________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ડીસેમ્બર.
દશેરાના તહેવાર ઉપર થતા પશુવધ અટકાવવા શ્રી જૈન કેન્ફરન્સ તરફથી કરવામાં આવેલ
પ્રયત્ન અને તેનું પરિણુંમ. દશેરા એ એક ધાર્મિક પર્વના નામે આનંદના તહેવાર તરીકે જાણીતા દિવસ છતાં કોઈ વહેમી કારણોના લીધે તે દિવસ પશુઓ માટે એક કૃપણ અને ઘાતકીરૂપે કેટલાક વર્ષોથી થઈ પડે છે અને તે માટે વિચાર કરવાની પણ વચ્ચમાં કેટલાંક વર્ષો સુધી કોઈએ મહેનત ઉઠાવી હતી. જેને માટે જૈન કોન્ફરન્સની હયાતી પછી થોડી થોડી હીલચાલ કરવામાં આવી છે. અને બહુ નમ્રપણે વ્યાજબી દલીલ સાથે હિંદના દેશી રાજા રજવાડાઓ પ્રત્યે અરજ ગુજારવામાં આવે છે. જેના પરિણામમાં આ વર્ષના પરિણામને સાથે ઉમેરતાં ૧૦૭ ગામ કે જેમાં નાનાં મેટાં ગામે સાથે કેટલાંક મોટાં રાજ્યો પણ આવેલાં છે તેવાં સ્થળોએથી આ ઘાતકી કાર્યને દેશવટો મળ્યો છે. આ રીતે જૈન શ્વેતાંબર કોન્ફરન્સની અરજીઓ પ્રત્યે નામદાર મહારાજાઓ, નવાબે, હોકારો અને જાગીરદારોએ જે લાગણી પૂર્વક ધ્યાન આપી હિંદી પ્રજાને ખુશી કરી છે તે માટે તેઓ જેવાતેવા ધન્યવાદને પાત્ર નથી.
આ વર્ષે જ આગલા ૮૬ માં ૨૧ નામે વધારો થવા પામે છે, જેનાં નામ નીચે મુજબ છે –
૧ ગઢકા, ર બગસરા, ૩ પોરબંદર, ૪ વીજયનગર, ૫ માન્ડા, ૬ બેબીલી ૭ વીઠલગઢ, ૮ રામનાદ, ૮ દેધરોટા, ૧૦ સીતવાડા, ૧૧ આલ, ૧૨ લાકડા ૧૩ મેહનપુર, ૧૪ રણાસણ, ૧૫ રૂપાલ, ૧૬ પીપળીયા, ૧૭ અંકેવાળીઆ, ૧૮ ખંભ લાવ, ૧૮ જહાંગીરાબાદ, ૨૦ કુચામન, ૨૧ મુલથાન.
ઉપર સિવાયનાં ૮૬ નામ જાહેર પ્રજાની જાણ ખાતર છેવટના ભાગમાં આપવામાં આવેલ છે. આ ૨૧ નામો પૈકી પ્રથમનાં ૮ સ્થળોએ તો ઘણું વખતથી બંધ છે. અને બાકીના ૧૩ સ્થળોએ આ વર્ષથી જ બંધ કર્યાનું જણાવે છે.
મળેલા પત્રોમાં કેટલાક પત્રો તો એવા ઉત્તમ છે કે કેન્ફરન્સના કાર્યને તેઓ પિતે પોતાનું જ કાર્ય માનતા હોય તેમ જણાય છે. કેટલાક ઠાકરોએ તે ખુદ પોતે પિતાની હદમાં બંધ કરવા સાથે જોડેના ભાઈબંધ રાજ્યો ઉપર પણ વગ ચલાવીને આ કાર્યમાં પિતાને હીસ્સો આપી અવાચક પ્રાણીઓના આશીર્વાદ મેળવ્યા છે.
કેટલાંક સ્થળોએ તે હિંદુ અને જૈન તહેવારમાં અન્ય રીતે થતી હિંસા પણ બંધ થઈ છે. કેટલેક સ્થળે ખાસ લેવા માટે અને ખેતીવાડીને મુખ્ય આધાર પશુઓ