજાર સાતસઈ પીસ્તાલ, કરિ ગ્રંથ નર બુદ્ધિ વિશાલ. વિકટ ભાવ છિ તેહના સહી માહીરી બુદ્ધિ કાંઈ તેહવી નહિં, મઈ કીધે તે જોઈ રાસ, બીજા શાસ્ત્રને કરી અભ્યાસ, મોટાં વચન સુણી જે વાત, તે જડી આપ્યા અવદાત,
-હીરવિજયસૂરિ રાસ. (૩) હેમ ચરિત્ર કરે અવભનું. એ આણી મન ઉલ્લાસ,
સેય સુણ વળી મેં રો એ, ભરતેશ્વર નુપ રાસ. -ભરતેશ્વર રાસ આ ત્રણે રાસ પૈકી ભરતેશ્વર રાસમાં જૈન પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્રો ભારત અને બાહુબલિનું ચરિત્ર ધર્મ કથાનક રૂપે છે, જ્યારે ગુજરાતના રાજા કુમારપાલ, અને અકબરબાદશાહના પ્રતિબોધક હીરવિજ્યસૂરિ–એ બંને અતિહાસિક પુરૂષોનાં ચરિત્રો તેમના નામાભિધાનના બે રાસમાં આપવામાં આવ્યાં છે.
હિત શિક્ષાના રાસમાં જૈન શ્રાવકની ધર્મકરણી આપી છે, અને હીરવિજ્યસૂરિના ૧૨ બોલના રાસમાં હીરવિજ્યસૂરિએ પિતાના સમયમાંના વિદ્વાન્ સાધુ અને આચાર્યની સંમતિથી ધમસાગર ઉપાધ્યાય નામના વિદ્વાન્ પરંતુ ઉગ્ર સ્વભાવી સાધુએ રચેલા બીજા જૈન પંથના ખંડનાત્મક ગ્રંથનામે “કુમતિ કુંદાલ” થી ઘણે ખળભળાટ થયો હતો તેથી તેને જલશરણ કરવામાં આવ્યો હતો, અને તે ખળભળાટ અટકાવવા માટે બાર બોલ લખી તેને જૂદાં જુદાં સ્થલોએ પળાવવા માટે મોકલાવી આવ્યા હતા તેનું વર્ણન છે.
ઋષભદેવ અને મલ્લિનાથ એ જેનના વર્તમાન ૨૪ તીર્થંકર પૈકી પહેલા અને ઓગણીસમા તીર્થંકર છે તેનાં ચરિત્રો તેનાં નામના રાસમાં શ્રી હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર નામના ગ્રંથના અનુસાર આપ્યા હોવા જોઈએ. શ્રેણિક એ મહાવીર ના સમયમાં મગધને રાજા હતો કે જેનું બિસ્મિસાર એ નામ બદ્ધ ગ્રંથોમાં જોવાય છે. અભય કુમાર એ તેને કુમાર અને મંત્રી હતા, તેનાં ચરિત્ર તે તે રાસમાં આપ્યાં છે;