________________
A
#
* *
*
*
*
*
*
* *
*
* *
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
જૈન કોન્ફરન્સ હેરલ્ડ. મગજની દઢતા અને વ્રતપાલન એ બન્ને એક જ ગુણનાં જુદાં જુદાં નામ છે; માટે ત્રતાની જરૂર કેટલી અનિવાર્ય છે અને કેવાં વ્રતો વ્યવહારૂ ગણાય તે હમણાં જ વિચારીશું.
પકત્રત પ્રત્યાખ્યાનની જરૂર છે કે? –––
– “મને ચોખું હોય તે બાધા-પ્રતિજ્ઞાની કે વ્રત પચ્ચખાણની શી જરૂર છે?” એમ કહેનાર યુવાન વર્ગ હમણાં ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. એકલા અંગ્રેજી કેળવણી પામેલા યુવાને જ નહિ, પણ કાંઈ પણ કેળવણી નહિ પામેલા અને જહેમાં દેખીતું સુખ જેવામાં આવે એવી બાબતોમાં નકલ કરવા કુદી પડનારા યુવાને પણ સ્વતંત્રતાના હિમાયતી થઈને કઈ રીતે બંધનથી છૂટા રહેવા માગે છે અને બાધા-પ્રતિજ્ઞાને ખાલી ડાળ-બાથ દેખાડો ગણી હશી કાઢે છે, જે ઘણું ખેદકારક છે. એમ બોલનાર લોકો કેવળજ્ઞાનીના ઉપદેશને લોકમાં જ પાડે છે, અને પિતાને ચેપ બીજા આસ્તિક પણ ઉડી વિચારશક્તિ વગરના લેકને લગાડી હેમને ભ્રષ્ટ કરે છે.
સિંહને પાળનાર પહેલાં તે હેને બંધનમાં જ રાખે છે. પણ હારે તે બરાબર કેળવાય છે અને વ્હારે કઈ પશુ અગર મનુષ્યને જોઈ હેના ઉપર તરાપ મારવાને પિતાને સ્વભાવ ભૂલી જાય છે ત્યહારે જ હેને છુટો રાખવામાં આવે છે. કારણ કે પછી દરેક પ્રાણી હેની પાસે નિડરપણે જાય છે અને તે સિંહ વગરબંધને પણ કેળવણીથી બંધાયેલા જેવો જ નહિ બહીવા લાયક ગણાય છે. હેમજ માણસે પણ પહેલાં તે બાધા-પ્રતિજ્ઞાથી બંધાવું જ જોઈએ. આારે તે એટલી દટતાવાલી સ્થિતિમાં પહોંચે કે કઈ પણ પ્રાણી ઉપર હે રાગહેપ ન જ રહે ત્યારે હેને પ્રતિજ્ઞાની જરૂર ભલે ન હે; કારણ કે કુતરે અને બિલાડી, વાઘ અને બકરી, સર્ષ અને નળ સર્વ હેની પાસે જતાં પિતાનું સ્વાભાવિક વેર પણ ભૂલી જાય છે. એવી સ્થિતિ આવતાં સુધી તે હેશે વ્રત પચ્ચખાણુ-બાધા પ્રતિજ્ઞાથી છૂટા રહેવાની આત્મઘાતક ઈચ્છા ન જ કરવી જોઈએ.
માણસ હારે તદન જંગલી સ્થિતિમાં હતે હારે હેના ઉપર કોઈ દાબ (રાજકિય કે સામાજિક) નહિ હતો. જેમ હેનામાં વિચારશક્તિ ખીલતી ગઈ હેમ હેમ અરસ્પરસના બચાવ માટે, પિતાના સ્વાભાવિક હકોના રક્ષણોની અને ન્યાય-નીતિ-ધર્મ-વિધા કળા આદિની ખીલવટ માટે અમુક દાનની જરૂર જણાઈ. રાજા વ્હારેજ સ્થપાય, થોડા થોડા કાયદા પણ હારેજ ઘડાયા. માણસના સુધારાના એ પહેલા પગથીઆના જમાનાથી જ, જેઓ અમુક દાબ તળે રહેતાં શીખ્યા તેઓ દાબ વગરના બીજા વર્ગને, જંગલી, નામથી ઓળખવા લાગ્યા. જહેમ માણસની બુદ્ધિ વધારે ખીલતી ગઈ હેમ દાબ અને કાયદાવ ધારે વ્યાજબી અને સારા પાયા ઉપર મુકાયા. આપણે જોઈએ છીએ કે ડાહ્યામાં ડાહ્યા લેક કાયદાને વધુમાં વધુ માન આપતા આવ્યા છે.
તદન દાબ વગરની સ્થિતિ કરતાં દાબવાળી સ્થિતિ વધારે માનની ચીજ છે; મધમાખ કરતાં પતંગીલું જે કે વધારે સ્વતંત્ર છે તો પણ માણસજાત મધમાખને વધુ ભાન આપે છે; કારણ કે તે ઉદ્યમ કરવાને અમુક નિયમોને તાબે રહીને કામ કરે છે અને