________________
સ્ત્રીઓને પોશાક.
૩૮૩
આ બાબત સ્ત્રીઓએ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. માસિક ત્રીશ રૂપિઆની આવક વાળા કુટુમ્બની સ્ત્રીઓ ત્રણસે રૂપિઆની માસિક આવકવાળા કુટુમ્બની સ્ત્રી બરાબર વસ્ત્રાલંકાર પહેરવાની ઈચ્છા રાખે, વસ્ત્રાલંકારમાં તેની સાથે સ્પર્ધા કરવા યત્ન કરે, એ યોગ્ય નથી એટલું જ નહિ પણ અને આ પદ્ધતિ ઓછી આવકવાળા કુટુમ્બની પાયમાલી કરે છે. પૂરતા સાધન વગરના લેકે શકિત ઉપરાંતનાં ખર્ચથી વસ્ત્રાલંકાર ધારણ કરી, ડે વખત અજ્ઞાન લોકોને આંજે છે પણ આ ખોટો ઠાઠ લાંબો વખત ચાલતું નથી, પોકળ બહાર પડી જાય છે અને તેઓ હાંસીને પાત્ર થાય છે.
કેટલાક એમ માને છે કે, સ્ત્રીઓને પિશાક, પુરૂષના પિશાક કરતાં વધારે સુન્દર અને મેહક રહેવો જોઈએ. આ વિચારને હું કેટલેક અંશે સ્વીકાર કરું છું. પરંતુ પિતાનો પિશાક સુન્દર અને મેહક રાખવાના સંબંધમાં સ્ત્રીઓએ હદ બહાર ચીવટ બતાવવી એ પિતાની જરૂરીયાત, પિતાનાં ખર્ચ, પિતાની ઈચ્છાઓ હદ બહાર વધારવા સમાન છે અને તેનું પરિણામ પુરૂષોને હદ બહાર અધીન થવામાં, તેમની અયોગ્ય ઈચ્છાઓને પણ અનુકૂળ થવામાં, પુરૂષોનું દાસત્વ ભેગવવામાં, કૌટુમ્બિક કલેશમાં, ખરાબીમાં આવે છે એ નિર્વિવાદ છે. સ્થિતિને અંગે હરકત ન હોય તે પરણ્યા પહેલાં છોકરીઓ વિવિધ પ્રકારના વસ્ત્રાલંકાર પહેરે એમાં હરકત લેવા જેવું ખાસ કાંઈ જણાતું નથી. એપિકટેટસ કહે છે તેમ અવિવાહિત છોકરા છોકરીઓની ટાપટીપ કાંઈક બચાવ કરવા જેવી છે પણ વિવાહિત ટાપટીપ કરે એ શારીરિક વાસનાઓને સ્ત્રી પુરૂષ હદબહાર હદ બહાર બહેકાવવા જેવું છે. આ રીતે મારા ધારવા પ્રમાણે તે સ્ત્રી પુરૂષોએ સુન્દર અને મોહક દેખાવાના પ્રયત્ન કરતાં, સ્વચ્છ અને સુઘડ દેખાવાને પ્રયત્ન કરે વધારે યોગ્ય છે. કિંમતી વસ્ત્રાલંકાર માત્રથી પિતાને સુન્દર અને મોહક બતાવવા અભિલાષ રાખનાર સ્ત્રીઓ જ્યારે ઢીંગલીઓ જેવી જણાય છે, ત્યારે સ્વચ્છતા અને સુઘડતા વડે કુદરતથી ઓછા રૂ૫ વાળી સ્ત્રીના સન્દર્યમાં કાંઈક વિશેષતા માલમ પડે છે અને જે કુદરતથી સુન્દર હય, તેનું સૈન્દર્ય સ્વચ્છતા અને સુઘડતા વડે વધારે આકર્ષક બને છે.
સંક્ષેપમાં, કહેવું જોઈએ કે, સામાન્ય રીતે આપણું નિધન દેશમાં વસ્ત્રાલંકારની જરૂરીયાત, ઝાઝી ન વધે એ જોવાની ખાસ જરૂર છે. દેશના ગરીબ તેમ તવંગર લેકે ના પૈસા ફેશનની નિરર્થક ફિશિયારીઓમાં, નિર્લજતામાં ખર્ચાય તેને બદલે, કુટુમ્બના તેમ દેશના ખરા કલ્યાણના માર્ગમાં ખર્ચાય એ ખાસ જોવા જેવું છે. આગળ કહેવામાં આવ્યું છે તેમ છંદગી પહેરવેશ માટે નથી, પહેરવેશ જીંદગી માટે છે અને સુજ્ઞ સ્ત્રી પુરૂષોએ, પિતાના દ્રવ્ય અને સમયનો વ્યય વસ્ત્રાલંકારની નિરર્થક ટાપટીપમાં કરવા કરતાં, લેકકલ્યાણના કાર્યમાં તેને વ્યય કરવો ઘટે છે. ગંદાં ન દેખાવું તેમ વસ્ત્રાલંકારની ઘેલાઈ ન કરવી–તે સાથે સ્વચ્છતા અને સુઘડતાને માર્ગ ગ્રહણ કરે એજ ઈષ્ટ છે એમ મારું માનવું છે.