________________
કટર
જૈન કોન્ફરન્સ હેરલ્ડ. છુટી છવાયેલી સખાવતેનું પરિણામ યથેષ્ટ આવી શકતું નથી, એટલા માટે એ જરૂરનું છે કે સઘળી રકમો એક જગાએ એકઠી કરવાની અને એક જ જગાએથી આખા હિંદના શ્વેતાંબર જૈન ભાઈઓને અભ્યાસ માટે મદદ મોકલવાની યોજના ગોઠવવી.
આવી એક યોજના ઘડી તે પ્રમાણે વ્યવસ્થા તાકીદ કરવા અત્રેના કેટલાક ધમપ્રેમી મહાશય પ્રયત્ન કરતા જોવાયા છે. એને પરિણામે બેએક મહાશયો તરફથી બે યોજનાઓ અમને મળી ચુકી છે, જે પૈકી એક જન જૈન ગુરૂકુળ કરવાની સુચના કરે છે અને તે કાર્યને પહોંચી વળવાના રસ્તા વગેરે સુચવે છે; જ્યારે બીજી જના આખા હિંદના શ્વેતાંબર જૈન વિદ્યાર્થીઓ પૈકી જેમને જેવી મદદ જોઈએ તેના પ્રમણમાં ઍલરશીપ, લેનના રૂપમાં અપાતી મદદ, સેન્ટ્રલ બેડિંગ હાઉસ વગેરેની વ્યવસ્થા કરવા સૂચવે છે અને તેને લગતું ખર્ચ કેવી રીતે મેળવવું એ બાબતના રસ્તા સૂચવે છે. કેટલાક સ્થાનિક આગેવાનોએ આ પછી દેવલાલી ગુરૂકુળની મુલાકાત પણ લીધી હતી અને એ બાબતને અનુભવ લઈ ફંડ માટે કશીશ આદરી હતી, પરંતુ તેઓને શરૂઆતમાં જ કેટલીક મુશ્કેલીઓ અનુભવવી પડી છે. મુશીબતે ગમે તે પ્રકારની છે, અને ગમે તેટલી સંખ્યામાં છે, પણ વિદ્યાપ્રચારનું કામ હવે તે એટલું બધું અનિવાર્ય થઈ પડયું છે કે ગમે તે એક યોજના મંજુર કરી તે ઉપર અમલ કરવામાં વિલંબ થવા ન દેવો એ જ ઈચ્છવા યોગ્ય છે. - વ્યાપારીઓ, ગૃહ ! હમે સમાજના “પટ” રૂ૫ છો. પેટમાં પડેલું અન્ન કઈ પેટના ભોગવવામાં આવતું નથી, પણ લેહી બની આખા શરીરમાં જાય છે. તેમ તમારું જે દ્રવ્ય છે તે સમાજ રૂપી શરીરના પિષણ અર્થે હમને કુદરતે સાચવવા સેપ્યું છે. હમારે તે દ્રવ્ય રૂપી અન્નનું શક્તિ રૂપી લોહી બનાવી તે શક્તિ સમાજરૂપ શરીરને વહેંચી આપવી જોઈએ છે. તમને જાતઅનુભવથી માલમ હશે જ કે આજકાલ ખર્ચ વધી પડ્યાં છે અને આવકનાં સાધન છેકજ ઘટી ગયાં છે.
દરેક વ્યાપારમાં–નોકરીઓમાં તમામમાં હરીફાઈ વધી ગઈ છે. યુરોપીઅનેએ વ્યાપાર એકહાથ કરવા માંડે છે. આપણા દેશના ન્હાના ન્હાનાં ગામડાંઓમાં પણ તે લોકો પહોંચી વળ્યા છે અને જથ્થાબંધ માલ ખરીદી વ્યાપાર એકહાથ કરે છે. આપણે અગાઉની માફક વ્યાપારમાં કે નોકરીની બાબતમાં એક ગામ કે એક પ્રાંતના મનુષ્યોથી હરીફાઈ કરવાની નથી પણ આખી દુનીઆના માણસો આપણીથી હરીફાઈમાં આવતા હોવાથી, જે આપણે એવા જબરા હેઈએ કે સર્વથી હરીફાઈમાં જીતી શકીએ તે જ પેટપૂર રોટલે મેળવી શકીએ; નહિ ભૂખ્યા મરવાનું છે. ત્યારે હવે વિચાર કરે કે, આપણાં બાળકોને હરીફાઈ તે આખી દુનીઓ સાથે કરવાની છે અને કેળવણી તો એક ગામડામાં મળતી હોય તેટલી જ લઈને અપાસરામાં બેસી જવું છે, ત્યારે તેવી અને તેટલી કેળવણીથી અને તેટલી બુદ્ધિથી આપણું પેટ કેમ કરી ભરાવાનું હતું? જૂઠ, છળકપટ, કન્યાવિય, ચર્મદલાલો, ધર્માદાનું દ્રવ્ય હોઈ કરવું એ સઘળા આજકાલ જોવામાં આવતા દુર્ગુણ માત્ર હરીફાઈમાં જીતવાની શક્તિને અભાવે અને બહોળાં ખર્ચ ફરજ્યાત હોવાના પરિણામે જ ઉભવ્યાં છે. ઘરમાં પૈસો હોય નહિ, અને પૂર્વજોનું નામ સાચવવા ખાતર હેટા વરા કરવા પડે અગર માની લીધેલા ગુરૂના માનમાં ડેટી ધામધુમો