SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦] શ્રી જૈન શ્વેતાંબર સંઘની મળેલી મીટીંગ. [૩૨૩ વવામાં આવ્યા હતા, અને તે મીટીંગમાં રીપોર્ટ પાસ કરવા ઉપરાંત જેન કોમના અને તીર્થના સુધારા માટે ઠરાવ પસાર કરાવવામાં આવ્યા હતા, અને તે સભાનું નામ જિન કોંગ્રેસ રાખવામાં આવ્યું હતું . જો કે તેને આજ ૧૭ વર્ષ થઈ ગયાં છે; તે પણ મને અત્યારે તે વખતના અમદાવાદના સંઘને ઉત્સાહ, ભકિત અને પ્રીતી બહુ યાદ આવે છે, તેમાં ખાસ કરીને ઘેર લગ્ન પ્રસંગ હોય અને જેટલે ઉત્સાહ હેય તેટલે ઉત્સાહ શેઠ લાલભાઈ દલપતભાઈના ચહેરા ઉપરથી તે સભામાં હાજર થએલા ગૃહસ્થ જાણી શકતા હતા. તે સભામાં હાજર રહેલા સભાસદોને જૈનકોમમાં સુધારાને વાસ્તે આવા પ્રકારની સભાની જરૂરીઆત છે તેને તે વખતે ખ્યાલ થયે, અને તે વખતે પ-૬ વર્ષ સુધી દર વરસે આવી સભા ભરવાને મુંબઈ, ખંભાત, ભાવનગર, પાલનપુર, પાલીતાણું વગેરે સ્થળો નકી કરવામાં આવ્યાં. તે વખતે આશા હતી કે આ સભા બરાબર ચાલશે, પણ કેટલાએક કારણને લીધે આ સભાને ઉદય અને અસ્ત એકજ સ્થાનમાં થશે. એટલે કે વરસાદના અભાવથી જેમ બીજ ફળતું નથી તેમ તે સભાનું કાંઈ પરીણામ આવેલ નહી પણ તેની શકિત નાશ પામી નહીં હતી. અને તેને લીધે ફરીથી વખત મેળવીને સને ૧૯૦૨ માં શ્રી પવિત્ર તીર્થ લિધી ઉપર તેના અંકુરે પ્રગટ થયાં. બીજી સાલને વાસ્તે શ્રી પવિત્ર સિદ્ધક્ષેત્રમાં મેળાવડે કરવાનો નિશ્ચય કરવામાં આવ્યું, પણ કેટલીએક ખટપટને લીધે તે સ્થળે મેળાવડે કરવાનું બંધ રહ્યું. જે ઘાતી પ્રહ આ મહાન સભાને અત્યારે દેખાય છે તે ગ્રહ તે વખતે પણ દેખાતા હતે. જૈન કામના આગેવાન સગ્રહ અને ખેરખાને ધન્ય છે કે જેઓએ અમદાવાદમાં આવા પ્રકારની મીટીંગ બોલાવીને બીજી સાલને મેળાવડે આ ( મુંબઈ) શહેરમાં કરવામાં આવ્યો. ત્યારબાદ વડેદરા, પાટણ, અમદાવાદ, ભાવનગર અને પુનાના ભાગ્યશાળી સંઘોએ આ મહાન સભાને આમંત્રણ કરીનેર્જન કેમની સારી સેવા બજાવી છે. લેક રૂતી એવી ચાલી આવે છે કે બચ્ચાને આઠમું વર્ષ સંકટનું હોય છે. એ સંકટમાંથી નીકળ્યા પછી તેનું જેટલું આયુષ્ય હોય તે પ્રમાણે ભગવે છે. એવી જ રીતે આ કેનફરન્સને આઠમા વર્ષની દેહેશત હતી કે જે આ૫ જુએ છે. કફ, ખાંસી વરાદિ રોગને લીધે પીડાઇને જેવી રીતે એક કોમળ બાળક ગભરાઈ જાય તેવીજ રીતે આ મહાન સંસ્થાને એવા પ્રકારના રોગોએ ઘેરી લીધેલ છે કે જેની ચિકિત્સાને માટે જીવન ગુટીકા દેવાની જરૂર છે, અને તેમ કરીને બચાવવાની ફરજ આપ સાહેબેના શીરપર આવી પડેલી છે. આ ટુંકા ઈતિહાસથી એટલી વાત સા સ્વીકારે છે અને સ્વીકારશે કે ૨૦ વર્ષથી આપણને એક નિશ્ચય એવો થઈ ગયો છે કે આપણી કેમને આપણા ધર્મની રક્ષાને વાતે આવા પ્રકારની એક મહાન સંસ્થાની બહુજ જરૂરીઆત છે. ધર્મ પાંગળો છે. તેને ચલાવવાથી ચાલે છે. જેની રાજા મહારાજાઓના અભાવથી આપણું સુધારાને વાસ્તે જન સમુદાયની એક ચુંટી કાઢેલી સમાજ એ પણ એક મુગટ સમાન છે. તેના કાર્યક્રમમાં મતભેદ થાય છે અને તે મુજબ સુધારા વધારા થયા કરે છે.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy