________________
૧૯૧૧]
ગૃહસ્થ ધર્મ અને નીતિપૂર્વક જીવન.
[૧૧૩
દીધા. સુવર્ણના પાત્રોની શ્રેણીથી શોભિત એવા માંચાઓ ગોઠવી દીધા, ભાત ભાતના ચિત્રવાળા ચીનાઈ વસ્ત્રોથી સુશોભિત, રનમય દર્પણથી આશ્ચર્ય કરે તેવી અને સુગંધ ભરપુર, એવી માળાઓ માર્ગની ચોતરફ સુંદર સ્તંભ સાથે લટકાવી દીધી. ઉંચા દંડવાળા અને મોતીના ઉલેચવાળા મંડપ કે જેઓ મેઘાડંબરની શોભાને ધારતા હતા, તેનાથી બધે એક છાયા કરી દીધી, સ્થાને સ્થાને મુકેલી અગ્નિ સહિત ધૂપ ઘીઓ અંદર નખાતા અગર કપૂરના ધુમ્રથી મંડપને અંકુરિત કરે તેવું કરી દીધું. આવી રીતે જાણે સ્વર્ગને એક ખંડ હોય તેવા માર્ગને કરીને મંત્રીઓએ પ્રભુના દર્શનને ઉત્સાહ ધરી રહેલ રાજાને સર્વે હકીકત નિવેદન કરી. પછી રાજા સ્નાન કરી દિવ્ય રંગરાગ અને સર્વ અંગે આભૂષણો તથા શુદ્ધ વસ્ત્ર ધરી, પુષ્પની માળા પહેરી ઉતમ ગજેન્દ્ર ઉપર આરૂઢ થયો મસ્તક પર શ્વેત છત્ર અને બંને બાજુએ બે ચમરથી વિરાજમાન મહારાજા ઈંદ્રના જેવો થઈને ચાલ્યો, મહા મુલ્યવાળા આભૂષણોને ધારણ કરનારા હજારો સામંત જાણે પોતાના વૈક્રિય સ્વરૂપ હોય તેવા તેની પછવાડે ચાલ્યા. ત્યાર પછી ચલિત ચામરોથી વિરાજિત અને ઈંદ્રાણીના રૂપને પણ પરાભવ કરતી અંત:પુરની મૃગાક્ષીઓ તેની પછવાડે ચાલી. માર્ગમાં બંદિજનો રાજાની સ્તુતિ કરતા હતા. ગાયકે ગીત ગાતા હતા, અને માર્ગને શણગારનારાઓ પોતાનું કૌશલ્ય બતાવતા હતા.
એવી રીતે બીજા રાજાના ઘાટા છથી જેના માર્ગમાં નવિન મંડપ થઈ રહે. લે છે, એવો દર્શાણ રાજા અનુક્રમે પ્રભુના સમવસરણમાં આવ્યું. તેણે ત્રણ પ્રદક્ષિણ દઈને પ્રભુને વંદના કરી. પછી સમૃદ્ધિથી ગર્વિત થઈ પિતાને યોગ્ય એવા સ્થાન ઉપર બેઠો.
એ વખતે દશાર્ણ રાજાને સમૃદ્ધિનો ગર્વ થયેલે જાણી તેને પ્રતિબોધ કરવાને માટે ઈદ્ર એક જળમય વિમાન વિકુવ્યું. તેમાં સ્ફટીક મણું જેવાં નિર્મળ જળના પ્રાંત ભાગે સુંદર કમળો વિકસ્વર થયેલા હતા, હંસ તથા સારસ પક્ષીઓના મધુર શબ્દના પ્રતિસાદ થઈ રહ્યા હતા, દેવ વૃક્ષો અને દેવતાઓની શ્રેણીમાંથી ખરી પડતા પુખેથી તે શભિત હતું, નીલ કમળોની શોભાથી તે ઈન્દ્રનીલમણિમય હોય તેવું લાગતું હતું, મરકતમણિમય નલીનીમાં સુવર્ણમય વિકસ્વર કમળનો પ્રકાશ પ્રવેશ થતાં તે અધિક ચળકતું હતું. અને જળના ચપળ તરંગોની માળાઓથી તે પતાકાની શેભાને ધારણ કરતું હતું. આવા જળકાંત વિમાનમાં ઇંદ્ર દેવતાઓની સાથે બેઠે. તે વખતે હજારો દેવાંગનાઓ તેને ચામર વિંજવા લાગી, અને ગંધર્વોએ આરંભેલા સંગીતમાં તે જરા જરા કાન આપવા લાગ્યો. આ પ્રમાણે પ્રભુના ચરણથી પવીત્ર એવી નીચેની પૃથ્વી તરફ દૃષ્ટિ કરતો ઇ મનુષ્ય લેકમાં આવ્યો, નીચે ઉતરતાં ઉતરતાં મરકત મણિના નાળથી વિરાજિત સુવર્ણના કમળ ઉપર જણે ચરણ સહિત પર્વત હોય તેમ ચરણ મૂકતો મૂકતો, મણિમય આઠ જંતુશળથી શોભિત અને દેવજુષા વસ્ત્રોથી જેની પીઠ આચ્છાદિત કરેલી છે, એવા ઐરાવત હાથી પર ઇદ્ર ચડ્યો, તે વખતે તે હસ્તિપર પ્રથમથી જ આરૂઢ થયેલી દેવાંગનાઓએ તેને હાથને ટેકો આપ્યો. એવી રીતે ઇંદ્ર સમવસરણ સમીપે આવ્યો. પછી જિનૅના ચરણમાં વંદન કરવાને ઇચ્છનાર ભક્ત જનોમાં શિરોમણી ઈદ્ર ભક્તિ ભાવિત ચિત્તે