________________
૩૦૨
જિન દ્વારા ઠેરઠ.
ને જેમાં આભાસ પણ ન હોય તેવી વ્યક્તિઓ પણ સન્માન પામે છે ! અહંકારજન્ય બેદરકારી અને કમરહિતતા એ સાધુસંપ્રદાયનાં મુખ્ય લક્ષણો છે એમ આજે કેટલાક લોકોની માન્યતા છે; પિતાના મનમાં મસ્ત રહેવું, જગતની પરવા કરવી નહિ, કંઈ પણ કામકાજ કરવું નહિ, આળસમાં દિન વ્યતીત કરવા કે ધર્મને નામે મિથ્યાચાર સેવવા એને સાધુપણું કેટલેક સ્થળે સમજવામાં આવે છે. કેવો ભૂલભરેલે ખ્યાલ ! મુનિઓના કર્મયોગ ઉપર કેટલુંક આગળ લખવામાં આવશે; અહિં માત્ર એટલું જ જણાવીશું કે, સાધુ સંપ્રદાય એ એક ઉંચામાં ઉંચું અધ્યાત્મ જીવન છે; તે સંપ્રદાય પાળનારાઓ હેટી મોટી ભાવના
ને આચારમાં મૂકી જનસમુદાયનું કલ્યાણ કરે છે. સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે, સાધુઓ જનસમાજને ભારરૂપ થઈ પડે છે; પણ સાધુ (તેના ખરા અર્થમાં) કોઈ પણ રીતે ભારરૂપ થઈ પડે એ શક્ય જ નથી. ઈતિહાસ તરફ નજર કરીશું અને સાધુઓએ જનસમાજ માટે શું શું કર્યું છે તે તપાસીશું તે એ વાતનો ખુલાસો મળી રહેશે. ધર્મદ્રષ્ટિએ જોઈએ તો આ સાધુ-નામ માત્ર ધારણ કરનાર નહિ પણ ખરા અર્થમાં સાધુ–ના સંપ્રદાયે મનુષ્યનાં નયન સમીપ પવિત્રતા, આત્મનિગ્રહ અને વ્યવહારૂ વૈરાગ્યની ઉચ્ચતમ ભાવનાઓ મૂકી છે, સશક્ત લોકોએ અશક્ત લોકોને મદદ કરવી જોઈએ એવી વૃત્તિ ઉત્પન્ન કરી છે, સત્ય કલ્યાણ માર્ગ બતાવી અનેકને એ તરફ વળ્યા છે; એ ઉપરઉપરથી જોનારને પણ ધ્યાનમાં આવી શકે એવું છે. સામાજિક દૃષ્ટિએ જે સમજમાં રહેલા અનિષ્ટ તત્વો દૂર કરવામાં સમાજસુધારણમાં એ વર્ગે ઘણું કર્યું છે અને કરે છે. જ્યારે એક પક્ષે સાધુઓ મનુષ્યવસ્થાનું અંતિમ લક્ષ્ય નિવૃત્તિ છે એવી ઉચ્ચ ભાવના મનુષ્યોની સંમુખ નિરંતર મૂક્યાં કરે છે, ત્યારે અન્યપક્ષે એ અતિ ઉચ્ચ ધર્મ પ્રાપ્ત કરવાના સાધન તરીકે ગૃહધર્મનું અને સમાજધર્મોનું પાલન કરવાને તેઓ કંઈ ઓછું પ્રબોધતા નથી. જૈન સંપ્રદાય સાધુજીવનનું-મુનિધર્મનું બહુ સૂક્ષ્મ રીતે અવલોકન કરે છે અને તેને આચારાદિના સુઘટિત નિયમો જે છે. એ જીવનનું બંધારણ એવું છે કે, જેથી એ વર્ગ સમાજઉન્નતિમાં બહુ સાહાયક નીવડે. એને સંસારની ઉપાધિ નથી, ભરણપણની ચિંતા નથી, દીકરાદીકરી પરણાવવાં નથી, ઘર-હાટ ચણાવવાં નથી, ટુંકામાં મનને અન્યત્ર રોકવું પડે એવું એક પણ કાર્ય તેને કરવાનું નથી, તેમ વળી માન સન્માન ગાદી કે એવી બીજા ધર્માચાર્યોને અંગે રહેતી ઉપાધિઓનાં બંધન નથી. એ જીવન એકાન્ત પરોપકારપરાયણ છે, એમાં આળસરૂપ નિવૃત્તિ નથી, પરંતુ વિશુદ્ધ પ્રવૃત્તિગર્ભિત નિવૃત્તિ છે; સંકોચ-સ્વાર્થ-કૃપતા-પુતારણને એ માર્ગ નથી, પણ સર્વ પુરૂષાર્થોને પૂરત માર્ગ આપી પરોપકારની વૃત્તિને પૂરતે રસ્તે આપે એવો પરમ વિશુદ્ધ માર્ગ છે. દેશકાલ-સ્થિતિ-સંબંધાદિને વિચાર કરતા રહી કર્તવ્યયોજના ઘડવી, તેવા કર્તવ્યપાલનમાં પિતે દઢ રહી, તે તે સમયને ઉચિત એવાં કતવ્યના સ્વરૂપનું લેને જ્ઞાન આપી તેમાં પ્રવર્તાવવા, સત્ય સંકલ્પ અને શુદ્ધ વિચારોમાં પ્રજાના હિતશોધનમાં તત્પર રહી આદર્શ દૃષ્ટાન ખડું કરવું એવાં એવાં કર્તવ્ય બજાવવાની અનુકૂળતા આ ઓછી ઉપાધિવાળા નચિંત અવ્યગ્ર જીવનને વિશેષ છે. ખરી વાત છે કે, કાળબળે કે ગ્રહના અવળાગે કે ગમે તે બીજા કારણોથી આવા જીવનમાં પ્રમાદ, આળસ, અવ્યવસ્થા, સંકુચિતતા, વ્યગ્રતા અને ચિંતાએ ધામા નાંખ્યા છે; કર્તવ્યનિષ્ઠા, શ્રદ્ધા, ઉદારતા, પ્રેમ અને રનિદાને