________________
૪૩૪
જેન કરન્સ હૈરછા
લાકડાના ડાબડા કરવવામાં આવતા હતા, અને જે જે હસ્તલિખિત પ્રતે હેય તેનાં નામ દર્શાવનારી કાગળની પટીઓ ચારેબાજુ મૂકવામાં આવતી હતી. અને તેપર પાનાંની સંખ્યા પણ સેંધવામાં આવતી હતી. આ પુસ્તકો ડાબડામાં ઉદ્ધાઈ આદિ જંતુઓના ભોગ ન થઈ પડે તેને માટે ડાબડામાં અમુક જાતની સુંગધી વસ્તુઓના મિશ્રણની કોથળીઓ રાખવામાં આવતી હતી અને તે ઉપરાંત તે ડાબડાઓ વરસમાં કેટલીક વખત ઉઘાડી જોઈ તેને ફરીવાર પેક કરવામાં આવતા હતા કે જેથી જે કંઇ જંતુને ઉદ્ભવ થયે હોય તે તે જંતુને કાઢી નાંખવામાં આવતું. આ પુસ્તકને રેશમી કે બીજા વધી લપેટી લેવામાં આવતા હતા અને પછી ડાબડામાં બરાબર કંઈ માર્ગ ન રહે તેવી રીતે મૂકવામાં આવતા હતા. ડાબડાઓ ઘનાકાર હતા, અને પાંચ બાજુઓ એક બીજાને જેડલી હતી અને છઠી બાજુ જે દાબડાનું મુખ તે ઉઘાડું રાખવામાં આવતું હતું, અને તે બંધ કરવા માટે બે બાજુએ નાની પટી મારવામાં આવતી કે જેમાં તે છઠ્ઠી બાજુ પૂરવા માટે રાખેલું પાટીઉં બરાબર બેસી જતું હતું. પુસ્તકે તાડપત્ર ઉપર કે અમદાવાદી જાડા કાગળના પાના પર કાળી શાહીથી અને તે લાંબી લીટીમાં વિષમચારસના આકારના પાનામાં લખવામાં આવતા. તેમાં કેઈ શ્લોક પૂરો થતું કે આંકણી આવતી કે, અધ્યાય સર્ગ પૂરે થતું ત્યારે લાલશાહીને ઉપયોગ કરવામાં આવતું. આ શાહી એવી સરસ રીતે બનાવવામાં આવતી કે છસો વરસ ઉપરનાં લખાયેલાં પુસ્તકે હાલમાં જતાં નવા જેવા સફાઈદાર અક્ષરે પૂર્ણરીતે બતાવી શકે છે મતલબ કે પૂર્વ છાપખાનું ન હોવાથી પુસ્તકો એવીરીતે લખવામાં આવતા કે તેનું ચિરસ્થાયીપણું રહે. રચનાર પિતે લખીને લહીને લખવા આપતા અને તેઓ લખવાની પદ્ધતિમાં પૂર્ણ અભ્યાસી અને કુશળ હેવાથી કરેલ અક્ષરે ધીમેથી બરાબર લખી આપતા અને તે ઉપર પોતાનું ગુજરાન કરતાં. રચનાર તે પછી શુદ્ધિ કરતા, અને ત્યાર પછી અમુક ભંડારમાં મૂક્તા. રચેલ પુસ્તકની એક કરતાં વધુ ન કરાવી દેશ દેશના ભંડારોમાં મોકલવામાં આવતી, અને તેથી જ એક પુસ્તકની અનેક પ્રતે આપણે જુદે જુદે સ્થલે રહેલી-જળવાઈ રહેલી જોઈએ છીએ, અને તેથી પુસ્તકશોધનમાં બહુ ઉપયોગી થઈ પડે છે. કેઈ પુસ્તક બહુ ઉપયોગી જણાતું અને લોકપ્રિય થતું તે પછી તેની અનેક પ્રત થઈ જતાં હાલમાં પણ જૂનાં અને અપ્રસિદ્ધ હસ્તલિખિત પુસ્તકોની નકલ લહીઆ માર્ફતે થાય છે, અને જુની શૈલીએ ભંડારોમાં પુસ્તક રાખી સાચવવાની વ્યવસ્થા ચાલુ છે.
આ પુસ્તકોની સંપૂર્ણ ટીપ રાખવી એ ખાસ આવશ્યક છે કારણ કે તેથી ઐતિહાસિક બાબતે મળી શકે છે એટલું જ નહિ, પરંતુ બીજી અનેક બાબતો ભળવાથી શેધકને સરલતા થઈ પડે છે, અને તે આપણે આગળ જોઈશું. હમણાં ટીપ કેવી રાખવી તે સંબંધી બોલીશું. આ માટે જૈન. કોન્ફરન્સ રૂ. તરફથી પ્રોફેસર રવજી દેવરાજે લીંબડી જ્ઞાનભંડારની ટીપ પુસ્તક તપાસીને તૈયાર કરી આપી છે તે પરથી જે ઘણું જાણવાનું મળી શકે છે તે અહી રજુ કરીશું. તે ટીપમાટે ભંડાર તા. ૩૦-૩-૧૮૦૬ એ જેવો શરૂ કર્યો હતો, તા. ૨-૫-૧૮૦૬ ને રોજ જોઈ લીધું હતું અને તા. પ-પ-૧૪૦૬ ને રોજ ટીપ લખવી શરૂ કરી હતી અને તા. ૧૮-૫-૧૮૦૬ ને રોજ પૂરી કરી હતી,
આમાં નીચે પ્રમાણે ખાનાં પડ્યાં હતાં –