________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[માર્ચ
પસંજના ગામ લેકેનો પત્ર--મી. વાડીલાલ સાંકળચંદે આ ગામે આવી ભાષણ આપ્યું તેથી જૈન લોકો તો શું પણ બીજા લોકોને મનમાં ઘણી જ સારી અસર થવાથી તથા મી. વાડીલાલની બોલવાની છુટથી અમને ઘણો આનંદ થયો હતો. તેમના ભાષણ સાંભળવા માટે જ એક દિવસ વધારે રોકીને ઘણા જણે પ્રતિજ્ઞા કરી હતી. કોનફરન્સને ધન્ય છે કે અમે ખુણે રહેનારને પણ આવી રીતે લાભ આપે છે તેથી અમો આભારી છે એ અને એવી જ રીતે બીજા અનેક લાભ આપશે એમ પ્રેમ પૂર્વક આશા રાખીએ છીએ.
વહેલાલના શ્રી જૈન સંઘને પત્ર–મી. વાડીલાલ સાકળચંદ, ઉપદેશકે આવી ચારામાં જૈન સંઘ તથા ગામની તમામ વસ્તી વથ કેન્ફફસના હેતુઓ ઉપર જાહેર ભાષણે આપ્યાં હતાં. તે વખતે બપોરના ભાષણમાં સે સવાસો અને રાતના કoo ને આશરે,માણસે એકઠાં થયાં હતાં. તેમના બાહોશપણાથી હદય ભેદક ભાષણેથી દરેકના મન પર સારી અસર કરી હતી. બત્રીશીના પંચમાં ઠરાવ થયેલા હોવાથી જૈનમાં વિશેષ ઠરાવ કરવા સરખું નથી. પણ ભાષણની અસરથી તેવા પાટીદારોમાં તથા બીજામાં કન્યાવિક્રય ન કરવા મન દેરાયું હતું ને ખાત્રી આપી હતી. પરદેશી ભ્રષ્ટ ખાંડ ન વાપરવા તથા કે બીડી ન પીવા ઘણાઓએ પ્રતિજ્ઞાઓ કરી હતી. તેમજ ઘણું બેનેએ બંગડીઓ ન પહેરવા અને ફટાણું ન ગાવા બાધા લીધી હતી. તા. ૧૭-૧-૧૧ની રાતે લેવા પાટીદારો તરફથી એક જાહેર સભા ભરી ભાષણો આપવામાં આવ્યાં હતાં. તે વખતે મુખી તથા માસ્તરોએ હાજરી આપી હતી. ઉપદેશકના ભાષણથી તુરત સારી છાપ પડી જાય છે . ને સજડ અસર થાય છે. આમ વરસ દિવસમાં ૩૪ વાર ઉપદેશકો આવી ભાષણ આપે તે ઘણે લાભ થાય ને કોન્ફરન્સથી સે જાણીતા થાય. આ બાબત કોન્ફરન્સને આભાર માનવામાં આવે છે અને દિનપ્રતિદિન કોન્ફરન્સની ચડતી થાય તેમ ઈચ્છીએ છીએ.
વહેલાલના મહેતાજીને પત્ર–ભાષણ કર્તાનું સારું જ્ઞાન, હાવભાવ સાથે સ્પષ્ટ ભાષણ, લાંબા વખત સુધી અટક્યા વગર મુદ્દાસરની વીગતે સાંભળી અમે બધા છક થઈ ગયા હતા. અમારા ઉપર ભાષણ કર્તાને ઉપકાર થયો છે, કેમકે અમારામ. જે ખોટા ચાલ અને દુર્ગણે જડ ઘાલી બેઠા છે તેમને જડમૂળથી કડાવવા સારૂ આવા સારા ભાષણ કર્તાઓના ભાષણ સાંભળવાની ખાસ જરૂર છે. પણ ગામડામાં તે લાભ મળતું નથી. ઈશ્વર કૃપાથી આ અમુલ્ય લાભ અચાનક મળી ગયાથી અમે ઘણા ખુશી થયા છીએ અને પરમેશ્વરને તથા ભાષણકર્તાને ઉપકાર માનીએ છીએ. તા. ૧૭–૧–૧૧
કડાદરાના શ્રી જૈન સંઘને પત્ર–ઉપદેશક મિ. વાડીલાલ સાકળચંદે આવી જાહેર સભા ભરી હતી તે વખતે આશરે ૩૦૦ માણસોએ હાજરી આપી હતી. પ્રથમ