________________
૩૮૪
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ.
બુદ્ધનો અંતિમ ઉપદેશ.
હવે બુદ્ધના નિર્વાણને સમય નજદીક છે; મહા પ્રતાપી મહાત્મા–અનેક જીવની રક્ષા કરનાર, દયામય–પ્રેમમય આત્મા હવે આ દુનિયામાંથી જતા રહેવાના છે. મહાત્માઓ અંત સમયે પણ વિશ્રાંતિ લેતા નથી ને જગતના કલ્યાણ અર્થે છેવટ સુધી પ્રયત્ન કરતા રહે છે. મહાવીર ભગવાને નિર્વાણ સમયે સોળ પહોર સુધી દેશના દેવા માટે પિતાની વાણીની અખંડ અમૃતધાર વર્ષથી, તેમ બુદ્દે પણ છેવટને વખત દેશનામાં ગાળે. તેનું છેવટનું વાક્ય એ હતું કે “ઉગ કરી મેક્ષ મેળો.” કેવું અનુપમ અને સુન્દર અર્થે ભર્યું વાક્ય !
આનંદ નામના શિષ્યને બેલાવી તેમણે ઉપદેશ આપ્યો કે, “હે આનંદ! તું કદાચ એમ વિચારે કે હવે ગુરૂ ગયા તેથી ધર્મનો અંત આવ્યો; પણ કદાપિ એમ ધારતે નહિ. મારા નિર્વાણ પછી મેં ઉપદેશેલે ધર્મ અને સંધના નિયમો એજ ગુરૂરૂપ થશે. ” મોટા નાનાને વિનય શી રીતે સાચવવો તે પણ સમજાવ્યું.
આજકાલ મેટા નાનાના વિનયનું ઠેકાણું નથી–વિનય વગર ધર્મ હોઈ શકે જ નહિ. વિનય એજ ધર્મનું મૂળ છે. વળી “ વિદ્યા વિનયન શોભતે વિદ્યા પણ વિનય વિના શોભતી નથી માટે વિનયન ગુણ એ ધારણ કરવાનું છે. કિ વાર વિનયન વિનાં વાસ પાત્રતામ ” એમ વિનયથી જ પાત્રતા આવે છે. પાત્રતા વગર ધર્મના અધિકારી થઈ શકાતું નથી માટે પાત્ર બનવા વિનયવાળાં થવા મહેનત કરવી. વળી વિનય જેવું આ દુનિયામાં વશીકરણ નથી, વિનય એ મહા મેં–અમૂલ્ય મંત્ર છે.
પશુઓનું બલિદાન અટકાવ્યું એ બુદ્ધનું મેટામાં મોટું શુભ કર્મ છે. “દેવને પ્રસન્ન કરવાને માર્ગ ઉમદા અને પવિત્ર જીવન છે; પશુઓનું બલિદાન આપવાનું નથી, પણ પાશવ વૃત્તિઓને ભેગ આપવાની જરૂર છે; અને બાહ્ય ક્રિયાઓ કરતાં, જીવનની શુદ્ધતા વધારે ઉપકારક અને વધારે સુખપ્રદ છે.”
બાહ્ય ક્રિયાઓ કરતાં જીવનની શુદ્ધતા એજ શ્રેયસ્કર અને આત્માને તારનાર છે. બાહ્ય ક્રિયા એ લોકાચાર છે તેમ જીવનની શુદ્ધતા સિવાય એકલી માત્ર ક્રિયાથી કલ્યાણ થતું નથી માટે પ્રથમ જીવનની શુદ્ધતાના પ્રયત્ન કરવા. જીવનની શુદ્ધતા વિનાની થતી દરેક ક્રિયાઓ બાહ્યાડંબરજ છે!
બુદ્ધિ તથા અંતઃકરણ કબુલ કરે તેજ માનવાનું ઠરાવ્યું ને તે ઉપરાંત ઉપર દેશ આપ્યો કે, “કોઈએ કહ્યું હોય તે ઉપરથી, અથવા પ્રાચીન કાળથી ચાલી આવેલી દંત કથાઓ ઉપરથી, અથવા લોકોમાં ઉડતી વાત પરથી, તેમજ ઋષિઓએ લેખ લખેલા છે માટે તે લેખો પરથી, અથવા કોઈ દેવે પ્રેરણા કરી હોય એવા ભ્રમ ઉપરથી, અથવા કોઈ માની લીધેલી બાબતને લીધે આવેલા અનુમાન પરથી, અથવા ઉપમાને લીધે સરખું લાગતું હોય તે ઉપરથી, અથવા તે આપણું ગુરૂઓની કે શિક્ષકોની સત્તા ઉપરથી, કે ઈ પણ બાબતને માની લેતા નહિ; પણ જ્યારે કોઈ લેખ સિદ્ધાંત અથવા કહેવત આપણી બુદ્ધિ તથા અંતઃકરણ કબુલ કરે ત્યારે જ તે સત્ય તરીકે સ્વીકારવાં ! માત્ર કોઈને કહેવા ઉપરથી જ કે એવી કોઈ બીજી રીતે કોઈ પણ વાતને-બનાવને માની લીધામાં આવે તે આપણી બુદ્ધિની