SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ શ્રી જૈન શ્વે. . હેરલ્ડ. ^^^^^• • વખતે જેવી ભાષા બોલાતી હતી તે વખતની તેવી ભાષા પ્રત્યક્ષ જણાઈ આવે છે, અને મીરાંબાઈ વગેરેની ભાષામાં તેમના અનુયાયીઓએ પાછળથી ફેરફાર કરેલ છે એ પણ સાક્ષરોના અભિપ્રાયથી સિદ્ધ થાય છે. આગળ જતાં . બ, હરગોવિંદદાસ ભાઈ લખે છે કે “ગુજરાત શાળામાં સંવત પૂર્વે ૫૦૦ વર્ષથી સંવત ૧૧૦૦ સુધીમાં જે દષ્ટાંત આપ્યાં છે તે જૂની ગુજરાતી નથી પરંતુ જેનોની પ્રાકૃત છે” આમાં તે સ્પષ્ટ છે કે પ્રાકૃતમાંથી અપભ્રંશ થઈ અને તેનું રૂપાંતર તે ગુજરાતી ભાષા છે. સૂત્રોમાં દેશભાષા એટલે અપભ્રંશ ભાષા જ છે અને અંદર ભાગધી, સંસ્કૃત, શિરસની વગેરે ભાષાનું ભરણું છે. જુઓ આચારાંગ સૂત્રની ભાષા “ gii કાળા રે વર્ષ ” જે એક આત્મતત્વને જાણે છે તે સર્વને જાણે છે. આ વાકય તે વખતની દેશભાષાનું જ છે. સંવત ૧૩૧૫ની સાલના રાસને માટે ટીકા કરતાં રા. બ. હરગોવિંદદાસ ભાઈ જણાવે છે કે “સને ૧૩૧૫ ને રાસો તે વખતે ચાલતી ગુજરાતીમાં છે.” આ જોતાં પણ નરસિંહ મહેત કે જેને સંવત ૧૫૧૫ ની સાલમાં હાર મળ્યો હતો અને ત્યારથી જ મુખ્યત્વે એમની ખ્યાતિ થઈ હતી તે કરતાં ૨૦૦ વર્ષ પ્રાચીન છે. અર્થાત નરસિંહ મહેતા કરતાં ૧૩૧૫ ની સાલને જૈન રાસ બેસે વર્ષ જૂને છે એટલે કે નરસિંહ મહેતા કરતાં પણ જેનોએ ગુજરાતી કાવ્યો ઘણા પ્રાચીન કાળથી બનાવી રાખેલાં છે. જેનોની કવિતા ઘણીજ રસપૂર્ણ છે તેને માટે રાવબહાદુર હરગોવિંદદાસ ભાઈ પણ કબૂલત આપે છે કે “ જેઓ એમ કહે છે કે જૈન કવિતા રસ ભરી છે એમ તે કહેવાયજ નહિ તેઓએ જૈન ગ્રંથને સારો અભ્યાસ કર્યો નહિ હશે એમ લાગે છે. શીલવતી રાસાના વિવેચનમાં જણાવેલું છે કે આ કથાઓ ઘણી રસભરી અને મને રંજક હોય છે. કવિની વર્ણન રૌલી તથા સુઘટિત અલંકાર રસ જમાવવાની છટા પણ સારી છે.” જૈન સાધુઓએ ગુજરાતી સાહિત્યની અપૂર્વ સેવા બજાવેલી છે તેની તારીફ કરતાં મુંબઈ સ્મોલકેંઝ કોર્ટના જજ સાહેબ સાક્ષરશ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી એમ. એ. એલ. એલ. બી. કહે છે કે “જુના વખતમાં જન સાહિત્યકારોની કલમે જે કામ કર્યું છે તેને અંગે થએલો લાભ અત્યાર પહેલાં પ્રતિષ્ઠિત જૈનેતર સાક્ષરોએ એકે અવાજે કબૂલ રાખે. છે. કેટલાએક જૈન સાધુઓની કૃતિને લીધે જ મુસલમાની દેહના નિસ્તેજ સમયમાં ગુજરાતી સાહિત્ય રૂપી દીપ પ્રકાશિત રહેલ. ઈતિહાસ, ફિલસુફી, નીતિ, ધર્મ વગેરે ઘણા વિષયોને જૈન લેખકોએ ખેડેલા છે.” જેનેએ શબ્દ સાહિત્યને માટે જે અગત્યનો ભાગ ભજવેલો છે તેને માટે રા. રા. ચુનીલાલ વર્ધમાન શાહ લખે છે કે “પૂર્વ કાળમાં પ્રચલિત ભાષાનું શબ્દ સાહિત્ય વધારવામાં જૈનધર્મો અને જૈનધર્મીઓએ અગત્યને ભાગ લીધો હતો અને તેના સંસ્કારો અત્યારે ગુજરાતી ભાષામાં રહ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.” જૈનધર્મ અને જૈનસાહિત્યના સંબંધમાં પ્રોફેસર નરભેશંકર પ્રાણજીવન દવે એમ. એ, લખે છે કે “બ્રાહ્મણ વર્ગ બહુ જ આગળ આવ્યો, કારણ કે એ વર્ગ વિના યજ્ઞ
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy