________________
૧૯૧૦]
ધાર્મિક હિસાબ તપાસણી ખાવું.
[૩૯
અમેરિકાના યુનાઈટેડ સ્ટેટસની સરકારે તો એક કાયદે પસાર કર્યો છે અને તેની રૂએ પાંજરામાં પૂરવા માટે જેઓ અમેરિકન પંખીઓ વેચે તેમને શિક્ષા થાય છે.
દયાળુ હિંદીવાને, આપણે મહા દયાળુ ગણુતા દેશમાં વાઘરીને નિર્દય ધંધે કયાં સુધી ચાલુ રાખશો ? જુનાગઢ,
લાભશંકર લહમીદાસ, તા. ક–જે વિદ્વાન હિંદીવાનો ઉપર જણાવેલા નિર્દય ધંધાને બરાબર ખ્યાલ કરવા ઇચ્છતા હોય તેમને મારી પ્રાર્થના છે કે –The Caging of Birds (by Ernest Bell) price one penny, published by The Humanitarian League, 53. Chancery Line, London) નામનું ચોપાનીયું વાંચવા કૃપા કરશે. લાખો નિર્દોષ પંખીઓ ઉપર કેવો કે જુલમ ગુજરે છે તેના સત્તાવાર દાખલાઓ તેમાં આપેલા છે એ ચોપાનીયાનું જ્ઞાન તમામ કોમના દયાળુ હિંદીનોમાં ફેલાવવાથી મહા પુણ્ય થાય તેમાં કાંઈ જ શક નથી.
લા. લ. ધાર્મિક હિસાબ તપાસણું ખાતું. - છલે ગુજરાત શહેર અણહીલવાડ પાટણ મળે માહાલક્ષ્મીના પાડામાં આવેલા શ્રી મુનિસુવ્રત સ્વામીજી મહારાજના દેરાસરજીના તથા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરજીના તથા શ્રી કેશર સુખડના વહીવટને તથા ઘીના ચડાવાના વહીવટને લગતો રીપોર્ટ–
સદરહુ મેહેલાના જૈનીઓમાં દેરાસરજીના વહીવટ સંબંધી મતભેદ પડી જવાથી તેમાં બે પક્ષ પડી જવાને લીધે બે પક્ષવાલા જુદા જુદા વહીવટ ચલાવે છે. તેમાં એક પક્ષ તરફના વહીવટકર્તા શેડ મુલચંદ ફતેચંદના હસ્તકને સંવત ૧૫ના કારતક સુદ ૧ થી તે સંવત ૧૮૬૩ના ચિતર વદી ૨ સુધીને હીસાબ અમેએ તપાસ્યો તે જોતાં મેહેલા મથેના જનીઓમાં દેરાસરજીના વહીવટ માટે મતભેદ થવાથી બે પક્ષ પડી જઈ એટલી બધી અસાકસી ઉપર આવી ગયા છે કે જેથી દેરાસરજીને અનેક પ્રકારનું નુકશાન થાય છે તે બદલ અમારી તરફથી ઘણી રીતની સમજુતી આપવા છતાં કોઈ રીતનો સંપ થયો નથી તે બહુજ દિલગીર થવા જેવું છે અને મેહેલા મધ્યેના આગેવાન ગૃહસ્થોને બહુજ શરમાવા જેવું છે, માટે હવેથી તે ઉપર સરલ મનથી વિચાર કરી મેહેલા મળે કલેશ મટાડી એકસપ થઇ જવું વધારે સારું છે, માટે આશા રાખીએ છીએ કે તેના લાગતા વળગતાઓ જેમ બને તેમ તાકીદે યોગ્ય બંદોબસ્ત કરશે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. એજ
છલ્લે ગુજરાત શહેર અણહીલવાડ પાટણ મળે ખેતરવસીના પાડામાં આવેલા શ્રી શીતલનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગત રીપોર્ટ–
સદરહુ સંસ્થાના વહીવટકર્તા શેઠ રતનચંદ રામચંદના હસ્તકનો સંવત ૧૫૯ ની સાલથી તે સંવત ૧૮૬૩ના આશો વદ ૦)) સુધીનો હીસાબ અમોએ તપાસ્ય. તે જોતાં વહીવટનું નામું રીતસર રાખી વહીવટ સારી રીતે ચલાવેલો જોવામાં આવે છે, પણ તેને લ