________________
૧૪]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ,
[ જાન્યુઆરી
છે. જે આ સંસ્થા દાખલ કરવામાં આવશે તે આપણી કેમમાં યુરોપની સ્થિતિ નિહાળી શકીશું. યુરોપમાં સુધરેલા દેશમાં દરેક કુટુંબમાં સારી સલાહ આપનારા વૃદ્ધ પુરૂષ હોય છે. તે લાભ આપણું કામ પણ પ્રાપ્ત કરી શકશે. - બીજા મુદ્દો જે વધુ મહત્વનું છે તે એ છે કે દરેક સંધે પ્રાથમિક અને વચગાગેની કેળવણી મુકત તથા ફરક્યાત કરવી આવશ્યક છે. પ્રથમ અખતરા કેળવણીને મુફત કરવાનું છે. જયાં જયાં સારી વસ્તી ધરાવતે જૈન સંઘ હોય ત્યાં પોતાની સ્થાનીક જરૂરીયાત પ્રમાણે નાનાં મોટાં ફડે ઉભા કરી ગરીબ યા પૈસાદારના તફાવત વગર સર્વ બાળ બાળિકાઓને મફત પુસ્તકો તથા ફી પૂરાં પાડવાં જોઈએ છીએ. આમ કરવાથી કેળવણીને જબરૂ ઉતેજન મળી શકશે. આ અખતરો જે ફતેહમંદ થાય કે જેને વિષે કંઈ શંકા નથી તે પછી તેને ફરજીયાત કરવા જૈન સંઘોએ ઠરાવ પસાર કરવા જોઈએ. જે આપણે દુનિયાને ઇતિહાસ અવકીશું તે માલમ પડશે કે જે દેશમાં પ્રાથમીક તથા અન્ય કેળવણીનો વધારો થયો છે તે દેશોમાં મરણ સંખ્યા ઘણી જ ઘટી છે. કેળવણમાં લોકોને વધારવાથી આપણને બીજી મુશ્કેલીઓ સંસાર સુધારામાં નડે છે તે જતી રહેશે એટલું જ નહિ પણ ઉન્નતિક્રમ ઉતાવળથી કરી બીજી કેમની સાથે હરીફાઈ કરવા આપણે શકિતમાન થઈશું. દરેક ગામડામાં કે જ્યાં સરકારી સ્કુલ હસ્તિ ધરાવતી ન હોય તથા સારા પાયા ઉપર ચાલતી ન હોય ત્યાં પાઠશાળા સ્થાપવી ઘટે છે. આ હિલચાલો ચાલે તેની સાથે બાળ લગ્નના સંબંધમાં જબરો ધુજારો આપણે ચલાવવો જરૂરી છે અત્રે એક સૂચના કરીશ કે જેના ઉપર જૈન કેમે અવશ્ય લક્ષ્ય ખેંચવું ઘટે છે. જૈન, વિદ્યાર્થીઓ યુનીવર્સિટીમાં કુંવારી જીંદગી પાળી ગ્રેજ્યુએટ થાય તો તેને માટે ઇનામ આપવાની પદ્ધતિ દાખલ કરવાથી મોટે લાભ ઉઠાવી શકાશે. કેળવણીની મદદના સંબંધમાં
ધારાઓને પસંદગી એકવાર બીજી રીતે આપવાથી બાળ લગ્નને જબરો ફટકો મારવા શક્તિમાન થઈશું. અન્ય પગલું કે જે કેન્ફરન્સ લઈ શકે તે એ છે કે તંદુરસ્તીના નિયમોનું જ્ઞાન ફેલાવવા વિધ વિધ સ્થળે ઉપદેશક મેકલવા જોઈએ. ' '
જે ઉપલા ઉપાયો સામટી રીતે યોજવામાં આવે તો ખાત્રી થાય કે આપણે અસ લી ખરો ખવાસ પ્રાપ્ત કરી, બહાદુર બની, ઉત્સાહિત અને ચંચળ છંદગી પસાર કરી શિકીયે. લોકેની તંદુરસ્તી વધારી શકીયે ને વૃદ્ધાવસ્થા સુધી બંદગી વ્યતીત કરે તેવાં પુરૂષો ઉત્પન્ન કરી શકીયે કે જેને લઈને જેને કેમ અનુભવમાં મગજબળમાં શારીરિક સુખમાં ને અંતરમાં દેલત વૈભવનો સંબંધમાં સારું સુખ પ્રાપ્ત કરી જેના નામને શોભાવી શકે.
આવતી કેન્ફરન્સના ઠરાવે. જૈન ધર્મની ઉન્નતિને આધાર સંધના બળ ઉપર છે, સંધના બળને આધાર સંઘની વ્યકિતની ઉન્નતિ ઉપર છે. સંઘ સમૃદ્ધિમાં અને સંખ્યામાં ખીલતે હોય તે, જૈન ધર્મ