SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યપૂજાની મજા. ૩૮૫ પછી ત્યાંથી ઊઠીને પ્રથમ તેઓ કાશીએ ગયા હતા, અને ત્યાં સારનાથ નામની જગ્યા છે તે ઠેકાણે બેઠા હતા. એ વખતે ત્યાં રખડતા પાંચ અજ્ઞાન માણસોને ઉપદેશ આપ્યો હતો તેથી એ પાંચ માણસોને તુરતજ મુક્તિ મળી ગઈ હતી. એ જોઈને લેકે અજબ થઈ ગયા હતા, તેથી મહાત્મા બુદ્ધની કીર્તિ પવનના વેગથી ચોતરફ ફેલાઈ ગઈ હતી. અને તેની એવી કીર્તિ ફેલાય તેમાં કાંઈ નવાઈ પણ ન હતી. કારણકે બુદ્ધનો ત્યાગ, બુદ્ધની શાન્તિ, બુદ્ધનું તપ, વિશુદ્ધિ, બુદ્ધનું ચારિત્ર, બુદ્ધની સત્યશોધવાની જીજ્ઞાસા, બુદ્ધની સ્વતંત્રતા, અને બુદ્ધનું જ્ઞાન એ અનુપમજ હતું. એટલે તેને સત્ય દર્શન થાય તેમાં કાંઈ નવાઈ ન હતી. તેમજ તેના ઉપદેશથી અજ્ઞાન લેકેને પણ સચોટ અસર થાય ને તેઓના અંતરના પડદા ઉઘડી જાય, તેમાં પણ કાંઈ નવાઈ નહોતી. આવા સ્વર્ગિય મહાત્માની પાસે સેમચંદ શાહ આવી પહોંચ્યા, અને તેમને ધ્યાનસ્થ અવસ્થામાં નિરખવા લાગ્યા. - બુદ્ધ ભગવાનને નિરખતે નિરખતે સેમચંદ શાહને આત્મા જાગી ઉઠશે. કારણકે તેમને ચહેરે જોતાંજ તેને એમ લાગી ગયું કે “આ મહાત્મા માટે લેકે જે જે વાતો કરે છે તે કરતાં તે આમાં ઘણું વધારે છે. ઓહો !! તેમના ચહેરા ઉપર રમી રહેલા આ બધા દેવતાઈ ભાવોનું વર્ણન કેમ કરી શકાય ? બેશક, માણસની વર્ણન શક્તિ બહુજ અપૂર્ણ છે. જે જે કહેવું જોઈએ તે બરોબર રીતે કહી શકાતું જ નથી, એમ બુદ્ધ ભગવાનનાં દર્શનથી મને લાગી જાય છે. આહા ! શું આ મહાત્માની શક્તિ ! શું તેની ગંભીરતા ! શું તેના આત્માને આનંદ ! અને શું તેના હૃદયની ઉચ્ચ ભાવના ! મને તે એમ લાગે છે કે તેના અંતરના પડેપડમાં આત્મતિ ઝળકી રહી છે. તેના શરીરનાં બધાં રૂવાડાં પ્રકાશ ફેંકી રહ્યાં છે. તેના શરીરની અંદરનાં બધાં પરમાણુ આનંદના આનંદમાં નાચી રહ્યાં છે. તેના ચહેરા ઉપર જે અલૈકિક તેજ છવાઈ રહ્યું છે અને જે તેજનાં કીરણ બહાર વહ્યા કરે છે તે કિરણમાં મને મેક્ષને આનંદદેખાઈ જાય છે, અને તેકિરણે જાણે અમારામાં પણ કાંઈક રેડી દેતાં હોય એવો મને અનુભવ થાય છે. ઓહો ! આ મહાત્માના ચહેરામાં શું છે ? મને એ કહેતાં આવડતું નથી, પણ મારું હૃદય ગળી જાય એવું કાંઈક તેમનામાં છે. આ તેમની મચેલી આંખો મને શું શીખવે છે ? એ આંખો જોઈને મને જગતના મેહ તરફ એ રીતે આંખો મીચી દેવાનું મન થઈ જાય છે. આ તેમના કપાળની કરચલીઓ મને તપ કરવાની સૂચના કરે છે અને તપમાં શું બળ છે તે મને સમજાવે છે. આ તેમના ચહેરા ઉપર જે કુદરતી આનંદ છવાઈ રહ્યા છે તે આનંદ અને તેઓના ચરણમાં ઝૂકી પડાવે છે. અને તેમના મસ્તક ઉપરના વેત કેશ મને જાણે પવિત્રતા આપતા હોય એમ મને લાગે છે. આહા ! શું એક મહાત્માનું શરીર પણ આટલી બધી અસર કરી શકતું હશે? ધન્ય પ્રભુ ! ધન્ય !” આવા વિચારે જ્યારે તે કરી રહ્યા હતા ત્યારે તેની પોતાની અંદર પણ અજબ જેવા ફેરફાર થઈ ગયા હતા. જેમકે – એ વખતે તેની નાડીની ગતિમાં તથા તેના શ્વાસના ધબકારામાં પણ ફેર પડી ગયે હતો. એ વખતે તે દુનિયાને ભુલી ગયું હતું. એ વખતે તેના અંતરમાં ઘણી જાતની વૃત્તિઓ નાચી રહી હતી. એ વખતે તેની આંખોમાં અનેક ભાવ વાળી કાંઈક ખાસ રોશની ચમકી રહી હતી. એ વખતે તેના ચહેરા ઉપર એક કુદરતી પ્રકાશ ફેલાઈ રહ્યા હતો. એ વખતે જાણે તેના પુન્યનો ઉદય થઈ ગયો હતો. એ વખતે જાણે તેની ઉપર
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy