________________
૩૩૦]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[નવેમ્બર
અધિક અધિક દોડવા લાગ્યો. આસપાસ બીજા ઘોડેસ્વાર રાજપુત્રો અશ્વ દેડાવતા સાથે ચાલતા હતા. તેઓના મધ્યમાંથી જાણે અશ્વરૂપે રાક્ષસ હોય તેમ તે અશ્વ આગળ પડયો સર્વ રાજાઓના જોતાં જોતાંમાં નક્ષત્રોમાથી ચંદ્રની જેમ સનકુમાર સહિત અશ્વ અદ્રશ્ય થઈ ગયો. વહાણને નદીનું પુર ખેંચી જાય તેમ પોતાના કુમારને અવે આકઈશુ કરેલો જાણી અશ્વસેન રાજા મોટી અશ્વસેના લઈને તેને પાછો લાવવા માટે પછવાડે ચાલ્યા. “આ અશ્વ ચાલ્યો જાય, આ તેના પગલાં છે, આ તેના ફીણ અને લાળ પડેલી છે” આ પ્રમાણે સાથેના લોકો કહેતા હતા, તેવામાં બ્રહ્માંડને પુરનારી ધમષરપ જાણે અકાળે થયેલી કાળરાત્રિ હોય તેવી દ્રષ્ટિને અંધ કરનારી બેટી પ્રચંડવાવલી (પવનની શ્રેણુ) ચડી આવી. વાદળાદિ વડે ગૃહની જેવી ઉડતી રજ વડે દિશાઓ ઢંકાઈ ગઈ સૈય- સર્વ ખંભિત થઈ ગયું. એક પગલું પણ ભરી શકવાને કોઈ સમર્થ થયું નહિ. રજરૂપ તરંગની શ્રેણીવડે કુમારના અધના પગલાં અને ફીણ વિગેરે સર્વ ચિહે ભંગ થઈ ગયાં. નીચે, ઉંચે, સમાન ભૂમિએ અને ફરતું વૃક્ષાદિ કાંઈ દેખાવા ન લાગ્યું. જાણે સર્વજન પાતાળમાં પેઠા હોય તેમ થઈ ગયું. સર્વ સૈનિકે, સમુદ્રના જળમાં જેઓનાં વહાણ ભમવા માંડયા હોય તેવા વહાણ વટીઓની જેમ એને ઉપાય કરવામાં મૂઢ થઈ આકુળ વ્યાકુળ થઈ ગયા–
અપૂર્ણ
Vશ્રી સુમતી જીન સ્તવન.
(રાગ દીક્ષા પ્રભુકી પાવ)
જીન. ૩
છનરાજ દરીસન પાવે પ્રાલબ્ધવંત પ્રાણી; સુમતી પ્રભુ સુખ માણું, સાચી અરે જીનવાણી. જીન. ૧ મદમાંહી હું છલકાય, માયા મહીં હું મચા શુભ પ્રેમથી નહીં પાયો, હેતે જરા જીવાણું.
ધી બની મલકા, હીણભાગી હું લલચાયો ઇન ભકિતમાં ન મચાય, જન્મ કીધે ધુલધાણી. જનરાજ મુરત પ્યારી, સતસંગ અંકુશ ધારી કુકર્મ કાપે ભારી, સહેજે વરે સ્તવનારી. જન “શાંતિમંડલ” તારે, મણિલાલ દુઃખનિવારે સેવક છું હું નિહાલે, તારો પ્રભુ દીલ માની. જી. ૫ લેખક:-મણીલાલ કાળીદાસ શાહ.
વઢવાણ સીટી.
ઇન. ૪