SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ. wanngwnnwinnenvinning ઉપરાંત કોઈથી વાત કરીશ નહિ, એકાંતમાં હઈશ તે વખતે મનમાં ભાગ્યાટ્રટયા વિચારે આવતા અટકાવવા માટે કાંઈ નહિ ને કાંઈ ઉત્તમ ગ્રંથ વાંચીશ, કેઈથી ગુસ્સે થવાનું કારણ મળશે તે ઉત્તર આપવા પહેલાં એકથી પચીસ સુધી આંક ગણીશ અને અંગૂઠો ચુસીશ, અઠવાડીઆમાં અમુક રકમ ઉપરાંત પાઈ પણ ગમે તેવી જરૂરની ચીજ પાછળ પણ ખર્ચાશ નહિ, વગેરે, વગેરે, વગેરે. ઉપર કહ્યું તેવી જાતનાં “ પ્રત્યાખ્યાન ” અથવા “પચ્ચખાણ” માણસે પોતાની મેળે પિતાના ગુણ–દેષ અને સંજોગે તપાસીને કરવાં જોઈએ અને અકેક અઠવાડીઆ સુધી અકેક પચ્ચખાણ પાળ્યા પછી બીજે અઠવાડીએ કે જરૂર પડે તે થે—પાંચમે અઠવાડીએ એક વધુ પચ્ચખાણ ઉમેરવું જોઈએ. દરરોજ ઓછામાં ઓછી ૧૫ મીનીટ સુધી કાંઈક આત્માને શક્તિ આપે એવું વાંચન એકાંતમાં કરવાનું “ વ્રત ', દરરોજ ઓછામાં ઓછી ૧૦ મીનીટ પિતાની સ્થિતિ અને આત્મા આગળ વધે છે કે પાછો પડે છે એ બાબતનો વિચાર કરવાનું “વત’, દરરોજ ઓછામાં ઓછી એક પાઈ_પૈસો કે રૂપીએ ગુપ્તદાન કરવાનું “ત્રતઃ' વગેરે વગેરે પ્રકારનાં “વત’ એક પછી એક આદરવા યોગ્ય છે. * ઘેડાને ચેકડું નખાય છે, ગધેડાને નહિ; ઉત્તમ જનો વ્રત-પ્રત્યાખ્યાનને જરૂરનાં માને છે, મૂર્ખ નહિ. - વ્રત–પ્રત્યાખ્યાન સ્વીકારનારે હેનું સ્વરૂપ સમજવા બનતી કશીશ કરવી જોઈએ અને દરેક વ્રત–પ્રત્યાખ્યાનની આત્મા ઉપર શી અસર થવી જોઈએ તે વિચારવું જોઈએ. જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે અને ક્રિયા એ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું એક સાધન છે. જ્ઞાન, ક્રિયાની હાંસી કરી શકે નહિ; અને ક્રિયા, જ્ઞાનના ઉપરીપણાનો અસ્વીકાર કરી શકે નહિ. હું ઈચ્છું છું કે, આ બુદ્ધિવાદના જમાનામાં માનસશાસ્ત્ર, ધર્મ, ફિલસુફી, નીતિશાસ્ત્ર વગેરેના મિશ્ર જ્ઞાનબળથી–પ્રતિક્રમણદિનાં હેતુ, ક્રમ, બરાબર સમજાય અને વ્રત-પ્રત્યાખ્યાનનાં નૂતન સ્વરૂપ જનસમાજ સમક્ષ મૂકાય. સમયધર્મ. ” V સ્યાદ્વાદ, (લેખક-રા. મણિલાલ નથુભાઈ રાશી. B. A) અનુસંધાન, ગતાંકના પૂર્ણ ૨૧ થી] પરમપદ-એક્ષ-નિર્વાણ પ્રાપ્ત કરવાના માર્ગ અનેક છે, અને મનુષ્યની માનસિક શક્તિઓ વિવિધ પ્રકારની હોવાને લીધે બધાને વાસ્તે એક માર્ગ હોઈ શકે જ નહિ. જૈનશાસ્ત્રમાં લખ્યું છે કે, પંદર ભેદે છે સિદ્ધિપદને વરે. હવે બધાને માટે એક માર્ગ ક્યાં રહ્યો ? કઈ જ્ઞાનમાર્ગથી આગળ વધે છે, કોઈને આગળ વધવામાં ભકિત સાહાકારક થાય છે, તે કઈ ગમાર્ગથી આત્માની શક્તિઓ ખીલવે છે. સત્ય એટલું ભવ્ય છે,
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy