________________
૩૦૧
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. ढोल्ला मई तुहुँ वारिओ मा कुरू दीहामाणु ।
निदए गमिही रत्तडी दडवड होइ विहाणु ॥ –હે નાયક મેં તને વાર્યો કે તું દીર્ધમાન કર નહિ, રાત્રિ તે નિદ્રા વડેજ જતી રહેશે (અ) દડવડ-એકદમ-વહાણું એટલે સવાર થશે. | હેમચંદ્રજીના સંબંધમાં રા. બ. કમલાશંકરભાઈએ ગ્રીઅર્સનના લેખપરથી શાળાપત્રમાં એક ઉલ્લેખ કર્યો છે કે–
ઈ. સ. ને ૧૨ મા સૈકામાં થઇ ગએલા હેમચંકે પિતાના શબ્દાનુશાસનના આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ આપ્યું છે, તેમાં અપભ્રંશ નિયમો આપ્યા છે, એ અપભ્રંશ ઉપરથી હાલની ગુજરાતી ભાષા ઉતરી આવી છે.xxx.. ભચંદ્ર જાતે ઉત્તર ગુજરાતમાં રહેતા અને જે અપભ્રંશ ભાષાની એમણે નિયમો અને દાખલા આપ્યા છે તે ભાષા એમના સમયમાં મૃત હશે તે પણ તે સમયમાં બોલાતી ભાષાનું પ્રાચીન સ્વરૂપ છે એ નક્કી છે.”—
| વિક્રમની તેરમી સદીમાં લખાયેલી “નેમનાથ ચતુષ્યદિકા માંથી જૈન મુનિ કૃત ચોપાઈને નમુનેદ-વિનયચંદ્ર સૂરિકૃત
અધિક માસુ સવિ માસ હિ કિરઈ, હરિ કેરા ગુણ અણુહરઈ; મિલિવા પ્રિયઉ બલિ હુય, સ, મુલાવિ ઉગ્રસેણ ધૂય. પંચ સખી સઈ જસુ પરિવારિ, પ્રિય ઊમાહી ગઈ ગિરિનારિ; સખિ સહિત રાજલ ગુણરાસિ, લેઈ દિખ પરમેસર પાસિ. નિમ્મલ કેવેલનાણુ લહેવિ, સિદ્ધિ સામણિ રાજલ દેવિ;
રયણ સિંહ સૂરિ પણમવિ પાય, બાર માસ ભણિયા ભઈ ભાય. ૪૦ ઉપરોક્ત શ્રીમાન વિનયચંદ્ર સૂરિકૃત નેમનાથ ચતુષ્પાદિકાની એક હસ્તલિખિત ઘણી જૂની પ્રત રા. રા. J. S. (Patan) ને મળી આવી છે તે પ્રતને અંતે લખ્યું છે કે “સંવત ૧૩૫૩ ના ભાદ્રકવા શુદી ૧૫ રવી ઉપકેશ ગચ્છીય પં. મહીચંદ્રણ લિખતા પુ.”
રા. બ. હરગોવિંદદાસભાઈ સાહિત્ય માસિકમાં લખે છે કે સંવત ૧૧૦૦ અને ૧૨૦૦ એવા બે સૈકાના ભાષાના નમુના બાકી રહે છે તે તે પુરાવા ઉપર પ્રમાણે છે એ સ્પષ્ટ છે.
સંવત તેરમા સૈકા પછી લખાયલા રાસાઓમાં સપ્તક્ષેત્રી રાસ, પ્રબંધ ચિંતામણિ અને ઉપદેશમાળા એ મુખ્ય છે. એમના નમુના આ પ્રમાણે છે.
“ગામ કુકડીએ કર્યો ચોમાસે, સંવત તેરે પનર માં.”
કવણું પિયાવા ખીરૂ” વિજ્ય નદિ જિણિંદ વીર હથ્યિ હિંવય લેવિણું;
ધમ્મદાસ ગણિ નામિ ગમિ નરિહિં વિહરઈ પુછું.” વિક્રમ સંવત ૧૪૧૨ માં અર્વાચીન ગુજરાતી ભાષાના આદિ કવિ જૈન મુનિ ઉદયવસે ગરમ રાસ રચેલ છે, તેમાંથી નમુને –
દેવ દુંદુભી આકાશે વાજ, ધર્મ નરેસર આવી ગાજી, કુસુમવૃષ્ટિ વિરેચે તિહાં દેવા, ચેસઠ ઇંદ્ર ભાગે જસુ સેવા.