________________
૧૯૧૧ ]
આવતી કેન્ફરન્સ અને તેને અંગે આપણી ફરજે.
[ ૭
હોવાથી તે ફરજ આપણે માથે આવી પડી છે અને એ ફરજ એવી રીતે અદા કરવાની જરૂર છે કે જેથી દુનીઆની બીજી કેમે પણ આપણે દાખલાનું અનુકરણ કરે. આને માટે મારા એક વિદ્વાન મિત્ર તરફથી સુચવવામાં આવ્યું હતું કે સરકસના આકારને તંબુ કેન્ફરન્સ તરફથી ખરીદી તેને દરેક બેઠક વખતે ઉપયોગ કરવામાં આવશે તે હજાર રૂપિઆને ધુમાડે જે ભવ્ય મંડપ બાંધવા પાછળ કરવામાં આવે છે તેનાથી આપણે મુકત થઈશું. અને કોઈ પણ નાના શહેરને સંઘ પણ આવી સગવડ કેન્ફરન્સ તરફથી મળતી જેમાં સ્વભાવીક રીતે આમંત્રણ કરવાને લલચાશે. કેન્ફરન્સની દરેક બેડક વખતે આ સવાલ આપણને બહુજ ચિંતા ઉપજાવે છે, અને ભવિષ્યની બેઠકને માટે કોઈ પણ શહેર તરફથી આમંત્રણ નહિ થવાથી નિરાશ થવું પડે છે. હવે જે આપણે આવી સગવડ ધરાવતા હોઈએ તે આમંત્રણની ગેરહાજરીમાં આપણું એકાદ પવિત્ર તીર્થસ્થળે કોન્ફરન્સની બેઠક ભરવાને સહેલાઈથી બની શકે. અલબતે આવે તંબુ ખરીદવા પાછળ એક સારી રકમ આપણે જતી કરવી પડશે પરંતુ ભવિષ્યને સામટા ખર્ચ ધ્યાનમાં લેતાં આ રકમ તદન નજીવી ગણાશે. આપણું શ્રીમાને સખાવત કરવામાં પ્રથમ દરજજો ધરાવે છે. જમણવારે અને એવાજ ઉડાઉ ખરચે પાછળ લાખ રૂપી. આને ધુમાડે કરવામાં આપણું ધનાઢયો કોઈ પણ રીતે પાછી પાની કરે તેવા નથી તે આશા છે કે એકાદ શ્રીમંત આવી નજીવી રકમ કાઢી આપી મહાન લાભ ઉપાર્જન કરી પિતાની પ્રતિષ્ઠામાં વધારો કરશે.
વાંચકે! વધુ લંબાણ કરી કંટાળે આપવાને મારો મુદ્દલ ઈરાદે નથી પરંતુ મને કહ્યા વિના ચાલતું નથી કે આપણે બીજી પ્રજાની સરખામણીમાં દિવસે દિવસે તદ્દન પાછળ હઠતાં જઈએ છીએ. જમાનો બદલાય છતાં આપણે હજુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કર્યા વિના ગાડરીઆ પ્રવાહમાં તણાયાજ કરીએ છીએ. આપણામાં એટલી બધી વહેમી અને કઢંગી રૂઢીઓ દાખલ થવા પામી છે કે જે સ્ત્રીને બદલે રાક્ષસીનું કામ સારે છે. સાત સાત વરસ થયાં કોનફરન્સમાં ઠરાવો પસાર થયા છતાં હજુ જંગલી રીવાજને વળગી રહેવામાં જ આપણે બહાદુરી બતાવી છે. મરણ પાછળ મીષ્ટાન ઉડાવવામાં હજુ આપણે શરમ માનતા નથી. પૈસાના પુજારીઓ પિતાનાજ વીયેથી ઉત્પન્ન થયેલી પુત્રીઓને કસાઈની માફક વેચતાં હજુ બંધ પડયા નથી. લગ્નમાં લ્હાવો માણનારા આપણું વડીલો બાર વર્ષના કોમળ બાળકોને લગ્નની ધુસરીમાં જેડી તેઓનું ભવિષ્ય બગાડવામાં સહેજ પણ આંચકે ખાતા નથી. શું હજુ પણ આપણી આંખો નહિ ઉઘડશે ? મારા જૈન ભાઈઓ જાગૃત થાઓ. ધમની ખાતર આજુ બાજુના સંજોગોને વિચાર કરે, અને પછીજ ગાડરીઆ પ્રવાહમાં તણુઓ.
છેવટમાં મને જણાવવા દેશો કે કેનફરન્સે ભરી પુલપીટ ઉપરથી લાંબા લાંબા ભાષણો કરી કંડીબંધ ઠરાવ પસાર કર્યાથી કાંઈ આપણું દળદર ફીટવાનું નથી. પરંતુ