________________
જૈન કોનફરન્સ હેરલ્ડ,
જાન્યુઆરી.
Sayings of Goethe વગેરે વિષયો પૈકી દરેક વિષયની ઉપયોગીતા કેટલી છે તે વાંચવાથી સહજ સમજી શકાય તેવું છે. તેથી તે સંબંધમાં વધારે ન લખતાં વિદ્વાન વાંચક વર્ગને પુનઃ વાંચી જવા ભલામણ કરું છું. મને આ પ્રસંગે દિલગીરી સાથે જણાવવું પડે છે કે મારા અંગ્રેજી લેખકો બહુજ હૈડા હોવાથી તેમજ તેઓ કઈ કઈ વખતે લખતા હોવાથી વાંચક વર્ગને પૂરત સતિષ ન મળે એ સ્વાભાવિક છે. પણ હવેથી તેઓ પિતાની વિદ્વતાની પ્રસાદી વધારે પ્રમાણમાં વાંચક વર્ગને આપીને મને આભારી કરશે. એટલી તેઓ પ્રત્યે મારી વિનંતિ છે.
ગુજરાતી વિષયો પર જણાવવાનું કે ગુજરાતી ભાષામાં લખાએલા સારા લેખોને આસ્વાદ વાંચક વર્ગને આપવા ભાગ્યશાળી થયેલ છું. મુનિ મહારાજશ્રી કપૂરવિજયજીએ લખેલ નવપદ પ્રકરણની સંક્ષિપ્ત વ્યાખ્યા તેમજ તેમના તરફથી પરમાર્થ અને વિવેચન સહિત લખાઈ આવેલ અધ્યાત્મિક પદ્ય ખાસ મનન કરવા જેવો છે. ગત વર્ષમાં રાજકોટમાં ભરાયેલ ત્રીજી સાહિત્ય પરિષદમાં એક વિદ્વાન જૈન બંધુએ વાંચેલ જૈન ગુજરાતી સાહિત્યને વિષય, તેમણે અન્ય પ્રસંગે પંડિત હેમચંદ્રાચાર્ય ઉપર આપેલ ભાષણ તથા ગુણાનુરાગ કુલકનું ગદ્ય પદ્યમાં કરેલ ભાષાંતર ઘણી ઉપયોગિતા સૂચક છે. એક ગ્રેજ્યુએટ બંધુ તરફથી જીવદયા-અહિંસા Humanitarianism નામને લાંબે પણ દલીલપૂર્વક લખાઈ આવેલ લેખ દરેક વાચકને ફરીથી વાંચવા ભલામણ કરું છું. બીજા એક ગ્રેજ્યુએટ બંધુએ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી અને વર્તમાન જન સાહિત્ય, જન વિવિધ જ્ઞાન, તાંબરીય જૈન પ્રજાનું વર્તમાન સાહિત્ય, હાલના જૈન ગ્રેજ્યુએટ અને વર્તમાન જૈન સાહિત્ય વગેરે વિષયોમાં કેટલીએક ધ્યાનમાં લેવા જેવી સૂચના કરી છે. “મમ વીરચંદ રાઘવજી ગાંધી” એ વિશ્વમાં તેમના જીવનની જે રૂપરેખા દેરી છે તે ખાસ અનુકરણ કરવા લાયક છે. “નિર્વેદ” નામને કથાનક વિષય ઉપદેશપ્રાસાદ ભાષાંતરમાંથી લેવામાં આવેલ છે અને તે ખાસ વાંચવા લાયક છે. તેમજ શેઠ અમરચંદ તલચંદ જૈન ધાર્મિક પરીક્ષાના સવાલે, તેનું પરિણામ, સને ૧૮૧૦ તથા ત્યાર પછીનાં ત્રણ વરસોનો અભ્યાસક્રમ, જૈન ધાર્મિક હરીફાઇની પરીક્ષા, જૈન એન્યુ કેશન બેડને છ માસિક રીપેટ, પાંજરાપોળ અને તપાસણી કામ, પાંજરાપોળના પશુઓમાં જણાતે સાધારણ રોગ, પ્રજાની આબાદી તેજ રાજ્યની આબાદી, પ્રવાસ વર્ણન, સિદ્ધષિ ગણિ મહારાજા જામ સાહેબનું અગત્યનું સ્તુતિપાત્ર પગલું, સુકૃત ભંડાર ફંડ, ધાર્મિક હિસાબ તપાસણી ખાતાના રીપેટ, દશેરાના તેહેવાર ઉપર બંધ
એલ પશુવધ, શ્રી જૈન ભવેતાંબર સંઘની મળેલી મીટીંગ, તેમજ ઉપદેશક મારફતે થએલા છરા વગેરે કેટલીક ઉપયોગી હકીકતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત એક ગ્રેજ્યુએટ બંધુએ ધર્મનીતિની કેળવણી માટે મહાન પ્રયાસ કરી કેટલી પર લખી મોકલેલ ઉપયોગી હકીકત દાખલ કરવામાં આવી છે.
હિંદી વિષયોના સંબંધમાં મને દિલગીરી સાથે લખવું પડે છે કે હિંદી લે