SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦) શ્રી નવપદ પ્રકરણની સંક્ષિપ્ત વ્યાખ્યા. - - ૮ યદ્યપિ અનેક પ્રકારનાં આલબન શાસ્ત્રમાં વખાણ્યાંજ છે, તથાપિ નવ ૫ ધ્યાનજ મુખ્ય છે એમ જિનેશ્વર કહે છે. ૯ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર અને તપ એ નવ પદ જાણવા ( નવ પદનું સંક્ષિપ્ત સ્વરૂપમ ૧૦-૨૦ ) ૧૦ એ નવ પદમાં પ્રથમ પદે અદશ દોષ વિમુક્ત થયેલા, વિશુદ્ધ જ્ઞાનથી ભરેલા, તત્ત્વ પ્રકાશક અને સુરરાજ વંદિત એવા શ્રી અરિહંત ભગવાનનું નિરંતર ધ્યાન કરે. ૧૧ બીજે પદે સકળ કર્મબંધનથી વિમુક્ત થયેલા અને અનંત જ્ઞાન, દર્શન, ચારિક તથા વીર્યરૂપ અનંત ચતુષ્ટય સંપ્રાપ્ત થયેલા એવા પંદર ભેદે પ્રસિદ્ધ - સિદ્ધભગવાનનું સદા તન્મયપણે ધ્યાન ધરો. ૧૨ ત્રીજે પદે પંચાચારવડે પવિત્ર, સર્વજ્ઞ દેશિત વિશુદ્ધ સિદ્ધાંત સંબંધ - દેશના દેવામાં ઉજમાળ, અને પરોપકાર કરવા સદા તત્પર એવા સૂરિવરનું - નિરંતર ધ્યાન કરો. ૧૩ ચતુર્થ પદે ગરછની સંભાળ કરવા સદા સાવધાન, સૂત્રાર્થનું અધ્યાપન કરો વવામાં ઉજમાળ અને સ્વાધ્યાય ધ્યાનમાં લીન મનવાળા શ્રી ઉપાધ્યાય મહારાજનું સમ્ય) ધ્યાન ધરે. ૧૪ સર્વ કર્મભૂમિએમાં વિચરતા, અનેક ગુણગણે કરી સંયુક્ત, ત્રણ ગતિએ ગુપ્ત, અને નિષ્પરિગ્રહી એવા નિષ્કષાયી મુનિરાજનું પંચમ પ ધ્યાન કરો. ૧૫ છ પદે સર્વત્તપ્રત આગમમાં કહેલા જીવાદિક તત્ત્વાર્થને વિષે શ્રદ્ધાનરૂ દનરૂપી રત્નદીપકને નિરંતર મનમંદિરમાં સ્થાપ. ૧૬ સાતમે પદે જીવાજીવાદિક પદાર્થ સમૂહના યથાર્થ અવબોધરૂપ જ્ઞાનને સવા ગુણોના મૂળ કારણભૂત જાણીને વિનય–બહુમાન વડે ભણે. ૧૭ આઠમે પદે અશુભ કિયાઓના ત્યાગરૂપ અને શુભ ક્રિયાઓમાં આદર ઉત્તમ ગુણયુક્ત ચારિત્રને યથાર્થ પાળે. ૧૮ નવમે પદે આકરાં કર્મરૂપી અંધકારને હરી લેવા સૂર્ય સમાન દ્વાદશવિ તપનું કષાય તાપ રહિત રૂડી રીતે સેવન કરો. ૧૯ આ પ્રમાણે ઉપર બતાવેલાં નવે પદે જિનેશ્વર પ્રભુએ કથેલા ધર્મમ સારભૂત છે, અને આરાધન કરનાર ભવ્યજનેને કલ્યાણકારી છે તેથી તે યથાવિધ આરાધવા ગ્ય છે. ૨૦ એ નવપદેવડે નિષ્પન્ન એવા શ્રી સિદ્ધચકને ઉપયોગયુક્ત આરાધનાર પ્રાણ શ્રી શ્રીપાળકુમારની પેરે સુખ-સમાધિ પામે છે.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy