SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦]. નિવેદ. - ત્યાં આવી, યક્ષની આગળ નાટક અને વાજીંત્રો સહિત ગાયન કરી થાકી જવાથી પિતાના પહેરેલાં દેવતાઈ નારીકુંજર જેવાં અતિ સૂક્ષ્મ વો ત્યાંજ ઉતારી વાવડીમાં મરજી માફક સ્નાન કરવા પડી. હરિવાહન જે તુરતજ જાગી જા હતા તે એક ખૂણામાં બેસી આ બધું કેતુક જોયાંજ કરતો હતો. જ્યારે તે અપ્સરાઓ પિતાનાં વસ્ત્ર ઉતારી વાવમાં સ્નાન કરવા પડી ત્યારે લઘુલાઘવી કળાથી ત્યાંથી ઉઠી તે સર્વેનાં વચ્ચે લઈ મંદિરમાં પેસી જઈ દરવાજા બંધ કરી અંદરના ભાગમાં બેસી રહ્યો. અપ્સરાઓ સ્વછંદપણે જળક્રીડા કરી બહાર આવી જુએ છે તે ત્યાં વસ્ત્ર દીઠાં નહિ તેથી તેઓ ઉદાસ થઈ અને બોલવા લાગી કે કોઈક માણસ આપણું વસ્ત્ર ચોરીને - મંદિરમાં પેઠે છે. જ્યારે તેને આપણાં વસ્ત્ર લેતાં બીક લાગી નહીં ત્યારે તે ઘણો હોશિયાર હશે પણ દંડ કરવા લાયક નહીં હોય. કોઈ સામાન્ય માણસની અહીં આવી શકવાની અને આપણાં વસ્ત્રો લઈ લેવાની હિંમત ચાલી શકે તેમ નથી, તેથી તે ખરેખર કોઈક ભાગ્યશાળી અને સાત્ત્વિકજ હોવો જોઈએ. તેવા માણસની સાથે અકસ્માત વિરોધી તકરાર ઉઠાવવી યોગ્ય નથી. માટે એની આપણે શાંત વચનો વડેજ આપણું વસ્ત્ર મેળવવાને યુક્તિ કરવી એજ ઉચિત છે. આવો વિચાર કરી તેઓ કહેવા લાગી કે, અરે નરોત્તમ, ભાગ્યશાળી અને સાત્ત્વિક શૂરવીર પુરૂષ! અમારાં વસ્ત્રો તમે કેમ લઈ બેઠા છે ? આ શું સારા માણસનાં લક્ષણ છે ? આ શબ્દો સાંભળીને અંદર રહેલા વિવાહન બોલ્યો કે, જે આકાશમાં પણ ગમન કરી શકે છે એવો પવન તમારાં વસ્ત્રો લઈ ઉ ગયો હશે; માટે જે તમારે વસ્ત્ર જોઈતાં હોય તે આકાશે જઇ પવનને પ્રાર્થના કરે એટલે તમને ત્યાંથી તે મળી આવશે. આવાં વચન સાંભળીને અપ્સરાઓ હસવા લાગી અને બોલી કે, વાહરે ! વસ્ત્ર હરણ કરી અંદર પેઠા છે અને વળી બીજા કોઈ ઉપર ઢળી પાડે છે? શું તમો પણ પવન જેવા હલકા છો ? અંદરથી તેણે ઉત્તર આપ્યો કે હું તેવો નથી, પણું તમને કહું છું કે કદાચ તમારાં વસ્ત્રો પવન હરી ગયો હોય. તેઓ બોલી કે તમેજ વચ્ચેના હરનારને પવન કહી બોલાવો છે અને વસ્ત્રો હરનાર તમેજ છે, ત્યારે શું ? તમે પવનની પેઠે ઉડી શકો છો ? જો એમ હોય તે તમે એક વખત અમારા પ્રત્યક્ષ થઈ આકાશગમન કરો જોઈએ? આ પ્રમાણે કેટલાક પ્રશ્નોત્તર થયા બાદ અપ્સરાઓ બેલી કે અમે દેવાંગનાએ છીએ. આ યક્ષની ભકિત અને માનસિક વિનોદ કરાવનારી ક્રીડા કરવા અમે અહીં આવેલ છીએ. અમારા વિનદના વખતમાં તમે સારી તક મેળવી છે. આથી અમે નારાજ થયાં નથી, પણ ખુશી થયાં છીએ. પરંતુ તમારી આટલી હોશિયારી જોઈ તમારા ઉપર અમે તુષ્ટમાન થયાં છીએ. અમારા દર્શનથી તમે અને તમારા દર્શનથી અમે આનંદિત થઈશું; માટે હે સાત્ત્વિક શિરોમણિ, હવે બસ થયું. તમે દરવાજો ઉઘાડી અમારાં વસે અમોને આપી દ્યો, એટલે ઘણું ખુશીની સાથે અમે ચાલ્યાં જઈશું. શું ભાગ્યશાળી પુરૂષને આટલી ક્રીડા બસ નથી? આટલું સાંભળતાં જ તેણે તરતજ દરવાજે ઉઘાડી તેઓના વસ્ત્રો તેમને આપી દીધાં. આથી અપ્સરાઓ બહુ ખુશી થઈ ગઈ એટલું જ નહીં પણ તેના ઉપર પ્રસન્ન થઈ તેઓએ એક અમેઘ (જેને ઘા ખાલી જાય નહીં તેવું) ખગ (તરવાર) રત્ન અને એક કંચુકરન આપી અરસપરસના દર્શનથી પિતાની ખુશાલી બતાવી.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy