________________
૨૬૩
जैन सूत्रोना उद्धारनो एक वधु प्रयास.
પ્રાચીન જૈન મહર્ષિઓએ તત્વજ્ઞાનના ભંડાર ભરવામાં કાંઈ કચાશ રાખી નથી; પરંતુ તેઓના અનુયાયીઓ એ ભંડારમાં વૃદ્ધિ કરવાને બદલે તેમને સાચવી રાખવા જેટલું પણ કામ કરી શક્યા નથી એ ખરેખર ખેદ વિષય છે. આપણે અત્યારે થઈ ગયેલી ભૂલ કે ગફલત માટે રોદણાં રોવામાં વખત ગુમાવવાને બદલે યથાશક્તિ પ્રયત્ન કરીને હયાત રહેલ ખજાને એકઠો કરવામાં, તેને શુદ્ધ કરવામાં, તેને પ્રચાર કરવામાં અને તેને મહિમા વધારવામાં ઉધમી થવું ઘટે છે. એક તરફથી દીગંબર ભાઈઓ ૮ જેન ગ્રંથ રત્નાકર કાર્યાલય ' અને “ જૈન સિદ્ધાન્ત ભવનઆરા ' આદિ સંસ્થાઓ દ્વારા ઉત્તમ જૈન ગ્રંથોનું સંશોધન અને પ્રસિદ્ધિ કરવાને ઉઘુક્ત થાય છે, તેમ બીજી તરફથી જેન સૂત્રોનું ( તે પરની સંસ્કૃત ટીકાઓ સાથે) સંશોધન અને પ્રસિદ્ધિ કરવામાં અને તામ્બર ફીરકા જે ઉઘુક્ત થાય તે ઘણું જૈન સાહિત્ય પ્રકાશમાં આવે. જેમ સૂત્રોના ભાષાન્તર માટે પહેલે નેંધવા સરખો પ્રયાસ મુર્શિદાબાદવાળા રાય ધનપતિસિંહ બહાદુર તરફથી થયો હતો, અને ત્યાર પછી છૂટાંછવાયાં સૂત્રોનું ભાષાંતર જજૂદી જૂદી વ્યક્તિઓ તરફથી થયું છે. બાબુ સાહેબના સ્તુત્ય પ્રયાસને, ટીકાનું શુદ્ધ ગુજરાતી કે શુદ્ધ હિંદી ભાષાંતર નહિ આપવાને લીધે-ટાઈપ કિલકત્તાશાહી હવાને લીધે તેમજ સમર્થ ટીકાકા અને ભાષાંતરકારો નહિ મળવાને લીધે, જોઈએ તેટલી સફળતા મળી શકી નથી અને તેમનાં સૂત્રોની પ્રત આજે મળી પણ શકતી નથી. . દેશીએ પ્રા. જે બી વગેરે પાશ્ચાત્ય વિદ્વાન પાસે એકાદ બે સૂત્રોના માત્ર મૂળ પાઠ શોધાવવા મહેનત કરી છે, પણ તે પાઠ પણ કેટલીક જગાએ અશુદ્ધ હોવાનું સ્વર્ગસ્થ મેતીલાલ મ. શાહે પ્રસિદ્ધ કરેલી આવૃત્તિ ઉપરથી જણાઈ આવે છે; વળી . દેશીએ ને તે પ્રાચીન સંસ્કૃત ટીકા કે એને અર્થ આપ્યો છે, ના નવીન પ્રકાશ નાખ્યો છે. રાજકોટથી બહાર પડેલું ઉત્તરાધ્યયન સુત્ર ડો.દોશીના સૂત્ર કરતાં કાંઈક વધારે પ્રકાશ નાખે છે, પરંતુ તે પણ ઘણે ભાગે પાશ્ચાત્યભાષાંતરકારનું અનુકરણ હેઈ, નિર્દોષ ભાગ્યે જ કહી શકાય એવું છે. આવા સંગમાં, સૂત્રોના ભાષાન્તર માટે એક સુવ્યવસ્થિત ખાતું સ્થપાય અને તે દ્વારા જૈન અને જૈનેતર સમર્થ વિદ્વાનની મદદથી સંશોધન અને ભાષાંતરનું કામ થાય એ ઘણુંજ ઈચ્છવા યોગ્ય છે. આવી સંસ્થા સઘળા શ્વેતામ્બર ભાઈઓની હાય પામી શકે અને તેથી જોઈએ એટલો સમય અને દ્રવ્યને વ્યય અકેક સૂત્ર પાછળ કરી શકે. એક ભાઈબંધ પત્રકારે આ બાબતનું માસૂચન સુમારે બે માસ બર કર્યું હતું; અને અમને જાણીને હર્ષ થાય છે કે, અમદાવાદનિવાસી વેતામ્બર મૂર્તિપૂજક જૈનબંધુ શ્રીયુત પુંજાભાઈ હીરાચંદ અને તેમના મિત્ર મંડળે આ અતિ ઉપયોગી સવાલ ઉપાડી લઈને મી. મનસુખલાલ રવજીભાઈ મહેતા સાથે મળી શ્રી જિનાગમ પ્રકાશક સભા” સ્થાપવા ઇચ્છયું છે અને તે માટે એક સારી સરખી રકમ પણ કહાડી છે. તેઓની યોજના આજના આ પત્રના અંક સાથે વહેંચવામાં આવેલા સૂચનપત્રમાં વાંચવામાં આવશે.
અમો દરેક જેન બધુનું લક્ષ આ પેજના તરફ ખેંચવાની રજા લઈએ છીએ