________________
જેન કોન્ફરન્સ હેરડ, .
(માર્ચ,
૫૦ મેહરૂપી સર્પ ડયાથી જેમના જ્ઞાન-પ્રાણ નષ્ટ થઈ ગયા છે એવા
જીવને જાંગુલી મંત્રવાદી-ગારૂડીની પેરે નવું ચેતન્ય આપે છે તે ઉપા
ધ્યાયજી મહારાજને હું ધ્યાવું છું. ૫૧ અજ્ઞાનરૂપ વ્યાધિથી પીડિત થયેલા પ્રાણીઓને ધનંતરી વૈદ્યની પરે શ્રત
જ્ઞાનરૂપી શ્રેષ્ઠ રસાયણ આપી જે સજજ કરે છે તે ઉપાધ્યાયજીને હું
ધ્યાવું છું. પર ગુણ-વનનો વિનાશ કરનાર મદ-ગજને દમવા અંકુશ સમાન જ્ઞાનદાન
ભવ્યજંનેને જે સદા આપે છે તે ઉપાધ્યાયજીને હું ધ્યાવું છું. પર બાકીનાં દાન દિવસ, માસ કે જીવિત પર્યત પહોંચનારા જાણીને જે મુક્તિ
પર્યત પહોંચનારૂં શાશ્વત જ્ઞાનદાન સદા દે છે તે ઉપાધ્યાયજીને હું
થાવું છું. ૫૪ અજ્ઞાનઅંધ જનેનાં લેશન રૂડા શાસ્ત્રરૂપી શસ્ત્રના મુખવડે જે સારી રીતે
ઉઘાડી નાંખે છે તે ઉપાધ્યાયજીને હું ધ્યાવું છું. ૫૫ બાવન અક્ષરરૂપ બાવન ચંદનના રસવડે લોકોના પાપ-તાપને એકદમ
ઉપશમાવી દે છે તે ઉપાધ્યાયજીને હું ધ્યાવું છું. પ૬ યુવરાજ સમાન, ગ૭–ચિંતામાં સાવધાન અને આચાર્યપદને લાયક છતાં જે શિષ્ય વર્ગને વાચના આપે છે તે ઉપાધ્યાયજીને હું ધ્યાવું છું.
પંચમ શ્રી સાધુપદ વર્ણનમ્ ' (૫૭–૬પ). ૫૭ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ અનુપમ રત્નત્રયીવડે જે મોક્ષમાર્ગનું
સાધન કરે છે તે સર્વ સાધુઓને હું વંદન કરું છું. ૫૮ આર્ત અને રૈદ્ર એ બંને પ્રકારનાં દષ્ટ ધ્યાન તજી ધર્મ અને શુકલ એ
બે દયાનને જ ધ્યાવવાવાળા જે ગ્રહણશિક્ષા અને આ સેવના-શિક્ષાને
અભ્યાસ કરે છે તે સર્વ સાધુઓને હું વંદન કરું છું. ૧૯ ત્રણ ગુપિવડે ગુણ, ત્રિશલ્ય સહિત અને ગાવિત્રય વિમુક્ત છતાં જેઓ
જિનાજ્ઞાનું પાલન કરે છે તે સર્વ સાધુઓને વંદન કરું છું, ૬૦ ચારે પ્રકારની વિકથાથી વિરક્ત તેમજ સર્વ પ્રકારના કષાયના ત્યાગી છતાં - જેઓ દાનાદિક ચાર પ્રકારના ધર્મની દેશના દે છે તે સર્વ સાધુજનેને
હું વંદન કરૂં છું. ૬૧ પાંચે પ્રમાદના પરિવારી, અને પાંચે ઇંદ્રિયેનું દમન કરવા છતાં જેઓ
પાંચે સમિતિઓનું પાલન કરે છે તે સર્વ સાધુજનોને હું વંદન કરૂં છું. દર છ જવનિકાયનું રક્ષણ કરવામાં નિપુણ અને હાસ્યાદિક ષકથી મુક્ત છતાં
જેઓ છે તેને પ્રાણની પેરે ધારે છે તે સર્વ સાધુજનોને હું વંદન
કરૂં છું. ૧. ગુરૂગમથી સમજાયેલી આજ્ઞાનું પરિપાલન કરવું તે. ૨, રસ ગારવ, રિદ્ધિ ગારવ અને શાતા ગારવ. ૩, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને દુર્ગ છો.