________________
જૈન કોન્ફરન્સ હરહુ
' (ફેબ્રુવારી
ત્યારપછી દંતીદુર્ગ નામના રાષ્ટ્રકૂટ વંશમાંથી એક પુરૂષે ચાલુક્યને પરાભવ કરી પોતાના કુળની સ્થાપના કરી. આ કુળમાંથી પહેલા કૃષ્ણરાજે ઈ. સ. ૭૭પ ના કુમારે વેરળ, ચેરળ અથવા એલાપુરમાં પર્વત દી બહાર ઉત્તમ નકશી કામ કરી શેવનું મંદિર તૈયાર કરાવ્યું કે જેને હમણાં કૈલાસ એવી સંજ્ઞા આપવા માં આવી. બા કૈલાસ નામનું મંદિર હજુ સુધી વેરળ પાસે ઘણું ખરું જેવું હતું, તેવું છે બને ત્યાં સર્વ ગુફાઓમાં તે અત્યંત સુંદર છે.
આ કુળની કારકીદીમાં જૈન ધર્મની વિશેષ પ્રવૃત્તિ થઈ. અમોઘવર્ષ નામે રાજા થયા તે જૈનધર્મી હતા. પ્રકનોત્તર રત્નમાલિકા નામે એક નાને ગ્રંથ છે તે શંકરાચાર્ય કેવા શંકરગુરૂએ લખ્યા છે એમ બ્રાહ્મણનું કહેવું છે. દિગંબરી જેને આ ગ્રંથ અમેઘવર્ષે લખે છે એવું કહે છે અને તે વિષયે તેમની પાસે રહેલી છે તેમાં નીચે પ્રમાણે બ્લેક માલૂમ પડે છે.
विवेकात्त्यक्तराज्येन राज्ञेयं रत्नमालिका ।
रचितामोघवर्षेण सुधियां सदलंकृतिः ॥ વિવેકપૂર્વક જેમણે રાજ્યનો ત્યાગ કર્યો છે એવા અમોઘવર્ષ રાજાએ. આ રત્નમાલિકા નામની સુજ્ઞ વિદ્વાન પુરૂમાં ઉત્તમ અલંકૃતિ રચી ”
ચિતોડગઢ ” એ નામના મરાઠી લેખમાં ડાકટર ભાંડારકરના પુત્ર રા. રા. દેવદત્ત લખે છે કે – “ચિતોડ સ્ટેશન છોડતાં સુમારે દેઢ મિલ ગયા પછી એક નાની નદી બાવે છે તેને ત્યાંના લોક નંબેરી કિંવા ગંભીર કહે છે. નદી પાસે જતાંજ એક જૂને પુલ દ્રષ્ટિએ પડે છે. આ પુલને દશ કમાને છે અને ચાદમાં શતકમાં રાણ. લખમસી ( લક્ષ્મણસિંહ) ના પુત્ર અરસી (અરસિંહ)–કે જે અલાઉદ્દીન સાથેની લડાઈમાં માર્યા ગયા હતા–તેણે આ પુલ બાંધ્યું હતું એવી આખ્યાયિકા ચાલે છે. અલ્લાઉદીન ખીલજીએ જે વખતે ચિતોડગઢ ઈ. સ. ૧૩૦૩ માં કબજે લીધો તે વખતે તે તેના મોટા છોકરા ખીજરખાનને સ્વાધીન કરી દીધી ગયું અને પછી ખિજરખાને ચિતોડનું ખિજરાબાદ નામ આપ્યું અને આ પૂલ બાંધ્યું એવું કેટલાકનું કહેવું છે અને આ કહેવું વધારે સયુતિક અને સંભવનીય દેખાય છે, કારણ આ પુલની બે કમાનમાં ચાર ખંડિત શિલા લેખ છે, તે ઉપરથી તે પ્ર એક જૈન મંદિરનાં હોય તેમ દેખાય છે અને કઈ હિંદુરાજા જૈન મંદિરના લેપ ગમે તેમ તેડી ફેડી તેને ઉપયોગ પુલના કામમાં કરે એ બીલકુલ સંભવતું નથી. તેથી ખિજરખાને આ પુલ બાંધે એવી જે બીજી દંતકથા છે તેજ અધિક વિશ્વસનીય દેખાય છે. આ લેખમાંનો એક લેખ ઘણું મટે છે, પણ તે એટલે બધે તુટેલે છે કે તેને આશય પૂર્ણ રીતે ઓળખવો શકય નથી. પરંતુ ગુહિલ સરસિંહ રાજા તેની માતા જયતલદેવી તેણે ભપુર નામના એક જૈનગચ્છને કરેલા દાનનું તેમાં કથન છે. (જૈન ધર્મના બે મુખ્ય પંથ છે. એક શ્વેતાંબર બીજે દિગંબર શ્વેતાંબર પંથની ૪ શાખા છે તેને ગરછ કહે છે) ........