SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ શ્રી જૈન શ્વે. કે. હેરલ્ડ, [આ ઉપરાંત બે રાસ ઉમેરી શકાય એક તો જેમાં આ ટીપ છે તે નામે– ૨૮ હીરવિજયસૂરિના બારબલરાસ. સંવત ૧૬૮૪ શ્રાવણ વદ ૨ ગુરૂવાર અને બીજા એક રાસનું નામ શ્રેણિક રાસેની એક પ્રત કે જે “સંવત’ ૧૬૮૭ માઘ વદિ ૮ રવિવારે સા. પકા વીરાનાં પાનાં આણીની ઉતારે છે, લખીત ગાધી માધવસુતા વર્ધમાન પઠનાર્થ સમજી' એ શબ્દોથી સમાપ્ત થયેલી છે તેમાં આપેલી ટીપપરથી માલૂમ પડતું નીચેનું છે૨૯ રોહિણીઓને રાસ ગાથા ૨૫૦૦ (સં. ૧૬૮૮) અને તીર્થકર ૨૪ ના કવિત છે. અને તે ઉપરાંત ભંડારોની ટીપ વગેરે પરથી. ૩૦ અભયકુમાર રાસ. સં. ૧૬૮૪ કાર્તિક સુદ ૮ ગુરૂવાર ૩૧ વીશસ્થાનક તપ રાસ સં. ૧૬૮૫ ૩ર સિદ્ધશિક્ષા (?) રાસ પાટણ ત્રીજા ભંડારમાં છે. સ્તવનમાં સં. ૧૬૬૭ પોષ સુદ ૨ ગુરૂવારે પૂર્ણ કરેલા નેમનાથ રાજીમતિ સ્તવન (નેમિનાથનવરસ), વિજ્યસેનસૂરિના વગેરે વખતમાં કરેલી “આદિનાથ વિવાહ” વિગેરે. કાવ્યની પરીક્ષા તેમાં રહેલાં વસ્તુ, પાત્ર, અને રસ એ ત્રણથી સામાન્ય અંશે થાય છે. રસ સબંધે જણાવીએ કે આ કવિના ઉપરોકત સર્વ કાવ્યો ઉપલબ્ધ થયાં નથી તેથી સર્વ સબંધે કંઇપણ કહી ન શકાય, છતાં મને જે ઉપલબ્ધ થયાં છે તે પરથી જણાય છે કે કવિએ રસની જમાવટ કરવામાં જે ચાતુર્ય, માધુર્ય, કલ્પના, શબ્દ પ્રયોગ, અને વર્ણન શૈલી વાપરેલ છે તે જોતાં તેમણે સફલતા મેળવી છે, અને સત્તરમા સૈકામાંના એક પ્રતિ. છિત અને સમર્થ કવિ તરીકે ગણનામાં મૂકવા લાયકનું સામર્થ્ય બતાવ્યું છે. તેની કેટલીક કૃતિઓ સંસ્કૃત પરથી અનુવાદ છે, છતાં તે એટલી બધી ઉત્તમ છે કે વાંચતાં જણાય તેમ નથી કે તે અનુવાદ છે. (૧) કુમારપાળ રાસ તે જિનમંડનગણિના કુમારપાળપ્રબંધ પરથી (૨)હીરવિજયસૂરિને રાસ તે દેવવિમલ ગણિકૃત હીરસૈભાગ્ય નામના સંસ્કૃત મહાકાવ્ય પરથી અને (૩)ભરતેશ્વર બાહુબલી રાસ તે શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રમાંના ઋષભદેવ ચરિત્ર પરથી રચેલ છે, છતાં દરેકમાં પિતાની કલ્પના, વર્ણન સુંદરતા, પ્રતીયમાન છેજ. (૧) પુર્વ છે જે મહાપંડિત હવ, સૂરિ સેમ પંડિત અભિન, પંચાસમિં પાટિ તે કથા, તવગછ સિરિ કીટ થયો. તેહને શિષ્ય સુપુરૂષ કહિવાય, જિનમંડણ નામિ વિઝાય, કુમારપાલ પ્રબંધ જ કર્યો, સુણતાં નરનારી ચિત્ત કર્યો. શાસ્ત્રમાં સંખ્યા અડત્રીસ, ગ્રંથ કર્યો ગુરૂનામી સીસ સંવત ચઉદ બાણુઓ ભલે, કુમારપાલ ગા ગુણ નીલે. કાવ્ય લોક ગધ જજૂનાં જેહ, કેતાએક માંહિ આયા તેલ, કેતાએક ભાવ ગુરૂમુખથી લહ્યા, તે મિં જેડી વીવરી કહ્યા. સેય ગ્રંથ હવણું વંચાય, મનમાં મન રાખો શંકાય, તે પ્રબંધ માંહિ છે જર્યું, ઋષભ કહે મેં આપ્યું તેઢ્યું. ૬૨. આનું ગુજરાતી ભાષાંતર વડેદરા ગાયકવાડ સરકાર તરફથી, સ્વ. રા. મગનલાલચુનિલાલ વેવે કરેલું પ્રસિદ્ધ થઈ ગયું છે.
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy