________________
૩૨૦ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[અકબર
ભવિષ્યમાં બુદ્ધિ બળની સાથે આયુષ્ય, આરોગ્ય, યશ, સુખ અને છેવટે
પરમાણુંદ પ્રાપ્ત થાય છે.' પ્ર-તેમ થવાનું કારણ શું? ઉ–જે જે પ્રસગે આર્ય જૈન વેદના મંત્ર બોલવામાં આવે છે તે તે મંત્રમાં
રહેલ દૈવી શકિતના પ્રભાવથી પરણનાર વરકન્યાના ઉમર ઉત્તમ અસર થાય છે. અને તે અસરને લીધે તેમનું આત્મિક બળ વૃદ્ધિ પામતું જાય છે. તેથી સર્વ પ્રકારનાં આ લોકનાં સુપ સંપાદન કરવામાં એ દંપતિ પૂર્ણ અધિકારી થાય છે. તે વાત નિર્વિવાદ રીતે સિદ્ધ થાય છે. માટે હું સવ જૈન બંધુઓને સૂચના પૂર્વક કહું છું કે આપણા પ્રાચીન શાસ્ત્રમાં લગ્નવિધિ યથાર્થ રીતે દર્શાવેલી છે. છતાં અન્યધર્મ ઓના પ્રસંગને લીધે આપણી કેમમાં લગ્નવિધિ અન્યદર્શનિના અનુકરણરૂપે કરવામાં આવે છે. તે દિલગીરીની વાત છે. કારણકે તમારા ભાજનમાં ભેજન છે છતાં તેને મૂકી અન્યના ભાજનનું ભેજન ખાવા ઈચ્છો છો તે પછી તેનાથી બીજી શું વધારે શોચનિય વાત છે તે કહો. માટે અંતઃકરણની લાગણીથી કહું છું કે તમે તે દેષ દુર કરવા સારૂ આપણું શાસ્ત્ર પ્રમાણે દર્શાવેલી લગ્નવિધિને પ્રચાર કરે. એમ હું પિકારીને સર્વ જૈન બંધુઓને જણાવું છું અને અન્યસંસ્કારો પણ જે નષ્ટ થઈ ગયા હોય તેને સુધારી જૈન શાસ્ત્રાનુસારે શુદ્ધ કરવા પ્રયત્ન કરો અને કરાવો. એમ જૈન ભવેતાંબર કોન્ફરન્સ ખાસ
આવશ્યકતા ધારે છે. આ અર્વાચિનકાળમાં થોડા વખતપર કાઠીઆવાડમાં માંગરોળ બંદરના વતની અને મુંબઈના પ્રસિદ્ધ વ્યાપારી શેઠ અમરચંદ તલકચંદે તા. ૧૪-૧૨-૧૮૦૩ સં. ૧૯૬૦ના માગશર વદ ૧૫ ને સોમવારે પોતાના પુત્ર શિવચંદ્રનાં લગ્ન જૈન લગ્નવિધિ પ્રમાણે કર્યા હતાં, તથા શિવચંદ્રના જેષ્ઠબંધુ શેઠ હેમચંદભાઈએ સંવત ૧૯૬૬ ની સાલમાં કાઠીઆવાડમાં રાજકોટ પાસે સરધાર ગ્રામ મધે પિતાનાં લગ્ન જૈન લગ્નવિધિ પ્રમાણે કર્યા. તેમજ અમદાવાદમાં સારાભાઈ મગનભાઈના પુત્ર શેઠ અંબાલાલભાઈએ પિતાનાં લગ્ન જૈન વિધિ પ્રમાણે કર્યા. આ પ્રમાણે માળવામાં પણ જુદે જુદે સ્થળે જૈન વિધિ પ્રમાણે લગ્ન થયાં છે, તેમ બીજે સ્થળોએ પણ થયાં છે. પણ જ્યાં સુધી બધા જેન કામમાં પ્રચાર નથી ત્યાં સુધી હું એમ કહું છું કે હજી તમને અંતઃકરણની લાગણી થઈ નથી. જ્યારે અંતઃકરણની લાગણી થશે ત્યારે સઘળી જૈન સમાજને આ ભારત ભૂમી જન મય વર્તાશે અને ત્યારેજ જૈન ધર્મને ઝુડે રોપાણે, અને જૈન શાસન જયવંતુ વર્યું કહેવાશે. જૈન ધર્મને ઉત થશે. માટે મહારા વહાલા બંધુઓને હું વારંવાર કહું છું કે જેના લગ્ન વિધિ પ્રમાણે જ લગ્ન કરે.