________________
૨૮૬].
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
સપટેમ્બર
હિરસુરીશ્વર મહારાજજીનાં મહાતમ્ય તથા ચમત્કાર સંબંધી મહારાજ શ્રી જસવિજ્યજી સાહેબે ઘણું સારું વ્યાખ્યાન આપ્યું. તે પછી ઊના મહાલના મહેરબાન તહેસીલદાર (વહીવટદાર) સાહેબ જેસીંગભાઈ જે કે એક જૈન ગૃહસ્થ છે તેમણે તથા મી. મોરારજી રઘુભાઈ વકીલ તથા મી. અભેચંદ હેમચંદ અને મી. પાનાચંદ છવરાજે અઝીરીતે વિવેચન કરી શ્રોતાઓ ઉપર સારી છાપ પાડી, અને સુવ્યવસ્થા રહેવા માટે સંઘના સર્વાનુમતે તે કાર્યના પ્રમુખ તરીકે મી. મોરારજી રધુભાઈ વકીલને તથા સેક્રેટરી તરીકે મી. અમ્રતલાલ ત્રીભોવનદાસ શેઠને ચુંટી કાઢવામાં આવ્યા, અને શ્રી અજારા પાર્શ્વનાથજી તથા જગદ્ગુરૂ વિજ્યહિરસુરીશ્વરજી મહારાજ અને જસવિજ્ય મહારાજની જય બોલાવી દરેક શ્રાવક ભાઈઓ તથા બહેને એ તિર્થને વિષે પંચકલ્યાણક પુજા ભણાવવાના કાર્યમાં ગુંથાયાં અને ‘સારો આનંદ મેળવ્યો.
છેવટની વિનતિ
આ સ્થળો આપણી પુર્વની જાહોજલાલી સુચવે છે અને તેને પુનરોદ્ધાર કરવાની પુરેપુરી આવશ્યકતા હોવાથી તે કામ સત્વર ઉપાડી લેવા અથવા તેમાં મદદ આપવા નમ્ર વિનંતિ છે.
આ જીનાલયના જીર્ણોદ્ધાર પાછળ લગભગ આઠથી દશ હજાર રૂપિઆની અને બે હાર ગજ આરસ પાટીઆની જરૂર છે. આ મોટી રકમ એક વ્યક્તિ આપી શકે તેવું પ્રાયે – જોવામાં આવતું નથીતે પણ “પંચકી લકડી એકકે બોજ” એ શૈલી ગ્રહણ કરી યથાશકિત મદદ કરવામાં આવશે તો આ તિર્થસ્થળોને ખરેખર પુનરોદ્ધાર થઈ શકશે, અને મહાન પુન્ય ઉપાર્જન થશે. તેમ વિજયહિરસુરીશ્વરજી મહારાજ પુસ્તકાલયમાં જ્ઞાનની કાંઈ ભેટ મળશે તો તેને ઘણું ભવી જીવો લાભ લેશે. જેથી એ બંને કાર્યોમાં મદદ કરવા અને તે મદદ અત્રે સંઘના અગ્રેસર દેશી ધારસી ધરમસી તરફ ઉના મુકામે મોકલવાં. તેમજ ઘણા ભવી જીવો ગીરનારની યાત્રા કરવા પધારે છે તે ગીરનારથી વેરાવળ, પાટણ સુધી રેલ્વે ટ્રેન દ્વારા આવી શકાય છે અને ત્યાંથી આ સ્થળો માત્ર ૨૪ કોશ દુર છે, તેમ મુંબઈથી ભાવનગર આવતી જતી સ્ટીમર જાફરાબાદનાં બંદરે ધરે છે અને ત્યાંથી આ સ્થળ માત્ર ૧૦ કોશ દુર છે. આ બંને બાજુના રસ્તા ઘણું સુલભ છે અને વાહનોની સગવડ સસ્તા ભાડાથી થઈ શકે છે જેથી ઘણું ભવી જો સંઘ કાઢીને અથવા પોતાનાં કુટુંબ સહિત પધારીને આ તિર્થને લાભ લે છે. તે મુજબ લાભ લેઈ પિતાના આત્માની શુદ્ધી કરવા પુનઃ પુનઃ વિનંતિ કરવામાં આવે છે. ઉના કાંઠેઆવાડ. તા. ૮-૮-૧૧.
મોરારજી રઘુભાઈ વકીલ