________________
૨૫૪]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ ઓગષ્ટ
શેઠ કલ્યાણચંદ. ભાગચંદ રા. રા. મોતીચંદ ગીરધરલાલ કાપડિયા છે, મકનજી જુઠાભાઈ મહેતા બાદ સભા વિસરજત થઈ હતી.
શ્રી ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. છેલ્લે ખેડા તાબે ગામ કપડવંજ મધ્યે આવેલા શ્રી ચિંતામણીજી પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ –
સદરહુ સંસ્થાને શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ કરમચંદ વિરચંદના હસ્તકને સંવત ૧૯૬૦ ના કારતક સુદ ૧ થી સંવત ૧૮૬ના આસો વદી ૩૦ સુધીને હિસાબ અમેએ તપાસેલે, પરંતુ વહીવટ કર્તા ગૃહસ્થ સમજ ફેરથી અથવા વખત નહીં મલવાથી તેને લગતી જંગમ મીલકત દેખડાવેલી નહીં. તેથી તે બદલ ઘણું વખત સુધી પત્ર વ્યવહાર ચલાવતા છેવટે વહીવટ કર્તા ગૃહસ્થ અમને બોલાવી સદરહુ સંસ્થાને લગતે સંવત ૧૯૬૭ ના કારતક સુદ ૧ સુધીને પુરેપુરે હિસાબ તથા તેને લગતી જંગમ અને સ્થાવર મીલકત દેખડાવે છે. તે માટે આભાર માની તેમને પૂરેપ . ધન્યવાદ આપીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે.
છેલ્લે ગુજરાત મહાલ મહેસાણા તાબે ગામ ધણેજ મધે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજ તથા અછતનાથ મહારાજના દેરાસરછના વહીવટને લગતે રીપોર્ટ :
સદરહુ સંસ્થાને શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ નથુચંદ લલ્લચંદ તથા શેઠ કસ્તુરચંદ ભીખાચંદના હસ્તકનો સંવત ૧૮૫૮ ને ભાદરવા વદી થી સંવત ૧૯૬૭ ને ફાગણ વદી ૭ સુધીને હિસાબ અમોએ તપાસ્ય. તે જોતાં નામું રીત સર રાખવામાં આવ્યું નથી, પણ વહીવટ જૈનશૈલી મુજબ સારી રીતે ચલાવે છે. તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
સદરહુ ગામમાં વેપાર ઉપર પોતરા નામને લાગે નાખેલ છે. તે લાગાની ઉપજમાંથી જેનીઓએ સેંકડે રામ બે લેખે દેરાસરજીમાં આપવા ઠરાવ્યું તથા આખા મહાજને રામ ચાર લેખે ખડા હેરમાં આપવું ઠરાવ્યું. તે નાણું થોડાક વખત સુધી વસુલ આપી પાછળથી કોઈ કારણને લીધે વસુલ આપતા નથી તેથી આખું મહાજન છવ–દયાના દ્રવ્યના લેપમાં પડી માઠાં કર્મ બાંધે છે. જો કે કેટલાએક જેની શૈડાક વરસથી રામ બે પ્રમાણેના લાગાના નાણાં દેરાસરજીમાં આપે છે.