________________
‘સૂત” માસિવ. I તેવી અને જૈન સંઘ.
આખા હિન્દના શ્રી વેતાંબર જૈન સંઘની એકતા, અભિવૃદ્ધિ અને ઉત્કર્ષ કરવાના આશયથી શ્રીમતિ કોન્ફરન્સ દેવીએ આ દુનીયાપર જન્મ લીધે છે. દેવ પિતાને હાથવડે મનુષ્યનાં કામ કરી આપતા નથી, પણ મનુષ્યોને કરવા ગ્ય કામોમાં પ્રેરે છે અને જ્યારે એવી પ્રેરણાથી મનુષ્યો દઢ નિશ્ચયવાળા બની ભક્તિપૂર્વક કામ કરવા લાગી પડે છે : ત્યારે તેમને ગુપ્ત મદદ આપવાનું અને તેમના રસ્તામાંના કાંટા દુર કરવાનું કામ દેવો કરે છે. એ પ્રમાણે જૈન સંઘને ઉત્કર્ષ કરવાની પ્રેરણા મહાદેવી કૅન્ફરન્સે કેટલાક જૈનોને કરી છે અને હવે તે દેવી તેમને ગુમ મદદ કરવાની રાહ જોતી બેડી છે; તેણીને એવી તક આપવા માટે આપણે દદ નિશ્ચય અને ભક્તિ એ બે ચિન્હ બતાવી આપવાં જોઈએ. દેવીએ પ્રેરેલા કાર્યથી જ આપણો ઉદય છે એ બાબતમાં આપણને સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ, અને તે કાર્ય બજાવવા માટે પ્રાસંગિક બનાવોથી નાહિંમત થવાને બદલે દૃઢનિશ્ચયથી આગળ વધવામાં જરૂર આપણો ઉદય છે એવી સંપૂર્ણ શ્રદ્ધા રાખવા તૈયાર રહેવું જોઈએ; એમ થયેથી આપણાં વિને દુર કરવાની અને આપણને વિજ્ય અપાવી આગળ ને આગળ વધારવાની જોખમદારી તે મહા વીના શિર રહેશે. આપણે આપણા તરફનું દેવું ચુકવીએ નહિ અને તેથી થતી આપણું લાચારી માટે તેણીને જોખમદાર કરાવવા તૈયાર થઈએ તે માત્ર અનાનતા અને આત્મદ્રોહ છે. ઉઠો, જાગે, નિદ્રા, પ્રમાદ તથા અશ્રદ્ધાને તીલાંજલિ દે; કોન્ફરન્સ મહાદેવી દ્વારા જ આપણો ઉદય થવો નિર્માયેલું છે એ સત્યમાં દઢ શ્રદ્ધા રાખો અને એ મહાદેવીના રથના અશ્વ બને. જેના માથા પર મહાદેવી કૅન્ફરન્સ માતા અને શાસનનાયક પિતા જેવા સમર્થ રક્ષક, પાલક અને નિયંતા બેઠા છે તેને ભય શો છે? ભય અને ચિંતા માત્ર અશ્રદ્ધા અને અદ્રઢતાનાંજ કડવાં ફળ છે. ફેંકી દો તે બલાઓને, આવી જાઓ , શ્રદ્ધા અને નિશ્ચયના પ્રકાશિત પ્રદેશમાં, કે જ્યાં શાસનનાયક પિતા અને તેની પ્રેરીતા મહાદેવી કોન્ફરન્સ તમને દોરવાને, હિંમત આપવાને, રસ્તો બતાવવાને, બળ ધીરવાને, આગળ વધારવાને -કહે કે તમારા સર્વ ઇસિતાર્થ સફળ કરવાને તૈયાર થઈ ઉભાં છે.
એ મહાદેવીના હુકમો (કરા) હરવખત સાંભળતા રહે, એને અમલ કરે, ચાર આના કુંડ વગેરે જે કાંઈ તેણીના દેવળની સલામતી માટે લેવાતુ હોય તે ખુશીથી આપે અને તેણીની દરેક હીલચાલથી જાણીતા રહી દરેક કામમાં ભાગ લેવા પ્રયત્ન કરો.
મહાદેવીનું વાજીબ “નરન્સ હૈર” અવશ્ય વાંચે. એમાં હમને ઘણું જાણવા જેવું, શીખવા જેવું, ધારવા જેવું મળશે. એ માસિક પત્ર તેણીનો દુત—કાસદ છે, કે જે પ્રતિમાસ તમને તેણી તરફના સંદેશા તેમજ ઉપદેશ ઘેર બેઠાં સંભળાવશે. તે દૂતને ખોરાક માત્ર રૂ. ૧ છે. શું ભકિત અને દઢ નિશ્ચયવાળા પ્રગતિપ્રેમી જનોએ વરસે દહાડે રૂ. ના નો ભેગ આપવો એ મોટી વાત છે ? જેઓને એટલું પણું વસમું લાગે છે તેઓમાં ભક્તિ, નિશ્ચય, ઉત્સાહ, પરમાર્થ કે ખરે સ્વાર્થભાવ કાંઈ નથી એમ એક બાળક પણ કહેશે પાંચ લાખ માણસોનું કાસદુ કરતો આ દૂત હજી અડધે ભૂખે મરે છે, એ શું દિલગીર થવા જેવું નથી ? આત્મબંધુઓ ! સંકુચિત દષ્ટિ સદાને માટે છોડો, તમારા-તમારા સંઘને ઉદય શામાં છે તે બરાબર સમજે અને આ “હૈ...' દૂતને પ્રેમપૂર્વક પિજો. તેનું વાર્ષિક લવાજમ તમે ભરે અને મિત્રોને તેમ કરવા ભલામણ કરે.
- શ્રીમતી કોન્ફરન્સ દેવી અને તેના દુત “હેરલ્ડ પત્ર” વડે સમસ્ત ભવેતામ્બર જૈન સંઘમાં એકતા, અભિવદ્ધિ અને ઉત્કર્ષ શીધ્ર થાઓ !