________________
મનુષ્યપૂજાની મજા.
૩૮૭
આ સાંભળીને સોમચંદ શાહે કહ્યું –મહારાજ ! આપનાં દર્શનથી જ મને આટલી બધી અસર થઈ ગઈ તેનું કારણ શું? એ સમજાવવાની કૃપા કરે. કારણ કે હું બહુ બહુ ઠેકાણે રખડ છું અને ઘણાં વરસો સુધી મેં ઘણી જાતની મહેનતે કરેલી છે, પણ કોઈ ઠેકાણે મેં આવો પ્રભાવ જે નથી. માટે એ સમજાવવાની કૃપા કરે.
ત્યારે બુદ્ધ ભગવાને કહ્યું કે બેટા ! તારા મનમાં ઘણી જાતની તૈયારી હતી. તેં આજ દિવસ સુધી જે કાંઈ શુભ કર્મ કર્યા છે, જે સત્સંગ કર્યા છે, જે ધર્મના નિયમો પાવ્યા છે, અને જે દાન કર્યા છે, તે બધાના સંસ્કારો તારા અંતરમાં હતા ! હવે માત્ર તને જરાક અગ્નિની જરૂર હતી, અને એ અગ્નિ તને મારી ઉપરના તારા શુદ્ધ ભાવમાંથી મળી ગઈ, એટલે તારા અંતરની અંદર પ્રકાશ થઈ ગયો. એમાં કાંઈ મારી બલિહારી નથી, પણ તારી અગાઉની તૈયારી એજ મુખ્ય વાત છે. જેને ! આ ઠેકાણે સેંકડો માણસો ઉભેલાં છે પણ તેઓને તારા જેટલી અસર ક્યાં થાય છે ? ભાઈ આ વખતે તારા ચહેરામાં જે દીનતા છે, તારી વાણીમાં જે ગદ્ગદિતપણું છે, તારા અંતરમાં જે ધર્મભાવના છે, તારી લાગણીઓમાં જે જાગૃતિ છે, તારા હૃદયમાં જે વિશ્વાસ છે, તારી બુદ્ધિમાં જે ગ્રહણ શક્તિ છે, તારા મનમાં જે એકાગ્રતા છે, તારી ઈદ્રિમાં જે તેજસ્વિતા છે, અને તારામાં અત્યારે જે નવું જીવન છે તેબીજાઓમાં ક્યાં છે? બેટા, આપણા કરતાં બીજા ઉન્નત આત્માને જોઈને આપણી આવી દશા થઈ જાય તેનું જ નામ સાચી પૂજા છે. અને જ્યારે એવી પૂજા થાય ત્યારેજ કામ થાય છે. માટે યાદ રાખજે કે, તારે પૂજા હવે બાકી રહી નથી, પણ મારી ઉપર તને આટલો બધો ભાવ આવ્યો ત્યારથી જ તું મારી પૂજા કરી ચુક્યો છે. કારણકે, ભાઈ ! તારો આત્મા જાગેલે છે, માટે મારા આત્માને તેના અસલ સ્વરૂપમાં જોઈને તારા આત્મામાં નવું બળ આવેલું છે; અને યાદ રાખજે કે એ તારી આવી પૂજાનું ફળ છે. કારણકે મારે માટે થતી લોકોની વાત સાંભળીને જ્યારે તું અહિં આવવા નીકળ્યા, ત્યારે મારે માટે તેં જે જે વિચાર કર્યા હતા, તથા મને જેવાથી તારા મનમાં જે જે અસર થઈ, એ બધી અસરને લીધે તારા અંતરમાં નવી વીજળી પેદા થઈ, તેથી તેને મારી અંદર કાંઈક વિશેષતા લાગવા માંડી અને જેમ જેમ મારી તરફ તારે પૂજ્ય ભાવ વધતો ગયો તેમ તેમ તે વિશેષતા વધતી ગઈ; એટલું જ નહિ પણ તેમાંથી આગળ જતાં તારો આત્મા ઉછળી નીકળે અને તેણે તારા આત્માને તેના શુદ્ધ સ્વરૂપમાં જોઈ લીધો, તેથી તારું કામ થઈ ગયું છે. અને તેથી તારાં બંધન કપાઈ ગયાં છે. પણ યાદ રાખજો કે, આ બધું થવાનું મૂળ તારી પૂજા છે. જે તને મારી ઉપર આવી પૂજ્ય બુદ્ધિ થઇ ન હોત તે હું તને આટલે ફાયદો કરી શકતા નહિ. માટે આજથી સમજી લે કે, મારી પૂજા કરવી હવે બાકી રહી નથી, પણ મારી પૂજા તે પ્રથમથી જ થઈ ગયેલી છે; એટલું જ નહિ પણ એ પૂજા થઈ ગયા પછી તને આત્મદર્શનનું ફળ મળ્યું છે.
એ સાંભળીને સેમચંદશાહ મહાત્મા બુદ્ધના ચરણમાં પડી ગયો અને પોતાના આ ભાવડે તેના વિશુદ્ધ આત્માને આનંદ ભોગવવા લાગ્યા. એ પછી તેને તે ત્યાંથી ઉઠવાનું મન થતું જ નહોતું પણ બીજા માણસોએ કહ્યું કે, હવે જરા અમને તે પગે લાગવા દો ?