________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ માચ
તેમણે ભાષણ આપ્યું હતું. આ વખતે ગામની વસ્તીની પણ હાજરી હતી. ઉપદેશકના અસરકારક ભાષણથી તેમને અનુમોદન આપવા પ્રમુખ સાહેબ તથા માસ્તરે સારું ધ્યાન ખેચ્યું હતું. તજવીજદાર સાહેબે પણ કન્યાવિક્રય ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી, તે ઉપરથી માસ્તર ગીરજયાશંકર તથા બીજા માસ્તરેએ તેમજ ગામના વાણિયાઓએ કન્યાવિક્રય ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી, ફટાણાં ન ગાવાં, બંગડીઓ ન પહેરવી, ભ્રષ્ટ ખાંડ ન વાપરવી વગેરે કેટલીક બાબતોની પ્રતિજ્ઞાઓ લેવાણી હતી. બીજે મેળાવડે તજવીજદાર સાહેબની હાજરી વિના પણ કરવામાં આવ્યો હતો. કોન્ફરન્સ આમ પ્રયાસ ચાલુ રાખે અને કોન્ફરન્સનો ઉદય થાય તેમ અમે ઇચ્છીએ છીએ. તા ૧-૧૦-૧૧
સાંતેજના ગામ લોકોને પત્ર–મી. વાડીલાલ સાકળચંદ ઉપદેશકે આ ગામે પધારી જાહેર મેળાવડો કરી અસરકારક ભાષણ આપી ગ્રામજનોને અતિ આનંદ આપ્યો છે. તે બદલ અમો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.
આ ભાષણેથી જન સંધની કેન્ફરન્સ તરફ અંત:કરણથી લાગણી થઈ છે ને તે મહા સંસ્થા તરફ અમે પુણું પ્રેમથી પૂજ્ય બુદ્ધિથી જોઈએ છીએ.
મી વાડીલાલ જેકે ઈગ્રેજી જાણતા નથી પણ તેમની વકતૃત્વ શકિત અતિ ઉત્તમ છે. તેમનાં ભાષણ એટલાં બધાં અસરકારક હતાં કે તેમના ભાષણોથી કન્ય
પણથી કન્યાવિક્રય નહીં કરવા જૈન બંધુઓએ તથા ઈતર ગૃહસ્થોએ પ્રતિજ્ઞા કરી હતી. તે આ સભાના દફતરે નોંધ રાખવામાં આવી છે.
આ ગામે સરકારી ચેરામાં રા. રા. તજવીજદાર સાહેબ મોહનલાલ લલુભાઈના પ્રમુખપણું નીચે જાહેર મેળાવડો ભરવામાં આવ્યો હતો. તેમાં જૈન સમાજના સુધારાના વિષયે સારી રીતે મી. વાડીલાલે ચર્ચાવ્યા હતા. તે ઉપર શાળા માસ્તર ગીરજયાશંકરે અનુમોદન આપ્યું હતું. અને પ્રમુખ તરફથી તે વાત છટાદાર વિવેયન સાથે મળેલા ગૃહસ્થને સાબીત કરી આપી હતી. તે ઉપરાંત પ્રમુખ પોતે સદ્વર્તનવાળા હોવા છતાં કન્યાવિક્યનો દાખલો બેસાડવા ખાતર પોતે કન્યાવિક્રય નહીં કરવા પ્રતિજ્ઞા લીધી હતી. તેથી પણ જન બંધુઓએ પ્રતિજ્ઞા લંધી હતી. તેમ છતર માણસોએ પણ પ્રતિજ્ઞાઓ કરી જાહેર રીતે સંઘ તરફથી તથા જાહેર સભા તરફથી સંસ્થાને ધન્યવાદ આપવામાં આવ્યો હતો.
સાંજના વખતે ફરી જાહેર મેળાવડે કરી ઘણું માણસ વચ્ચે ભાષણ આપ્યું હતું તે ઉપરથી ભ્રષ્ટ ખાંડ ન વાપરવા, બંગડીઓ નહીં પહેરવા કેટલીએક સ્ત્રીઓએ પ્રતિજ્ઞાઓ કરી હતી.
મીઓ વાડીલાલ મેહેનતુ ઉત્સાહી ને સારા અસરકારક વકતા છે ને આવા નરોની માત જૈન સંઘ તથા જાહેર પ્રજા ઉપર આ કોનફરન્સનો પ્રયાસ આશીરવાદ રૂપે થાય છે. તે આ પ્રયત્ન ચાલુ રહેશે તે જન સમાજમાં ઘણો સુધારો થશે એમ અમો નીચે શાહી કરનારા માનીએ છીએ તા. ૧-૧૧૧.