________________
યાદ્વાદ.
તે તરફ દુર્લક્ષ કરીએ છીએ. અર્ધસત્ય (અમુક અપેક્ષાવાળું સત્ય ) ઉપર ઉપરથી બહુ સુંદર લાગે છે, પણ વિશેષ વિચાર કરતાં, અને જ્યાં વ્યવહારમાં લગાડવામાં આવે છે ત્યાં તે ટકી શકતું નથી.
આ વિચારને સમર્થન કરવા પ્રમાણે એક બે અર્ધસત્ય તપાસીએ. “મન એજ સર્વસ્વ છે, અને સઘળા રોગોનું કારણું મન જ છે ” આ શબ્દોમાં જે નિશ્ચયવાચક “જ” મૂકવામાં આવ્યો છે, તે ખેટે છે. ચિંતાતુર મન, ઉદ્વેગવાળું મન, કૅધી મન રોગનું કારણ છે, પણ તેની સાથે રગનાં બીજાં સ્થળ કારણે પણ છે. એક મનુષ્ય હદ ઉપરાંત ખાધું અને તેથી અજીર્ણ થયું. આમાં હદ ઉપરાંત ખાવાની માનસિક ઈચ્છા એ કારણ છે, પણ તેની સાથે પેટમાં લીધેલ વધારે ખેરાક પણ કારણ છે. કારણ કે એકલી વધારે ખાવાની ઈચ્છાથી મનુષ્યને અજીર્ણ થયું ન હત; માટે સ્યાદાદી જણાવે છે કે વિચાર તેમજ ક્રિયા બન્ને કારણે છે. આપણે એક બીજો દાખલો તપાસીએ. ઘણુ સુજ્ઞ, ડાહ્યા અને વિવેકી પુરૂષો એમ લખે છે અને બોલે છે કે “જે બીજામાં તમે દુર્ગણ જુઓ તે તમે દુર્ગુણ હોવા જોઈએ.” જો કે આ વિચારમાં કેટલુંક સત્ય રહેલું છે, પણ તે સત્યની એક અપેક્ષા છે. તેને તે વિચાર બીજી રીતે ગોઠવી શકાય કે “આપણુમાં દુગુણ છે, તે બીજામાં પણ હશે, એમ માનવું એ મનુષ્યના મનનું સામાન્ય વલણ છે. અહીં પણ એ સ્મરણમાં રાખવું જોઈએ કે ફક્ત “વલ” છે, પણ દરેક વખતે એવો નિયમ જ હોતો નથી. જે કોઈ મનુષ્ય સ્વાર્થી હોય તો બીજાઓ નિસ્વાર્થ હશે એમ વિચારવું તેને માટે મુશ્કેલ થઈ પડે. પણ આનું કારણ એજ છે કે તેનું દષ્ટિબિન્દુ બહુ સંચિત છે. જ્યાં સુધી આ પણે અમુક રંગના ચશ્મા પહેર્યા હોય ત્યાં સુધી તે ચશ્માના રંગ જેવીજ બધી વસ્તુઓ જણાય. કમળાવાળે બધી વસ્તુ પીળી જ દે છે. પણ તે ઉપરથી એમ ફલિત થતું નથી કે જે સંપૂર્ણ છે અને નિષ્પક્ષપાતી છે તે બીજાના દોષ જોઈ શકે જ નહિ. તીર્થકર ભગવાન સર્વજ્ઞ છે-સર્વ વસ્તુને જાણવાવાળા છે, એટલે શું તે બીજાના દોષ નહિ જોઈ શકતા હોય? અને જે બીજાના દોષ જોઈ શકે છે તેવા દોષવાળો હોય તેમ શું આપણે હવે કહી શકીશું? જેમ જેમ આપણે ઉગે ચઢતા જઈએ છીએ, તેમ તેમ આપણી દષ્ટિ ખીલતી જાય છે, અને શુભ અને અશુભ વચ્ચેનું અંતર સ્વયમેવ સમજાઈ જાય છે; બીજાને સદ્ગણ તેમજ દુર્ગુણે ખુલ્લા સ્વરૂપમાં નજર આગળ જણાઈ આવે છે. પણ તે દુર્ગુણ સાથે તેનાં કારણો અને તે દૂર કરવાના ઉપાય પણ જડે છે, અને તેથી આપણે તેમની નિંદા કરતા નથી.
“ To know all is to forgive all” “સર્વ જાણવું એટલે સર્વને ક્ષમા આપવી એ સિદ્ધાંત અનુસાર વિશેષ જ્ઞાની બીજાના દોષ જોઈ શકતું નથી, એમ નથી; પણ તે જોઈ તેમની તરફ દયા લાવે છે. સર્વજ્ઞાની સર્વ જોઈ શકે છે; જે સર્વ ન રાકે તે પછી સર્વજ્ઞાની શી રીતે થઈ શકે ? માટે કેઈનમાં દોષ દેખાય એમાં ' , નથી, પણ તે દોષ ખાતર તેને ધિક્કારવો તે ખોટું છે. કારણ કે બેટાની નિંદા કરવાથી આપણે તે બાબતને વધારે પુષ્ટ કરીએ છીએ, અને વારંવાર તેને વિચાર કરવાથી આપગામાં પણ તેનાં બીજ ઘર કરે છે. પણ જો આપણે આ સાથે એમ વિચાર કરીએ કે અશુભ એ કઈ નહિ પણ શુભની અપ્રકટ સ્થિતિ છે તો પછી કેનામાં બેશુભ દેખાય તે તેથી આપણે ખાટા છીએ, એમ માનવાને કારણ નથી.