________________
૩૧૦]
-
જન કેન્ફરન્સ હેરલ્ડ.
[અકટેબર
વાંદવા માટે ઉપાશ્રયમાં જાઓ છો ને ત્યાં સફાઈથી ગઠવેલાં પુસ્તકો, પાનાં ત્થા પુઠીઆનાં દર્શન કરે છે પણ અફસની વાત છે કે તે શા કારણથી ગઠવવામાં આવ્યા છે. જ્ઞાન તે શું છે તેને ભાગ્યે જ વિચાર કરે છે. આપણા પુજ્ય મુનિમહારાજાઓ પોતાની અમૃત વાણીથી જ્ઞાનની આશાતના ન કરવી તેને માટે વારંવાર ઉપદેશ આપે છે તેનું શું કારણ છે. આપણુમાં મહાન આચાર્યોના હાથથી લખાયેલાં સેંકડો પુસ્તકોને જ્ઞાન ભંડાર છે તે જ્ઞાન ભંડાર રાખવાની શી આવશ્યકતા છે તેને ભાગ્યે જ વિચાર કરો છો. આપણા આચાર્યોએ મહાન પરિશ્રમ વેઠીને આટલાં બધાં પુસ્તકને વારસો તમેને સે છે તેની આવી અવસ્થા થવાને સે હશે તેને વિચાર કરે. અહીં આ કેવી શોકજનક બીના છે. જેનાથી આપણે ઉદ્ધાર થવાનું છે, જેનાથી મોક્ષ માર્ગ ખુલ્લે કરી શકાય છે તેવાં પુસ્તકોની આવી દુર્બળ સ્થિતી થવાનું શું કારણ તે તપાસતાં આપણામાં જ જ્ઞાનની ખામી જેથી આપણે તેની સાર સંભાળ લઈ શકતા નથી. તે ભાઈબો ચેતે. સમય છે ને સમય વિચારીને કાર્ય કરવું તે સજજન પુરૂષોનું કાર્ય છે. તે મારા બંધુઓ પ્રમાદને વશ નહી થાતાં કેળવણીરૂપી કલ્પવૃક્ષને આશરે . જેમ કલ્પ વૃક્ષ પિતાની ઈચ્છીત વસ્તુ પ્રાપ્ત કરી આપે છે તેમ કેળવણીથી પણ ઇચ્છીત કાર્ય સફળ થાય છે. અરે ભાઈઓ દીપક તે અંધકારને જ નાશ કરે છે, પણ કેળવણીરૂપી જ્ઞાનદીપક કામ, ક્રોધ, લોભ, મેહ, માયા, ઈત્યાદી મહાન રાક્ષસને નાશ કરી શકે છે. કરડે વિજળી લાઈટોના અજવાળા કરતાં પણ જ્ઞાનરૂપી દિપકનું અજવાળું અથાગ છે. બંધુઓ વિશે શું કહેવું. આપણી અધોગતિ થવાનું મુખ્ય કારણ કેળવણીની ખામીને લીધે થાય છે. અરે ભાઈઓ એક જંગલી લાકડું પણ કેળવણીના પ્રબળ બળથી મોટી મોટી ઇમારતમાં શેભે છે. પત્થર પણ ખાણમાં કેવી સ્થિતીમાં હોય છે પણ તેના ઉપર કેળવણીના પ્રબળ બળથી તે કે સુંદર લાગે છે અરે હીરો જ્યારે ખાણની અંદર હોય છે ત્યારે તે કેવો લાગે છે પણ જ્યારે તેના ઉપર પાલીસ થાય છે ત્યારે તે કે સુંદર તથા કીંમતી થાય છે. તે ભાઈઓ આવી નિર્જીવ વસ્તુઓ ઉપર પણ કેળવણીના પ્રતાપથી કેટલે ફેરફાર થાય છે. અરે ભાઇઓ તમે સરકસ જેવા તે ગયા હશે અને ત્યાં રાખેલા ઘાતકી પ્રાણીઓ પણ કેળવણીના બળથી મનને હેરત પમાડે તેવા ખેલ કરી બતાવે છે તે તે પણ કેળવણીને જ પ્રતાપ છે. માટે ભાઈઓ તમને મનુષ્ય જેવો અમુક અવતાર મળે છે કે જે દેવતાને પણ દુર્લભ છે. તે તમે તેને શા માટે નિરથક ગુમાવે છે. બંધુઓ જેમ આખા દેહની સર્વ ઇદ્રીઓ કરતાં ચક્ષુ ઘણીજ કીંમતી છે તેવીજ રીતે જ્ઞાનચક્ષુ વિનાને અવતાર પણ એક પશુ તુલ્ય છે, જેમ આંખથી દરેક ચીજે દુનીયામાંની જોઈ શકાય છે તેમ જ્ઞાનચક્ષુથી તે તેના કરતાં પણ વધારે અમુલ્ય ચીજે આ લેકની તથા પરલોકની જોઈ શકાય છે. તે બંધુઓ જેમ આંખ વિનાને અવતાર નકામો છે તેમ જ્ઞાનચક્ષુ વિનાની જીંદગી પણ નકામી છે.
વિદ્યા દદાતિ વિયં વિનયા યાતિ પાત્રતામ; પાત્ર તાદ્ધ નમતિ ધનાદ્ધર્મત તખં