________________
પાંચમા ધોરણમાં હાલ તુરત ઇનામ નાનાં દેખાય છે. પણ જે વિભાગમાં બેસનાર નહીં હોય તેનાં ઈનામો અન્ય વિભાગમાંના ઈનામની રકમ અથવા સંખ્યા વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. તે દરેક પેટા વિભાગનાં ઇનામે એક બીજાથી સ્વતંત્ર છે, તેથી તે ધોરણના વિભાગમાં અંદર અંદર હરીફાઈ રહેશે નહીં.
બીજા ધોરણમાં અને ત્યાર પછીના ધોરણમાં નવસ્મરણ સિવાય કોઈ પણ વિષયમાં મુખપાઠને સવાલ પરીક્ષામાં પુછવામાં આવશે નહીં.
સને ૧૯૧૧ ની પરીક્ષામાં જે બીજા ધોરણમાં પાસ થયા હશે તે આ વરસે બીજા ધારણના (૧) લા પેટા વિભાગમાં બેસી શકશે નહીં પણ તેજ ધોરણના (૨ જા) વિભાગમાં બેસી શકશે. તેમજ ત્રીજા ધોરણમાં પાસ થયા હશે તે બીજા ધોરણના (૨)જા પેટા વિભાગમાં બેસી શકશે નહીં. પણ પેટા વિભાગ (૧) લામાં બેસી શકશે. ચોથા ધોરણમાં પાસ થયેલ વિદ્યાર્થી, ધોરણ પાંચમાના પેટા વિભાગ (૨) જોમાં બેસી શકશે નહીં, તેમજ પાંચમા ધોરણમાં પાસ થયેલ વિધાર્થી ચોથા ધોરણમાં બેસી શકશે નહીં.
આંખે અપંગ હોય તેને માટે લખનારની વ્યવસ્થા કરી લેવામાં આવશે તે તેની ગ્યતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે પણ તેને ઈનામ મળશે નહીં.
આ પરીક્ષાના ધેરણ વિગેરે સંબંધમાં ખુલાસે પૂછવો હોય તે નીચેના સરનામે પૂછી મંગાવો.
પરીક્ષામાં બેસવા ઈચ્છનાર દરેક વિદ્યાર્થીએ નવેંબરની ૩૦ મી તારીખ પહેલાં પહોંચે તે પ્રમાણે અરજી બોર્ડના સેક્રેટરી તરફ મોકલી આપવી. દરેક અરજીની ચે જણાવેલી વિગત સાથે મોકલવી.
દ આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોએ નામ, ઠેકાણું, ગામ, ઉમર, જન્મ તારીખ, જન્મ ભૂમિ, ક્યા ઘેરણમાં, કયા પેટા વિભાગમાં, કયે સ્થળે પરીક્ષા આપવી છે, તેમજ તેની વ્યાવહારીક કેળવણુ કેટલી છે અને ધંધો શું છે તેની વિગત નીચેના શરીરનામે ચેખા અક્ષરે લખી મોકલવી.
પરીક્ષા તા. ૨૮-૧૨-૧૩ સં. ૧૯૭૦ ના પોષ સુદ ૧ ને રવિવારે બપોરે ૧ થી ૪ વાગ્યા સુધી ઉપર જણાવેલી જગેએ લેખીત લેવાશે.
પાયધૂની-પષ્ટ નં. ૩ /
મુંબઈ તે
મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મોહનલાલ દલીચંદ દેસાઈ
ઓનરરી સેક્રેટરીઓ, શ્રી જૈન તાંબર એજ્યુકેશન .