________________
૧૯૧૧]
કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગદર્શન.
[૧૬૭
જે મહદ ફેરફાર કરી શક્યા છીએ તેને લાભ લઈ હવે કાંઈ કરી બતાવવાની આવશ્યક્તા છે માત્ર વચન વૈભવથી કાર્ય સિદ્ધિ થઈ શકતી નથી. કોન્ફરન્સના ઠરાવોને ધવળપત્ર ઉપર આલેખાયેલા રહેવા દીધાથી કોમની ઉન્નતિ કદી પણ થઈ શકશે નહી તે ઠરાવોને અમલમાં મુકવાની તેમજ મુકાવવાની શકિત ધરાવનારા આત્મ ભોગ આપનારા કર્તવ્યનિષ્ટ ઉત્સાહી પુરૂષની કામને જરૂર છે. વચન બળ ઉપર કાબુ નહિ રાખી શકનારા મનુષ્યો દરેક વિષયને સર્વ દર્શનજરથી અભ્યાસ કર્યા સિવાય પિતાનો અભિપ્રાય આપવા બહાર આવે છે તેથી ઘણી વખત લાભને બદલે હાનિ થવા સંભવ છે. સંકુચિત દષ્ટિબિન્દુ રાખવાથી અમુક વિષયને પુરતે ઇન્સાફ આપી શકાતું નથી. દરેક બાજુનું યથાર્થ અવલેકિન ર્યા સિવાય ચોકસ નિશ્ચય ઉપર આવી શકાતું નથી. અમુક વ્યક્તિના જાહેર કનું ન્યાય દૃષ્ટિથી અવલોકન કરનારે તે વ્યકિતની નિન્દા કરવા તરફ ઘેરાઈ જવું જોઈએ નહિ, ઘણી વખત કાર્યોનું પરિણામ કાર્ય કરનારની ઈચ્છા પ્રમાણે નીપજતુ નથી. બીજા અનેક તને સદ્ભાવ જુદું જ પરિણામ લાવી મુકે છે. કાર્ય કરનાર ભિન્ન ભિન્ન તો ઉપર કાબુ ધરાવી શકતો નથી, સારા આશયથી આદરવામાં આવેલ કાર્ય તેના કર્તાની ઇચ્છા વિરૂદ્ધ કવચિત તદન જુદી જ રીતે પરિણામે છે અને તેને સમયે કાર્ય કરનારના સ્વપ્નામાં પણ ખ્યાલ ન હોય તેવા પરિણામ લાવવાની ઇચ્છાને તેનામાં આરોપ કરી ગરીબ બિચારા સહદય કાર્ય કર્તાને નિંદા કારક શબ્દથી વધાવી લેવામાં આવે તે અત્યંત ખેદજનક છે. વ્યવહાર નિપુણ નિતિકાર શાન્તિથી કાર્યોનું અને તેના પરિણામનું અવલોકન કરવાનું આગ્રહપુર્વક સુચવે છે. સંપૂર્ણ વિચાર કર્યા સિવાય ઉતાવળથી મત બાંધી લેનારાઓ ઘણી વખત છે તરાય છે અને પાછળથી જ્યારે અભિપ્રાય ફેરવવા પ્રસંગ આવે છે ત્યારે કંઇક કફોડી સ્થિતિ અનુભવવી પડે છે. . એક તરફથી જ્યારે ઉપર પ્રમાણે અવાજ આવે છે ત્યારે બીજી તરફથી ધમ ચુસ્ત (orthodox) સ્વામિ ભાઈઓ કહે છે કે જીણું દેરાસરને ઉદ્ધાર કરે, જ્ઞાન ભંડારોનું રક્ષણ કરે, પાંજરાપોળની સ્થિતિ સુધારે, અન્ય અનેક જીવદયાના કાર્યો હાથ ધરે. વળી કેઈએમ પણ કહેવા બહાર આવે છે કે જીર્ણ ચંદ્ધાર, જીર્ણ પુસ્તકો હાર જે પ્રજાનું ભવિષ્ય સુધારવા માટે હાથ ધરવામાં આવે છે તે પ્રજાજ દીવસે દિવસે ઉગહીન થતી જાય છે, નિરાશ્રીતોની સંખ્યા વધતી જાય છે, સમુદામ બળમાં ઘટતી જાય છે, જીવન વ્યવહાર સુખેથી ચલાવવાની મુશ્કેલી વૃદ્ધિ પામતાં ઉપાધિ પ્રસ્ત થતી જાય છે તેને પ્રતીકાર કરવામાં ન આવે તે પછી જીર્ણોદ્ધાર શા કામના ? જનદ્ધાર કર્યા સિવાય જીર્ણોદ્ધાર કઈ રીતે લાભદાઈ થઈ શકે! દેરે જનારાઓની સંખ્યા ઘટતી જતી હેય તો પછી જીન મંદીરની શું સ્થિતિ ! જીન મંદીરમાં થતી અનેક આશાતના દુરકરવા માટે, તેની સાર સંભાળ રાખવા માટે ઉત્સાહી પુરૂષો મળી આવે નહી તે કેટલું ખેદજનક ?
સંસાર સુધારાને મુંડે ઉપાડનારાઓ વળી આપણું સંસારીક રીતી રીવાજોમાં પેસી ગયેલો સડે દુર કરવા માટે, બાળલગ્ન, વૃદ્ધ વિવાહ, કન્યા વિક્રય, અયોગ્ય ખર્ચે