________________
૧૯૧૦]
જીવદયા-અહિંસા. Humanitarianism.
૨૯૧
—
જીવદયા-અહિંસા HUMANITARIANISM. (લેખક–રા. ૨. ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની બી, એ; એલ એલ; બી.)
અનુસંધાન ગતાંક પાને ૨૨૭થી. આ વિષમાં કેવી હદયભેદક પ્રવૃત્તિઓ છે તે નીચેની હકીકતથી સ્પષ્ટ થશે. દક્ષિણમાં આવેલા તેલંગુ દેશમાં દેવીને રથ કહાડવામાં આવે છે ત્યારે રથની ચાર બાજીએ અણીદાર સળીયા રાખવામાં આવે છે અને તે દરેક ઉપર ઘેટું-બકરૂં–ડુકકર અને કુકડું ભેરવવામાં આવે છે. આ બિચારાં નિર્દોષ પ્રાણીઓની ચીસો પણ કોઈ સાંભળતું નથી અને સઘળાઓ ધર્મના નામે કરતા ચલાવ્યા જાય છે. વળી એજ મુલકમાં દશેરાને દિવસોએ સો સે બકરાંની હારે જમીન ઉપર સુવાડી તેમના ઉપર હાથી ચલાવવામાં આવે છે. અમુક ધર્મગુરૂઓ (૧) ખાસ પર્વને દિવસે ચિત્તાનો વેશ લઇ, ચિત્તો જેમ બકરાંને ફાડી ખાય છે તેમ આ વેશધારી નર-વ્યાધ્ર જીવતાં બકરાંને ફાડી નાંખે છે. કલકત્તાની કાળી માતામાં પુષ્કળ બકરાંઓને ભોગ આપવામાં આવે છે. (સ્થાન અને સ્વરૂપ જ એવું ભયંકર લાગે છે કે દયાળુ માણસને અરેરાટ ઉપજ્યા વિના રહે નહિ.) ત્રાવણકોરમાં માતાના મંદિરમાં એક કુકરનો પગ બાંધી લટકાવવામાં આવે છે ને તેના પેટની તડબુચની માફક ડગળી કહાડવામાં આવે છે. અરે ! આટલે બધે દૂર જવાની શું જરૂર છે? આપણી વચ્ચેજઅનેક દયાપ્રધાન ધર્મના જાળાંઓથી ઢંકાએલ ધર્મઘેલા ગુજરાતની મુખ્ય રાજધાની ગણતાં-જૈનપુરી કહેવાતાં-મહાજનનું નમુનેદાર બંધારણ ધારણ કરતાં પાટનગર અમદાવાદમાંજ ભદ્રકાળીની મૂર્તિ સમક્ષ પશુવધ કરવામાં આવે છે. ગયે વર્ષે બંધ કરવા કંઇક પ્રયાસ થયા છતાં પણ તે બંધ રખાઈ શકાય નહોતો, ગરીબ બિચારાં પશુનું કમભાગ્ય !
આનો હેતું શું? લક્ષ્યાર્થ શું? શા માટે ઘાતકી રીતે ધર્મને નામે પશુવધ કરવામાં આવે છે? કઈ જવાબ આપી શકશે ખરૂં ? આત પુરૂષ પ્રણત શાસ્ત્રાધારે તેનું પ્રતિપાદન થઈ શકે એમ છે ? આપણને એક દિશામાંથી કહેવામાં આવે છે કે આ રીવાજ સશાસ્ત્ર છે અને પ્રાચીન ઋષિ મુનિઓ યજ્ઞ–વેદી ઉપર પશુઓને આ રીતે વધ કરતા હતા, પરંતુ તેઓ મંત્રબળે તેમને પાછા સજીવન કરતા હતા. તકરારની ખાતર માનીએ કે આ હકીકત ખરી છે તે પણ શું આ કલિયુગના સમયમાં તેની શક્તિ ધરાવનાર મહાત્મા પુરૂષો લભ્ય છે ? ન હોય તે પછી આવા ઘાતકી રીવાજો દેશકાળને અનુસરી બંધ કેમ ન કરવા જોઈએ ? વળી એમ પણ કહેવામાં આવે છે કે યજ્ઞ–વેદી ઉપર મરાયેલા પશુઓ મરી ગયા પછી તરતજ સ્વર્ગમાં જાય છે. આ હકીકત પણ તકરારની ખાતર કબુલ રાખીએ તે પછી એજ પ્રશ્ન થશે કે તમે તમારા કરતા સગાની વાત તો દૂર રહી, કારણકે આવા નિર્દય રીવાજોને અનુસરનારા મનુષ્યમાં ઉત્તમ પ્રકારનો ભ્રાતૃભાવ સંભવતો જ નથી, પરંતુ તમારા નજદીકના સગાને અને ખાસ કરીને પોતાના કાર્યથી સ્વર્ગ મેળવવાને જે અધિકારી નથી તેવા પાપ કાર્યમાં પ્રવૃત્ત રહેલાઓને, ઓછી મહેનતે બલ્ક નહિ જેવી મહેનતે સ્વર્ગમાં મોકલવા પૂરતી ઉદારતા દર્શાવવા શું તૈયાર નથી ? આ રીતે પરમાર્થને-પશુઓના હિતને કેળ રાખતાં મનુષ્યને તે બીલકુલ ઉભા રહેવાનું સ્થાન જ જણાતું નથી. હવે સ્વાર્થને ખાતર પશુવધ કરનારાઓના સંબંધમાં વિચાર કરીએ. અત્ર કહેવું જોઈએ કે આ પ્રકારના