________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩૪૭ ૧૯ માનદેવસૂરિ
શ્રી સૂરિને ભક્તિવંત ગૃહસ્થ ભક્તિ કરી આહાર આપે તો આહાર ન લે એવી પ્રતિજ્ઞા હતી. પર્ વિગયના ત્યાગી, તેના નામમહિમાથી ૧ પદ્મા, ૨ જ્યાં ૩ વિજ્યા અને ૪ અવરાજિતા એ ચાર દેવી શ્રી ગુરૂની ભક્તિ સાચવતી. અમારિ પલાવતી. શ્રી સૂરિએ નાડોલ નગરે લધુ શાંતિ નિપજાવી તેને સંભળાવી તથા તેને જલ મંત્રી છાંટવાથી ચતુવિધિ સંધથી મહામારી કાઢી. સંઘ ઉપદ્રવ રહિત થયો. શ્રી સુરિ સંધના કુશલકારી થયા. શ્રી ગુરૂને વૃધ્ધ સંધ દેશમાં વિહાર થયો ઉચ ગાજીખાન દેરા ઉલ પ્રમુખ નગરે ઘણું સોઢા રાજકુમાર પ્રતિબોધી ઉપકેશ કર્યા. આને વિસ્તાર સંબંધ પ્રભાવક ચરિત્રમાં છે, તે જોઈ વાંચવો.
૨૦ માનતુંગ સૂરિ, અદાયગર્ભિત ભયહર સ્તોત્ર કહ્યા. નમિઉણ એ નામનું સ્તોત્ર શ્રી પાર્શ્વનાથની સ્તવનારૂપી શ્રી પદ્માવતિની કૃપા થકી રયું રેના ઉદ હસન મગ એ આઠમી ગાથા કહેતાં જેણે નાગરાજાને વશ કર્યો.
શ્રી સૂરિએ શ્રી ચક્રેશ્વરીની સહાયથી વૃદ્ધ ભોજરાજની સભાને વિષે શ્રી ભક્તામર એ નામે સ્તોત્ર પ્રગટ કર્યું.
ભક્તામર સ્તોત્રની ઉત્પત્તિ માલવદેશમાં ઉજજે નગરમાં રાજા શ્રી વૃદ્ધ જ રાજ્ય કરતા હતા. ત્યાં મયૂર અને બાણ એ નામે બંને વાડવા મહાવિદ્યા પાત્ર રહેતા હતા. એકદા તે બંને વિદ્યાવિવાદ રાજસભામાં કરતા માંહોમાંહે અહંકાર ધરતા હતા. એક કહે હું વધારે ભણેલ છે, ત્યારે બીજે કહે કે હું અધિક પાત્ર છું” આમ મહામહે મસર ધરતા દેખી વૃદ્ધ ભજે કહ્યું “દક્ષ ! તમે બંને કાશિમર દેશમાં જાઓ. ત્યાં શારદા જેને વિધાર્વત કહે તે મોટો પંડિત.' બંને રાજાનું વચન સાંભળી કાશ્મીર દેશ જવા નીકળ્યા. અનુક્રમે ઘણો માર્ગ ઉઠંધી શારદામંદિર પ્રત્યે પામી ભજન કરી સંધ્યાએ તે બંને સૂતા છે એટલામાં સરસ્વતિએ પરીક્ષા અર્થે મથુરને અર્ધ જાગતાં સમસ્યાપદ પૂછ્યું કે “તારમeથઈ આ સાંભળી મયુરે કહ્યું.
दामोदर कराघात विह्वलीतन चेतसा।
दृष्टं चाणुरमल्लेन शतचंद्रं नभस्थलं ॥ આવી રીતે મયુરે સમસ્યા પૂરી. આ સાંભળી પુનઃ બાણની પરીક્ષા કરવા શારદાએ તે સમસ્યાનું પદ પૂછ્યું. ત્યારે બાણે અર્ધ જાગતા કહ્યું.
यस्या मुत्तंग सौधान विलोल वदनांबुजे
विरराज विभावर्ग शतचंद्र नभस्थलं ॥ આવી રીતે સમસ્યા બાણે પૂરી. આ બંનેની વાણી સાંભળી કુમારિકાએ કહ્યું કે બંને મહા પ્રજ્ઞ છે.' આવું બિરૂદ લઈ કેટલેક દિવસે ઘેર આવ્યા. બંને પંડિત કહે. નાણા. તે પણ મયુરને વૃદ્ધ જાણું ભેજ ઘણે આદર આપે એટલે બાણ દ્વેષ ધરી સ્વહસ્તે ચરિંગ થઇ ચંડિકાના પ્રાસાદે બેઠે. ચંડિકાના કાવ્ય ૬૧ કરી સ્તવના કરી એટલે