________________
२७८
-
ફ્રેિન કરન્સ હૈર૯. ક સ્ત્રીઓનું જીવન. --- -
- લખનાર–રા. રા. ભેગીંદરાવ ૨. દિવેટિયા બી. એ. પ્રસ્તાવના
“સ્ત્રી, પુરૂષની અગના છે, સ્ત્રી વિના ગૃહ નથી. રાજ્ય નથી. સ્ત્રીની ઉન્નતિ વિના દેશની ઉન્નતિ અશક્ય છે” એ સિદ્ધાન્ત જાણ્યા પછી એમનું જીવન ઉત્સાહભર્યું આનંદભર ઉપયોગી ન કરીયે તે દેષ કેને? આ લખને ઉદેશ-આશય જેન બધુઓના ગૃહજીવન વધારે આનંદનિર્ભર, શાન્તિપ્રદ બને એજ છે; જેનેતરની ટીકા કે આક્ષેપ નથી અને એજ વૃત્તિથી વંચાશે એવી આશા છે. કન્યા–સામાન્ય રીતે જૈનમાં કેલવણી-હેમાએ સ્ત્રીકેળવણી મુદ્દલ નથી. પુરૂષવર્ગ-યુવાન વર્ગને વિદ્યા પ્રત્યે ભાવ વધતો જાય છે અને આનું પરિણામ એ આવે છે કે ઘણીવાર યુવાન વર્ગના ગૃહજીવન અસંતુષ્ટ નિવડે છે. મૂળ હિંદુ સંસારમાં કોણ જાણે કેમ પુત્રીજન્મ એટલો હલકે મનાય છે કે બાલ્યાવસ્થાથી જ કન્યાઓ પ્રત્યે એમનામાં ઉત્તમ ગુણોનું પ્રતિપાદન કરવા ઓછું લક્ષ અપાય છે. મૂળ માતા અજ્ઞાન-પિતા વ્યાપાર રોજગારને અંગે અને કાંઈક બાલક પ્રત્યેનાં કર્તવ્યના અજ્ઞાનપણાને લીધે ગૃહજીવન ગાળતા ન હોવાથી બાલક બાગના કુમળા છોડની માફક નહિ પણ જંગલના વૃક્ષો માફક ઉગે છે, ઉછરે છે, ઉછેરાતાં નથી. મુંબાઈ, અમદાવાદ, સુરત જેવા શહેરોમાં કન્યાઓ નિશાળે જાય છે, પણ તે મોકલવા ખાતરજ, દ્રવ્યવાન ધારે તે વિદ્યાને લાભ આપી શકે. સામાન્યવર્ગ ઘેર બેઠાં તોફાન કરશે એજ વિચારે મોકલે છે, ત્યારે ગરીબ વર્ગ ઘરકામને લીધે કન્યાને કેળવણી આપી શકતું નથી. આમ છતાં અપાય તે પણ અનિયમિત અને ઉપલકીયાંજ. જૈનોમાં ધાર્મિક લાગણું વિશેષ છે, ને તે કેટલેક દરજજો પસંદ કરવા લાયક છે; છતાં કહ્યા વિના નહી ચાલે કે ધર્મના ન્હાને જૈન વિદ્યાર્થીઓ અભ્યાસમાં બહુજ અનિયમિત રહે છે. જેની વર્ષમાં સરેરાશ હાજરી જોઈશું તે ઘણી જ ઓછી. જ્યાં છોકરાઓની આ સ્થિતિ ત્યાં કન્યાઓ અનિયમિત રહે એમાં શી નવાઈ? પરણ્યા પછી નિશાળે ન જવાય એ વિચાર ઘણાના મનમાં હોવાથી કન્યાઓની કેળવણું અરધેજ અટકી પડે પડે છે. સદ્ભાગ્યે શ્રાવિકા શાળાઓ થતાં આમાં કાંક સુધારો થયો છે.
કેલવણીના અભાવે-વાતાવરણ બહુ સારું ન હોવાથી પુરૂષવર્ગની નિયમિત ગેરહાજ. રીને લીધે કન્યાઓમાં સારા સંસ્કાર પડતા નથી એટલે માબાપના દેષે એમને પતિગૃહે શેસવું પડે છે. પત્ની જૈન સ્ત્રીઓ સામાન્ય હિંદુ સ્ત્રીઓની માફક ઘરરખુ, કરકસરથી ગૃહ નિભાવનાર-પતિપરાયણી હોય છે પરંતુ નો વર્ગ-શિક્ષિતવર્ગને આથી સંતોષ થતો નથી. દ્રવ્યવાન જેને ત્યાં રસોઈ માટે ભટ હોય છે. સામાન્યવર્ગમાંજ રસોઈનું કાર્ય સ્ત્રીઓ પાસે હોય છે. કેળાવાયેલા જૈન-જૈન યુવાને વ્યાપારમાંજ જોડાય છે અને છૂટાછવાયા નોકરી કરે છે. એમણે કાલિદાસની શકcલા, શેક્સપીઅરની પિશઆ, ગેવર્ધનરામની ગુણસુંદરીનાં સ્વપ્ન જોયાં હોય છે એટલે એમના ગૃહમાં એવી સુંદરીઓ જોઈએ, પણ લાવવી ક્યાંથી? કેલવણી લીધેલી ન હોવાથી વાંચી શકે નહિ, સમજી શકે નહિ, રીતરીવાજ, લાજમર્યાદા, સંયુકત કુટુમ્બને લીધે ફરીહરી શકે નહી, સાથે લઈ જઈ શકે નહીં એટલે નિરાશા-અસંતોષ ઉત્પન્ન થાય. આનું પરિણામ એ આવે કે પુરૂષોને સામાન્ય રીતે ગૃહ કરતાં નાટક, સીમે