________________
૨૧૮ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
" [ જુલાઈ
સદરહુ ઠરાવ ચાણસમા તાલુકાના ગામ ધારપરના ઠાકોર સાહેબ દેહળસીંહજી કલ્યાણસીંહજીના રૂબરૂ કરવામાં આવેલ છે. આ કામમાં ઉપદેશક સાથે ઠાકોર સાહેબે પણ સારો ભાગ લીધો હતો,
જૈન સંઘમાં પણ કન્યાવિક્રય ન કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. સાહેબાપુરમાં દશરા ઉપર પશુવધ કરે નહીં. વલી જીવ હિંસા કરવી નહીં; દારૂ પીવે નહી તેમજ કઈ પણ જાતનું પાપ ન કરવા સોગન લઈ ઠરાવમાં સહીઓ કરી ઠરાવ શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સને મોકલી આપ્યો છે.
શ્રી સંધ તરફથી શાં. જીવરાજ તારાચંદ ઠરાવમાં જણાવે છે કે જીવદયા બાબતમાં હજાર રૂપીઆ ખરચતાં જે ઠરાવ ન થાય તે મી. વાડીલાલના ભાષણથી થયે જાણી ઘણુજ ખુશી થયા છીએ તા. ૨-૬-૧૧
ઇલ–અહીંના શ્રી સંઘે ઉપદેશક મી. વાડીલાલના ભાવણથી કન્યાવિક્રય ન કરવા ઠરાવ કર્યો છે તથા શિયળ વત પાળવા, બંગડીઓ ન પહેરવા, ફટાણા ને ગાવાં વગેરે બાબતના કેટલાક ઠરાવ બૈરીઓએ કર્યા છે,
ફુદેડા--ઉપદેશક મ. અમૃતલાલ વાડીલાલે અહીં આવી કન્યાવિક્રય વગેરે બાબતો ઉપર જાહેર ભાષણ આપવાથી નીચે પ્રમાણે ઠરાવ થયા હતા.
કન્યાવિક્ય કરવો નહીં, ટીનનાં વાસણ વાપરવા નહીં, ભ્રષ્ટ ખાંડ વાપરવી નહીં વગેરે કેટલાક દુષ્ટ રીવાજ નાબુદ કરાવ્યા છે. ઉપદેશકોને બે વખત એક વરસમાં દરેક. ગામે જવાથી સારી રીતે સુધારા થવા સંભવ છે.
પીલવાઈ–ઉપદેશક મી. અમ્રતલાલના ભાષણથી સારી રીતે માણસો એકઠાં થયાં હતાં, ભાષણો જુસ્સાથી થતાં હોવાથી સિને સારી અસર થઈ હતી. હેડમાસ્તર છોટાલાલે પણ કેટલુંક વિવેચન કર્યું હતું, અહીંના રજપુત ભાઈઓએ દારૂ નહી પીવા પ્રતિજ્ઞા કરી છે. વળી ૫૦-૭૫ માણસોએ ભ્રષ્ટ ખાંડ ન ખાવા બાધા કરી છે. આ બાબત માટે માસ્તર છોટાલાલ રણછોડદાસે મી, અમૃતલાલ માટે તથા પુંજાભાઈ (નવા ઉપદેશક ઉમેદવાર) માટે સારો મત ધરાવ્યો હતો. વળી જણાવ્યું છે કે તેમની બેલવાની શૈલી વિગેરેથી લોકોને સારી અસર થઈ છે. આવા ઉપદેશકોની જરૂર છે તે ખોટ પુરાતી જોઈ આનંદ થાય છે. તા. ૨૨-૬-૧૧
માણસા-ઉપદેશક મી. વાડીલાલે અહીં આવી કોન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણે આપ્યાં તેથી અહીંને શ્રી સંધ ઘણો ખુશી થયો છે. કેટલાક સુધારા મુનિ વિહારથી થયા છે, તેને મી. વાડીલાલના ભાષણથી ટેકો મળેલ છે. વળી ઠાકરડા લેકોની એક સભ કરવામાં આવી હતી તેમાં જીવદયા વગેરે બાબતો પર ભાષણ થતાં ઠાકરડાઓએ અંદગી પર્યંત દારૂ ન પીવો તથા માંસ ભક્ષણ ન કરવા જળ લઈ સોગન ખાધા છે. આ અપૂર્વ લાભથી અમે કોન્ફરન્સને આભાર માનીએ છીએ. જીવ દયાના સંબંધમાં કોન્ફરન્સ આવા