SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ કેજરન્સ મિશન. ૨૩૫ આટલું કહી કહેવું જોઈશે કે હજુ આપણામાં યોગ્ય પુરૂષશિક્ષકે ઉન્ન થયા નથી, ત્યાં સ્ત્રીશિક્ષકેની ક્યાં વાત કરવી? સ્ત્રી શિક્ષકોની ઘણી જરૂર છે, પરંતુ તેને માટે હજુ ઘણે વખત જોઈશે તે સંબંધી બેએક યોજના પ્રજા સંમુખ આ માસિકના એક ગત અંકમાં મૂક વાની અમે તક લીધી છે. પુરૂષ શિક્ષકો માટે ટ્રેનિંગ કૉલેજ જેવી યોજના મૂકાઈ છે પરંતુ તે અંગે હજુ કાંઈપણ પ્રયત્ન થયો નથી, જ્યારે જેન કોલેજ–અરે જેન યુનિવર્સીટી જેવી મહાભારત અને ચાંદ પકડવા જેવી ચીજનાને વિચાર થાય છે તથા તે પ્રત્યે અનુમોદન અપાય છે ! અસ્તુ. શિક્ષકે સારા તૈયાર થાય તે માટે યોગ્ય સાધનો જેવાકે ડીબેઇટીંગ સોસાઇટી–વ7પ્રચારક સભા, વાંચનાલય કે જેમાં શિક્ષણવિષયક પત્રો જેવાકે “કેળવણી “ગુજરાત શાળા પત્ર આદિ તેમજ અન્ય સામયિક પત્રો હોવાં જોઈએ, અર્થ પાઠ આપી શકાય તેવાં સાહિત્ય, નકશાઓ, ચિત્રો વગેરે પૂરાં પાડવાની જરૂર છે, અને તેઓને ઉત્સાહ વધે તે માટે ઉત્તેજક ઇનામો ( રોકડ, કે પુસ્તકાદિ ) આપવાની જરૂર છે. તે ઉપરાંત શિક્ષણશાસ્ત્ર, માનસશાસ્ત્ર આદિ પુસ્તકો પૂરાં પાડી તેમનું મનન કરાવવું ઘટે છે. . આ રિપોર્ટમાં આ સંસ્થાને ન લગતાં એવાં ઘણાં ખાતાને રિપોર્ટ આપેલ છે. બધાં મળી ૨૫-૨૬ ખાતાંઓ છે. આ રીત એગ્ય નથી. આમાંના ખાતાં પેકી શ્રી જ્ઞાન ખાતું જોતાં પુસ્તક લખાવવામાં જે પૈસા ખર્ચ થાય છે તે ઘણો ઉપયુક્ત છે. તે માટે પુસ્તકની - ચુંટણી પણ સારી થઈ છે. આ સિવાય પડીઓ છપાવી ભેટ ખાતું પણ ઠીક કાર્ય કરે છે. . આ ચોપડી છપાવવા સંબંધમાં ડું વકતવ્ય કહી આ અવલોકન સમાપ્ત કરીશું. અત્યાર સુધીમાં આ મંડળે ૨૦ પુસ્તકે પ્રકટ કર્યા છે. તે પુસ્તકે એકંદરે ઠીક છે, પરંતુ આ મંડળ કેવાં પુસ્તકો છપાવે તો વધારે સારું એ સંબંધમાં કહેવું જોઇશે કે કેળવણીના પિતાના ઉદ્દેશને સારી રીતે યુક્ત થાય, જીવવિચારાદિ પ્રકરણે દરેક શાળામાં ચાલે છે તેને નવીન સ્વરૂપમાં વિસ્તા રપૂર્વક સમજ સાથે આગમાનુસાર લખાય,તો બહુ ફાયદો થાય. કેટલાંક કુલ છે તેને પ્રગટ કરાવવા ઘટે છે; અને એક અભ્યાસક્રમ કન્ફરસના અભ્યાસક્રમાનુસાર નિત થાય તે તે ક્રમને અનુકૂલ પુસ્તક રચાવવાં જોઈએ છે. છેવટે ઉપસંહારમાં આ શાળાએ કરેલી સેવા ભૂલી જવી જોઈતી નથી. જેનવિજ્યના અધિપતિ મહુભ રા. મોહનલાલ અમરશી આ શાળામાં અભ્યાસી વિધાથી હતા. આ શાળામાં ભણું આવેલાએ કેટલીક શાળાના શિક્ષકની ગરજ સારી છે અને આશા છે કે વઢિવા હિત શાહ એ સૂત્રોનુસાર અમારી ઉપરેત નમ્ર સૂચનાઓ લક્ષમાં લેવાશે તો ઘણું સુંદર પરિણામ આવી શકશે એમ અમારું ચોક્કસ માનવું છે. કૉન્ફરન્સ મિશન. ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદનો પ્રવાસ, વસઈ-નામ ગરાસીઆઓને એકઠા કરી વ્યસન અને હિંસા વિરુદ્ધ ઉપદેશ કરવાથી મધ-માંસ અને વ્યસનની પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી (બહારગામ તે પાળવામાં
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy