________________
૩ર૪]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ડીસેમ્બર.
આ સમય એ છે કે હુન્નર હરીફાઈ વગેરેને પ્રવાહ આગળ વધતા જાય છે, અને તેની સાથે આપણે વધવાથી ઈચ્છીત ફળની પ્રાપ્તી થાય છે. તે પ્રવાહની સાથે નહીં ચાલવાથી એક ખુણે ખેચરામાં ભરાઈ રહેવાને પ્રસંગ આવે છે, અને એવી જગ્યામાં ભરાઈ જવાય છે કે છેવટે નાશ થવાને ડર રહે છે. આપણી મહાન સંસ્થા ચાલુ પ્રવાહની સાથે વહન કરવાને શકિતવાન છે અને શકિતવાન થઈ શકે તેમ છે. તેની દેરી તૂટી જવાથી લાકડીના ભારાની માફક સઘળું છૂટું પડી જશે તો તેને ફરીને એકઠું કરવાનું કામ બહુ ભારે થઈ પડશે. - જોન કેમની ઉદારતા અને લાગણીથી જે કામ આ મહાન સંસ્થાદ્વારા આઠ વર્ષ લગીમાં થયું છે તે આપણુથી અજાણ્યું નથી. વખતે વખતે તે કામોને હેવાલ પ્રગટ કરવામાં આવે છે, તે પણ કાંઈપણું સ્વરૂપ આપની આગળ રજુ કરીશ તેટલું બેલ્યા બાદ કોન્ફરન્સ ઓફિસ તરફથી પ્રગટ થએલ સિંહાલેકન વાંચી સંભળાવ્યું હતું. તે ઉપરથી એમ જણાયું કે આપણી કામમાં સારી જાગ્રતી થઈ છે કેટલાક ખરાબ રીવાજો બંધ પડવા લાગ્યા છે. જીર્ણોદ્ધાર, પુસ્તકેદ્ધાર વગેરે અનેક રીતના સુધારા વધારા તરફ આપણું લક્ષ દેરાયું છે, આમાં કોઈ પ્રકારની ખામી રહી છે તો આપ સમજી શકો છો કે દરેક બાબતમાં શરૂઆતમાંજ મુશ્કેલી આવે છે. સુધારાવધારાની કાર્યવાહીનું પરિણામ વખત આવ્યાથી દેખાઈ રહે છે. કારણ કે આપણા હાથમાં સરકારી સત્તા નથી કે કોઈપણ ઠરાવને અમલ તુરતજ થઈ શકે. આપણામાં સુધારા ધીમે ધીમે થાય છે કે જેને પ્રકાશ વખત ભરાયાથી અવશ્ય પડયાવિના રહેતો નથી. હવે આપણને આવતી કોન્ફરન્સને મેળાવડો ક્યાં ભરો, કયારે ભરે અને કેવા ધોરણ પર ભરો. તેનો વિચાર કરીને નિણય ઉપર આવવાની જરૂરીઆત છે, અને તેટલા જ વાસ્તે આપ સાહેબને આંમત્રણ કરીને તસ્દી આપવામાં આવી છે. વળી જૈન તેહેવા માટે તથા વાલકેશ્વરના બાબુના દેરાસરને માટે જે ઠરાવ, સરકારમાં થયા તે પણ આ મહાન સંસ્થાનો જ પ્રભાવ છે. પુના કોન્ફરન્સ વખતે ભાયણજીમાં બેઠક મેળવવાનું નક્કી થયું હતું પણ સુરત સંધમાં કેટલીક હીલચાલ થતી સાંભળવામાં હતી પણ તેનું કાંઈ થયું નહીં તો હવે તે ભરવાનું નક્કી કરવું. આશા છે કે આપના અંતઃકરણમાં નેક સલાહ પ્રગટ થાય અને આપના સકથી જેનોમનું શ્રેય થાય એટલું બોલી બેસી જવાની રજા લઉં છું.
ત્યારબાદ યેવલાવાળા શેઠ દાદર બાપુશાએ કહ્યું કે કેન્ફરન્સ કાયમ રાખવાની જરૂર છે તે બાબત ઢટ્ટા સાહેબને મળતું કેટલુંક ભાષણ કરી છેવટ દરખાસ્ત મૂકી કે કોન્ફરન્સ ભરવી. તેને શેઠ ભોગીલાલ વીરચંદ દીપચંદે ટેકો આપ્યા બાદ સર્વાનુમતે તે દરખાસ્ત પસાર કરવામાં આવી.
બીજે ઠરાવ શેઠ મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ તરફથી એવો રજુ કરવામાં આવ્યાક કોન્ફરન્સ મેટા ખર્ચથી ન ભરતાં સાદા રૂપમાં ઓછા ખર્ચે ભરવી. કારણ