________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩૬
કર્માનુસારે દેહે કુળ થયો. શ્રી સૂરિ પૂવોપાર્જિત કર્મ અહિયાસતા થકા ગૂજરાત દેશમાં ભાણપુર ગામે આવ્યા. વડ વૃક્ષ હેઠલ રાત્રીએ સુતાં સ્વમમાં તપલબ્ધિથી અર્ધનિશાએ શાસન દેવીએ આવી કહ્યું અધીશ્વર ! જાગૃત છો? તે દેવીની વાણી સાંભળી સૂરિએ કહ્યું રોગગ્રસ્તને નિદ્રા કયાંથી હોય ?' આવી આચાર્યની વાણિ સાંભળો શાસનદેવીએ બાલિકાનું સ્વરૂપ ધરી આવો તે આચાર્યના જમણા હાથે સૂત્રના નવ કોકડા દઈ મુખથી કહ્યું શ્રી સુરિ ! તમે આ નવ કકડા ઉકેળને, એટલે વિસ્તાર ‘ત્યારે આચાર્યે કહ્યું. મને હે સમાધિ થયે ઉખેળીશ. આ સાંભળી શ્રી સરસ્વતિએ કહ્યું “શેઢી નદીને કાંઠે પલાસ વૃક્ષ હેઠે ચીકણી ભૂમિકા (માટી) છે તે અહિનાણે-એઘાણે પહેલો શ્રી નાગાર્જુન યોગીએ વિદ્યા સિદ્ધિથી ભૂ ભંડારિત બિંબ શ્રી શંભણપાસનો સમહિમા છે ત્યાં તમે જજે, શ્રી થંભણપાસની સ્તુતિ કરજે. કીર્તના કરતાં તે બિંબ સદ્ય પ્રગટ થશે. તેના સ્તોત્રને બળે સકળ રોગ આ દેહ થકી જશે, પણ કોકડા નવ તમે ઉકેલ આમ કહી દેવી શ્રી શારદા વસ્થાનકે ગયા. તેના વચનને અનુસારે ગોદૂધે ચીકણી ભૂમિને અહિનાણે-એંધાણે ખાખર વૃક્ષ હેઠ લઈ જઈ શ્રી અભયદેવાચાર્ય ઉભા રહી શ્રી થંભણપાસની કીર્તિને તપ ' જયતિદ્યણ’ બત્રીસીએ ફણિકણકાર કુરતરણકર ૧૭ એ કાવ્ય સત્તરમું કહેતાં શ્રી પાસબિંબ ભૂમિકાથી તત્કાલ પ્રગટ થયું. શ્રી સંદેઉત્સવે-શ્રી પાસના અભિ“કનો જલ ચિપાત્રમાં ભરી ગૃહસ્થ શ્રી આચાર્યની દેહને છાંટવાથી ગુરૂ અંગથી સકલ રોગ ઉપદ્રવ શમ્યા. દેહ તપ્ત સુવર્ણોપમ વે. મહોત્સવ મંગલ જય શબ્દ થયો. તેજ ડેકાણે સેઢી નદીને તટ થંભણુપુર નામે ગામ થા. પ્રસાદ નિપજાવી વિ. સં. ૧૧૫૯ વર્ષમાં શ્રી અભયદેવસૂરિ થંભણુપુર પ્રાસાદે શ્રી પાસને સ્થાપ્યા. ત્યાંથી વિહાર કરતાં શ્રી અણહિલ્લ પાટણે શ્રી શ્રી પંચાધર પાસને જૂહારી ચોમાસું રહ્યા. તે રહેતાં થયાં એકદા ગુરૂને શાસન દેવીએ આપેલ નવમૂત્રના કોકડાનો ઉપયોગ આવ્યા. ત્યારે શ્રી સૂરિએ વિ. સં. ૧૧૨૦ માં ભગવતી પ્રમુખ નવ અંગ સુત્ર જે સિદ્ધાંત તેની ટીકા રચી. એવામાં શ્રી શંભણ પાસ પ્રગટકારક વિ. સં. ૧૧૪૫ માં શ્રી ગેપ નગરે શ્રી અભય દેવસૂરિ સ્વર્ગ ગયા. ત્યાર પછી કેટલાક વર્ષે ગૂર્જર દેશે યવન રાજ્ય થયો ત્યારે શ્રી સકલ સંઘે મલી પ્રભાવ બિંબ ઝીણી વિ. સં. ૧૩૬૨ વર્ષમાં શ્રી ખંભાયત નગરે સારા ઠેકાણે ઘણે યને શ્રી થંભણ પાસ સ્થાપ્યા. નીલુખ્ય જે સમ નીલવર્ણ દેહ ધારક સકલ પદ્રવવારક તે બિંબ આજ લગી સંપ્રભાવ છે. કહ્યું છે કે
यजंत्यसो स्तभनं पाश्वनाथ प्रभाव पूरे परितसनाथ स्फुटीकारां भयदेवं मृरि यभूमि नगध्यस्थित मूर्तिसिद्धं આ રીતે શ્રી અર્યદેવ સુરિ થઈ ગયા. ઇતિ શ્રી અભયદેવ સરિ સંબંધ.
સિદ્ધરાજ જયસિંહ પુન એવામાં વિ. સં. ૧૧૫૨ માં શ્રી જયસિંહદેવે થી સિદ્ધપુર નગર વાસું-વસાવ્યું. અગ્યાર માલે કરી શ્રી રાલય થાય. પુનઃ શ્રી સુવિધિનાથ-નવમા તીર્થકરને પ્રાસાદ નિપજાવ્યા. રવદાન અવર દરીન પેપી ઘણું સુત્તતઇ (3) કવ્ય કીધા. વિ. સં. ૧૧૫૪