________________
જૈન કોન્ફરન્સ હૅરલ્ડ
હોય છે! એ અમૂલ્ય વસ્તુની આવી ગતિ થતાં જ પળવારમાં કોઇ બીજી વસ્તુને માટે એવા જ બળવાન આતુર મેાહ જાગૃત થાય છે! એકને મૂકીને તુરત ત્યાંથી ઉતરેલી મનની નજર ખીજી નવી વાત ઉપર દોડે છે ! હાયરે ! મન! આ પ્રમાણે અનંત બ્રહ્માંડની કેટલી બધી અનંત વસ્તુઓ ઉપર નજર દોડાવી? ! કેટલી બધી મેળવી અને ફેંકી દીધી?! તા પણ તને કદિ તૃપ્તિ મળી જ નહિ ! મનના પ્રેરેલા આવા નાશકારક મેહમાર્ગમાં મરતા પછડાતા મનુષ્ય વારિને થા વલાવી વાવીને માનવજીવનનો અમૂલ્ય વખત ગુમાવી દે છે. પરિણામશૂન્ય પુરૂષાથ માં જ–નિષ્ફળ યત્નમાં જ તેનું આખું આયુષ્ય વહી જાય છે; અને જેને સુખ સમજીને પ્રાપ્ત કરવાનાં તરફડીયાં મારે છે, તે તે મૃગજળની પેઠે, ભૂતના ભડકાની પેઠે દૂરતું દૂર જ નાશતું પ્રેરે છે! જે વસ્તુને મેળવવા પોતાના અમૂલ્ય અવતાર અર્પણ કરે છે, તેની માત્ર છાયા જ હાથમાં આવે છે અને એ છાયામાં ધુમાડાના બાચકા ભરતાં ખાલીના ખાલી રહેલા હાથ તરફ નજર કરતા-પશ્ચાત્તાપ કરતા–નિસાસા ભરતા છેલ્લાં ડચકાં સાથે આ જગતને છેલ્લી સલામ કરીને, આંધી મુઃ આયા સે। પસાર હાથ જાયગા” એ અમૂલ્ય વાક્યનાં સત્યને અનુભવમાં ઉતારીને, પસારેલી ખાલી હથેળી જગતને બતાવતા જાણે કહેતા હાય કે, 'ભાઇએ ! ચેતા, અને આ અમૂલ્ય જીવનનું જે માર્ગમાં સાર્થક થવાનુ છે, તે ધર્મ માર્ગનુ ગ્રહણ કરો. નહિ તે એક દિવસ તમને પણ આમ મારી જ પેઠે પશ્ચાત્તાપ કરી ખાલી હાથે પાછા વળવું પડશે ! જગતનાં નારાવત– ક્ષણિક-ભાસમાત્ર સુખ સાધનમાં તમારૂં કંઈ નહિ વળશે. એ સુખ, એ સંસાર અને હેના સ્નેહસ ંબંધ નથી કોઇના થયા અને નહિ કાષ્ઠના થાય, માટે એ મેહજાળમાંથી છૂટાય એવા ઉપાય કરીને શ્રીપ્રભુનું શરણ સેવા, સ્વધર્મનું પાલન કરા, પરમામાં પ્રાણાપણુ કરો તા જ આ અમૂલ્ય અવસરનુ સાર્થક થશે. મનુષ્યનું મન આવું અનિશ્ચિત અને ચલ છે. એક સામાન્ય દષ્ટાંતથી આપણે એ અસ્થિરતાના નિર્ણય કરીએ. જલ નિર્મળ હોવા છતાં નિશ્ચલ નથી, ચંચલ છે. કેમકે વહી જવું, સરી જવું અને ઉડી જવું એ તેને સ્વભાવ જ છે. વાંકુ વળીને, નિચાણમાં નમીતે, જમીનમાં શાષાને, ઉષ્ણુતાથી ઉડીને જ્યાં માગ મળે ત્યાં, તે સરલતાથી સરી જાય છે. તેમાં પણ ઢાળાવવાળા વિષમભૂમિમાં, રેતીવાળા પ્રદેશમાં કે આડાઅવળા કુટિલ ભાગમાં તે તે થોડા કાળ પણ સ્થિર રહી શકતું નથી. ચારે મેર મજબુત કરતી દિવાલા બાંધી તળાવ, વાવ, કુ! કે સરાવમાં તેને કેદ કરી પૂરી રાખવામાં આવે તે ત્યાંજ અમુક સમય સુધી તે સ્થિર રહી શકે છે. જો કે ત્યાંથી પણ વરાળ થઇને ઉપર ઉડી જવાનેા અથવા પૃથ્વીનુ તળિયું ભેદી નીચે પાતાળમાં ઉતરી પડવાને તેને પ્રયત્ન તે સતત ચાલુ જ રહે છે. યત્નપૂર્વક સાચવી રાખ વાની અને તેને ઉપયોગમાં લેવાની ઇચ્છાવાળા મનુષ્યા ઘડા, ગાગર કે ગાળામાં તેને પુરી~~~ભરી ઢાંકણાને ડૂચા તેના ઉપર ઇ રાખે છે. આવી સુરક્ષિત અવસ્થામાં જ, આવા નિયમન અને અંકુશમાંજ માત્ર તે લાંબે વખત રહીને સ્થિરતાપૂર્વક ટકી શકે છે, અથવા તેના નિયંતાને ઉપયોગી થઇ શકે છે. મનુષ્યનુ મન પણ આવું અપ્તરંગી, ઉડતી પાંખાવાળા જલ જેવું જ છે. એવું જ ચુ', એવું જ ચંચલ, અને એવુ જ શીઘ્ર સરી જનારૂં છે. તેને અભ્યાસના મજબુત ઘડામાં કેદ કરી પૂરીને વૈરાગ્યરૂપી ઢાંકણાને ડૂચા દેવામાં ન આવે ત્યાંસુધી તેને ફદીપણ રોકી શકાતું નથી, સ્થિર રાખી શકાતું નથી અથવા
૨૭૦