________________
* ૨૫
ચથી ભાવજન થઈ શકે છે. આ વાક્યને લેખક અંતઃકરણથી માન આપે છે, પણ જેઓને વ્યવહાર પણ તથા પ્રકારના પરિણામની સ્થિતિ પ્રાપ્ત કરનાર હોય તેવાઓને માટે સત્ય નીવડે; પણ જે આવાં વચનને સ્વીકાર કરી, પોતામાં પૂર્ણતા માની બેસે છે, તેવાઓને વ્યવહાર કદી પણ ભાવજૈનતાને પ્રાપ્ત કરી આપતા નથી. બીજા ગુણ મનુષ્ય જાતમાં અને તેમાં પણ જેનોમાં ભલે ક્રમશઃ પ્રાપ્ત થાઓ, પણ મનશુદ્ધિને પ્રયત્ન તે પ્રથમ સેવવો જોઈએ. અંતઃકરણની શુદ્ધિ માટે જ્યાં સુધી બેપરવાઈભરેલી પ્રવૃત્તિ કરવામાં આવે છે, ત્યાં સુધી તેવા જૈનોમાં ભાવજેનપણું પ્રાપ્ત થવું દુર્લભ છે; સમ્યકત્વની માફક અંતઃકરણની શુદ્ધિ પણ એક ઉત્તમ શરૂઆતનું સાધન છે. તે માટે પણ યશોવિજ્યજી મહારાજ લખે છે કે –
उचितमाचरणं शुभमिच्छतां प्रथमतो मनसःखलु शोधनम् । गदवतांद्य कृतेमलशोधने कमुपयांगमुपैतु रसायनम् ॥
ભાવાર્થ–ઉત્તમ અને ગોગ્ય આચરણને ઇચછનારાઓએ પહેલાં મન શુદ્ધ કરવું જોઈએ. (મન શુદ્ધ કર્યા વિના ઉત્તમ અને યોગ્ય આચરણ આચરી શકાતાં નથી.) રોગીને મળશુદ્ધિ કર્યા વિના રસાયણને ઉપચાર ઉપયોગી થતો નથી.
વિવેચન:–અંતઃકરણની શુદ્ધિ માટેજ દરેક ધર્મક્રિયાઓ છે, તેમ અંતઃકરણશુદ્ધિથીજ દરેક ધર્મક્રિયા કરવી તે ઉત્તમ છે, એમ ઉભય રીતે સમજવાનું છે. પણ ઉભય સમજણની સ્થિતિથી એ જ સિદ્ધ થાય છે કે, જે ધર્મક્રિયા કરતાં મનઃશુદ્ધિ કરી શકાય તે તેજ ધર્મક્રિયા કરી ઉચિત ગણાય અને આ ક્રિયા હું મારા અંતઃકરણની અશુભભાવના દુર થવા માટે તેમજ શુભભાવના પ્રાપ્ત કરવા માટે કરું છું એમ ક્રિયાકર્તાને ઉદ્દેશ અંતઃકરણમાં હેવો જોઈએ, જે ઉદેશ પવિત્ર ઉદેશ હોવાથી, તેવા ઉદ્દેશવાળાનું મન, એ, એક રીતે પવિત્ર મન કહેવાય છે. અહી દ્રષ્ટાંત આપે છે કે, કોઈપણ રોગીની રેચકાદિથી મલશુદ્ધિ કર્યા વિના વેધ ગમે તેવી રસાયણ ખવરાવે, તે નિરૂપાગી છે. મતલબ પ્રથમ મળશુદ્ધિ કરીને પછી જ એને રસાયણાદિક આપવામાં આવે છે તે રોગને નાશ કરે અને પુષ્ટિને આપે. એમ શુભ આચરણ-શુભ પ્રવૃત્તિ મનશુદ્ધિથીજ સાર્થક છે.
વર્તમાનકાળને જેને પૈકી ઘણું જેને તે પિતાની જાત માટે પોતાના અંતઃકરણને પૂછશે, અને પિતાની જીંદગી દરમ્યાન કરેલી સામાયિક, દેવપૂજા, તીર્થયાત્રા વગેરેને સરવાળે મૂકશે, તે તેના પરિણામે માનસિક શુદ્ધિની સફલતા કેટલી મેળવી, એ તપાસશે તે બાળ અવસ્થામાં જે દશા હતી, તેજ યૌવનાવસ્થામાં, અને યૌવનાવસ્થામાં જે સ્થિતિ હતી, તેજ વૃદ્ધાવસ્થામાં, પિતાના અંતઃકરણમાં પ્રાયઃ કરીને નિહાળશે. જીવનને ઘણે ભાગ શુભ ક્રિયાઓમાં નિર્ગમન ર્યા છતાં, અંતઃકરણ જેવું અને તેવું રહ્યું, મલિનતા દુર ગઈ નહીં, કુવાસના ખસી નહીં, વૈરવિરોધને તિલાંજલિ અપાઈ નહીં, અત્યાચાર ભૂલાયા નહિ, કોધાદિક મંદ પડ્યા નહિ, ધન ધાન્ય પુત્ર પિત્રાદિક કુટુંબ ઉપરથી મૂછ મંદ પડી નહીં, શરીરની હાજતો અને ઇન્દ્રિયવેપારમાં ઉદાસીનતા આવી નહીં, તે પછી કરેલી શુભ ક્રિયાઓથી શું મેળવ્યું? મમતા, તૃષ્ણાની વૃદ્ધિ કરે છે અને તુણાવશવતિ છવ રાગદેષમાં વિટલાઈ અનેક અનર્થો સેવે છે. તેવા છે પ્રાયશઃ ધર્મપરા મુખ બની જાય છે. શ્રાવક છે, વા સાધુ હે, પણ મમતાત્યાગ, અથવા મમતાની નિર્બળને