________________
૧૯૧૧]
કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગ્દર્શન.
[૧૬૫
દશાને લાગ શોધતાં લાંબા વખતથી તેના સુઈ રહેલા શત્રુઓ પણ જાગૃત થાય છે અને તે વ્યકિતની નબળી સ્થિતિનો લાભ લઈ તેઓ તેને વધારે દર્દશામાં ધકેલી પાડવા માટે પ્રયાસ કરવાનું ચુકતા નથી. આવીજ બારીક સ્થિતિ આપણી પરમ માનનીય કેન્ફરન્સની અત્યારે થઈ પડી છે. તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે બાહોશ અર્થ શાસ્ત્રીઓની જરૂર છે. તેને મરણ પથારીમાંથી ઉઠાડવાને માટે કોમની દાઝ હૈયે ધરનારા પ્રવીણ વૈદ્ય ડાકટરોની જરૂર છે.
Either now or never એ નિયમ અનુસાર હાલ તુરતજ યુવાન વયે પહોં ચતી કોન્ફરન્સને કંઇક અંશે જણ તો ભુલો સરખી તેની બાળ ચેષ્ટાથી મુકત કરી જનમન રંજનાથે તેની પ્રઢ દશાને શોભે તેવા વસ્ત્રાલંકારે–વિશાળ કાર્યક્રમથી શુશોભિત બનાવી લેક કલ્યાણાર્થે તેના હાથ વધારે મજબુત બનાવવાની જરૂર છે. હમણાજ જે પ્રયાસ કરવામાં નહિ આવે અને સસ્તામાં વખત નીગમન કરી કોન્ફરન્સને યમદ્વારે પહોંચાડવામાં આવશે તે હાલની પ્રજા ભવિષ્યની પ્રજાને એટલી બધી જવાબદાર રહેશે; તેની ફરજોમાં એટલી બધી પછાત પડેલી ગણાશે કે ભાવિ પ્રજા આપણ નીંદા કરવા પ્રેરાશે તે તેથી આપણે અજાયબ થઈશું નહિ.
કેટકેટલા દ્રવ્યના, શ્રમના, મહેનતના, વખતના ભોગે ઉછેરવામાં આવેલ કોન્ફરન્સ રૂપી છેડને માત્ર પાણી પાવા રૂ૫ શ્રમથી કંટાળી જઈ આળસથી બળી જવાદેવામાં આવશે તે પછી ભવિષ્યની જન પ્રજા અન્ય પ્રજાથી બે ત્રણ દશક પછાત રહેશે અને તેથી સાધારણ શકિતથી વીર્ય ફુરણા કર્યા સિવાય પિતાની ગુમાવી બેઠેલ સરસાઈ પાછી મેળવી શકશે નહી. રાંડયા પછીનું ડહાપણ કંઈ કામ આવતું નથી. માત્ર શ્રેણીબદ્ધ પશ્ચાતાપના વિચારોમાં કાળ વ્યતીત કરવો પડે છે અને મૃત્યુ પર્યત વૈધવ્યનું દુઃખ ભોગવવું પડે છે તે જ પ્રમાણે આ સમયે જે સાવચેતીના ઉપાયે કામે લગાડી કોન્ફરન્સને મરણ શરણ થતી અટકાવવામાં નહી આવે તે પછી આખી કેમ અવનતિને રસ્તે ગબડી પડશે અને જૈન સમુદાયને અનેક ઉપાધિમય જીવન ગુજારવું પડશે.
ઉપરોકત સંયોગો વચ્ચે એજ પ્રશ્ન ઉદ્ભવે છે કે હાલની સ્થિતિમાં કેવી રીતે ફાર ફેર કરે. એક બાજુ સાધુઓ રાયચંદ્ર-લાલન અને શીવજી સામા કટીબદ્ધ થઈ પિતાનું અપુર્વ વીર્ય જોઈએ તે કરતાં વધારે પ્રમાણમાં એક રસ્તેજ અજમાવે છે તે બીજી બાજુ કેળવાયેલ વર્ગ વિચાર સ્વાતંત્ર્યની ઉત્કટ છેળામાં આમતેમ ઉથલાઈ પરમેસ્કષ આહંત ધર્મના સિદ્ધાંતોના ઉપલકીય (superficial) જ્ઞાનાર્ડબરથી ગર્વિક બની જઈ મુગ્ધતાથી નજીવી વાતને મોટું સ્વરૂપ આપી પરમ પુજ્ય સાધુ વર્યોની સામે કેવળ નિંદાયુકત બેપરવાઈ ભરેલા લખાણ પ્રકટ કરી કેમની ઉન્નતિના મુખ્ય મુખ્ય કાર્યોને સીધી યા આડકતરી રીતે વાંધા પહોંચાડવા ઉપરાંત શાસનની હીલના કરવા-કરાવવામાં મુખ્ય સાધનભુત થઈ પડે છે. કલેશની શરૂઆતમાં કરવા આવેલી એક સામાન્ય ભૂલને માટે દીલગીરી પ્રદર્શિત નહિ કરતાં તેને નહિ કબુલ કરવામાં રૂપ